SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ આપોઆપ સમાપ્ત થઇ જાય છે. હવે કુલકર વ્યવસ્થાથી કામ નહિ ચાલે. હવે તો એક વિધિવત્ રાજા હોવો જોઇએ. તેના અનુશાસન દ્વારા જ સમસ્યા ડંકેલી શકાશે. રાજાની સૂઝ-બૂઝ દ્વારા જ અભાવ સમાપ્ત થઇ શકે છે. ઉપસ્થિત યુગલોએ કહ્યું, ‘અમે તો જાણતાં નથી કે રાજા શું હોય છે ?’ ત્યારે ઋષભે રાજાની જવાબદારી જણાવી. યુગલોએ કહ્યું, ‘આવી ક્ષમતા તો માત્ર આપનામાં જ છે, અન્ય કોઈમાં નથી. આપ જ આ જવાબદારી સંભાળો.' ઋષભે કહ્યું, ‘તમે નાભિ કુલકરને વિનંતી કરો, તેઓ કદાચ આપની વાત સ્વીકારી લેશે.’ સૌ યુગલો કુલકર નાભિ પાસે પહોંચ્યાં. તેમને રાજા બનવા માટે વિનંતી કરી. કુલકર નાભિ પહેલેથી જ કંટાળેલા અને નિરાશ હતા. પોતાની વ્યવસ્થાથી પોતે અસંતુષ્ટ હતા. નિઃશ્વાસ મૂકતા તેઓ બોલ્યા, ‘આ મારા સામર્થ્યની વાત નથી. જમાનો બહુ જ ખરાબ આવ્યો છે. આમાં મારી બુદ્ધિ કામ કરતી નથી. આપણે સૌ ખરેખર અભાગી છીએ, તેથી આવો અભાવ અનુભવવો પડે છે. પેટ માટે તકરાર એ તો કેટલી શરમની વાત છે ! આપણા પૂર્વજો ખૂબ સુખી હતા. એમના જીવનમાં આવું કશું નહોતું. જાઓ, તમે ઋષભ પાસે જ જાઓ. તે રાજા બનશે અને સમસ્યાઓનું સમાધાન આપશે. હવે આવતીકાલથી તમારી સમસ્યાઓ અને ફરિયાદો ઋષભ પાસે જઈને કરજો. એ જ તમને સમાધાન આપશે. મને હવે મુક્તિ આપો.' હવે યુગલો પોતાની કલ્પના દ્વારા ઋષભના રાજ્યાભિષેકની તૈયારીઓ કરવા લાગ્યાં. વિવિધ પ્રકારનાં ફૂલો વડે ઋષભના શરીરને અલંકૃત કર્યું. ઋષભને ઊંચા આસન પર બેસાડીને તેમના પગમાં જલાભિષેક કરવા લાગ્યાં. અભિષેકમાં સૌપ્રથમ પદાભિષેક થયો હતો. ઈન્દ્રએ પોતાના અવધિદર્શન વડે એ દશ્ય જોયું તો ગદ્ગદ થઈ ઊઠ્યા. તેઓ તરત મૃત્યુલોકમાં આવી પહોંચ્યા. લોકોના વિનયની પ્રશંસા કરતાં કરતાં તે સ્થળનું નામ તેમણે વિનીતા રાખ્યું. પછીથી ત્યાં જ વિનીતા નામની નગરી વસી. કૃષિ-કર્મ શિક્ષણ ૠષભની સામે સૌથી પહેલું કામ ખાદ્ય સંકટ મિટાવવાનું હતું. બાકીની સમસ્યાઓ તેની સાથે સંલગ્ન હતી. તેઓ જાણતા હતા કે ભરપેટ ભોજન મળશે તો સૌ કોઈ અનુશાસિત બની જશે. ૠષભે સૌ પ્રથમ કહ્યું, ‘સમય બદલાયો છે તેથી પોતાની જાતને બદલો. આજ સુધી આપણને વૃક્ષો પાસેથી બારેમાસ ફળો મળતાં હતાં, પરંતુ હવે તેમાં પરિવર્તન આવી રહ્યું છે. સમયની સાથે વૃક્ષોએ પણ ફળ આપવાનું બંધ કરી દીધું છે. શું આપણે ફળોના અભાવે ભૂખ્યા રહીશું ? ના, ક્યારેય તીર્થંકરચરિત્ર - I ૨૪
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy