SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ જવાબદારી સંભાળવામાં કાબેલ હોય. તેને તલવા૨, ભાલો, બરછી વગેરે શસ્ત્રો ચલાવવાનું શીખવ્યું. સાથોસાથ ક્યારે, કોના ઉપર આ શસ્ત્રોનો પ્રયોગ કરવો જોઈએ તે વિશે પણ તમામ નિર્દેશ આપ્યા. તે લોકો સુરક્ષા માટે હમેશાં તત્પર રહેતા હતા. તેમને ખેતી કરવાની જરૂર નહોતી. લોકો તેમની આવશ્યક્તાની પૂર્તિ સહર્ષ કરી લેતા હતા. આ વર્ગને સૌ ‘ક્ષત્રિય' કહેવા લાગ્યા. મસિ-કર્મ શિક્ષણ ઋષભ કૃષિકલા, શિલ્પકલાની વિવિધ પ્રક્રિયાઓ શિખવાડીને હવે વિનિમયનું માધ્યમ બનાવવાનું પણ વિચારી રહ્યા. ઉત્પાદનનું શિક્ષણ તેઓ આપી ચૂક્યા હતા. હવે ઉત્પાદિત વસ્તુઓ એકબીજા સુધી કેવી રીતે પહોંચાડવી તેના ચિંતન રૂપે તેમણે મસિ-કર્મનું શિક્ષણ શોધી કાઢ્યું. મસિ-કર્મ એટલે લખવા-વાંચવા દ્વારા વસ્તુનો વિનિમય કરવો. પ્રારંભકાળમાં મુદ્રા નહોતી. વસ્તુ દ્વારા વસ્તુનો વિનિમય થતો. તેનો હિસાબ રાખવો જરૂરી હતો. કઈ વસ્તુનો વિનિમય કેટલા પ્રમાણમાં કરવો તે જાણવું જરૂરી હતું. તે નિર્ધારિત કરવા માટે કેટલાક લોકોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા. લોકો બિચારા ભલા ભોળા હતા. આટલો બધો હિસાબ રાખવાનું તેમના માટે મુશ્કેલ હતું. આ વર્ષે આ મુશ્કેલીને હળવી કરી દીધી. લોકોએ આ કાર્ય માટે પારિશ્રમિકની વ્યવસ્થા સહર્ષ કરી. ઉત્પાદકથી ઉપભોક્તા સુધી પહોંચવામાં અમુક ટકા નફો લેવાની છૂટ આપી. આ વિનિમયપ્રક્રિયાને ‘વ્યાપાર’ તથા તે પ્રક્રિયા કરનારા વર્ગને ‘વ્યાપારી’ (વૈશ્ય) કહેવા લાગ્યા. સેવા વ્યવસ્થા કૃષિ, અસિ, મસિ કર્મનું સમુચિત શિક્ષણ લોકોને બાબાએ આપ્યું. એક એવું વાતાવ૨ણ પેદા થયું કે કોઈ વ્યક્તિ નિષ્ક્રિય રહેતી નહી. લોકોને લાગ્યું કે નિષ્ક્રિય રહેવું એ સમાજ પર બોજ છે. માનવીય સંસ્કૃતિમાં નિષ્ક્રિયતા માટે કોઈ જગા નથી. શ્રમ કરવાથી કોઈ નાનું નથી થતું. શ્રમ કરવો એ જ સામૂહિક જીવનની સાર્થકતા છે. જે લોકો ખેતી વગેરે કોઈ કાર્યમાં નિપુણ નથી બનતા, તે લોકો સેવા અને સફાઈના કાર્યમાં જોડાઈ જાય છે. તેમાં ખાસ બુદ્ધિની જરૂર પડતી નથી. કામ કર્યું, પારિશ્રમિક મેળવ્યું. કોઈ ઝંઝટ નહીં, ખાસ કોઈ જવાબદારી પણ નહીં. પરંતુ કોઈ ગમે તે કાર્ય કરનાર હોય તે દરેકનું સમાજમાં સમાન સ્થાન ગણાતું ઊંચનીચની ભાવના બિલકુલ નહોતી. ઋષભે શ્રમનો એવો પ્રવાહ વહેવડાવ્યો કે કોઈપણ વ્યક્તિ તેનાથી અસ્પૃશ્ય રહેતી નહીં. સૌને પોતપોતાની યોગ્યતા પ્રમાણે કાર્ય-ચયનની તક મળતી. વર્ણ વ્યવસ્થા કાર્યની અપેક્ષાએ અલગ-અલગ વર્ણ (વર્ગ) બની ચૂક્યા હતા. તે ભગવાન શ્રી ઋષભદેવ C ૨૭
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy