SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ માતા મરુદેવા ચૌદ સ્વપ્નો નિહાળીને હર્ષવિભોર બની ગયાં. અજ્ઞાત ખુશીથી તેમનું ચિત્ત નૃત્ય કરવા લાગ્યું. તેમનું રોમ રોમ પુલકિત થઈ ઊડ્યું. મરુદેવાએ પોતાના પતિ નાભિકુલકરને કહ્યું, “આજે મેં ચૌદ સ્વપ્નો નિહાળ્યાં છે. હે પ્રાણનાથ ! આ સ્વપ્નો નિહાળ્યા પછી મારું મન-ચિત્ત હર્ષવિભોર થઈ ઊડ્યું છે. ર્દયમાં પ્રસન્નતા છલકાઈ રહી છે. વિસ્મિત નાભિકુલકરે પૂછ્યું, હે પ્રિય ! તે કેવાં સ્વપ્નો હતાં જે જોઈને તું હર્ષવિભોર થઈ ઊઠી છે ?' મરુદેવાએ એક એક કરીને પોતે નિહાળેલાં સ્વપ્નોનાં દશ્યોની રજૂઆત કરી. સ્વપ્નો વિષે સાંભળીને નાભિકુલકર ચકિત થઈ ઊઠ્યા. નાભિ કોઈ સ્વપ્નવેત્તા નહોતા, છતાં પ્રત્યુત્પન્ન મતિથી તેમણે કહ્યું, “સ્વપ્ન શું છે ? પ્રાણીમાત્રના ઉજ્જવળ ભવિષ્યની આગાહી છે. એમ લાગે છે કે આપણી ચિંતાઓ હવે તરત સમાપ્ત થઈ જશે. લોકોની સમસ્યાઓ પણ ઉકેલાઈ જશે. તારા ગર્ભમાં કોઈ એવો ભુવનભાસ્કર આવ્યો છે, જેના થકી સમગ્ર વિશ્વ આલોકિત થઈ ઊઠશે. ગર્ભકાળ સમાપ્ત થતાં ફાગણવદ આઠમની મધ્ય રાત્રે માતા મરુદેવાએ એક પુત્ર તથા એક પુત્રીને યુગલરૂપે જન્મ આપ્યો. ભગવાનના જન્મથી સમગ્ર વિશ્વ પુલકિત થઈ ગયું અને અજ્ઞાત શાંતિનો અનુભવ કરવા લાગ્યું. નરકમાં રહેલા જીવોને પણ ક્ષણભર માટે વિરલ શાંતિ મળી. ચોસઠ ઈદ્ર અને સહસ્ત્રો દેવોએ ધરતી ઉપર આવીને ભગવાનનો જન્મોત્સવ ઉજવ્યો. આટલી મોટી સંખ્યામાં દેવોને જોઈને આસપાસનાં યૌગલિક એકત્ર થઈ ગયાં. ઉત્સવ વિધિથી અપરિચિત હોવા છતાં સૌએ મળીને દેખાદેખીથી જન્મોત્સવ ઉજવ્યો. આ અવસર્પિણીકાળમાં સૌથી પહેલો જન્મોત્સવ ભગવાન ઋષભદેવનો જ ઉજવવામાં આવ્યો હતો. જન્મોત્સવ ઉજવવાનો ઉપક્રમ ત્યારથી જ પ્રારંભ પામ્યો. નામકરણ ભગવાન ઋષભના નામકરણના ઉત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં યૌગલિકો એકત્ર થયાં. તે યુગની આ પ્રથમ ઘટના હતી કે કોઈકના નામકરણ પ્રસંગે આટલા બધા લોકો એકત્ર થયા હોય. બાળકનું નામ શું રાખવું, તે વિષે વાત કરતાં નાભિકુલકરે જણાવ્યું, “જ્યારે આ જીવ ગર્ભમાં આવ્યો હતો ત્યારે તેની માતાએ ચૌદ સ્વપ્ન નિહાળ્યાં હતાં. તેમાં પ્રથમ સ્વપ્ન વૃષભનું હતું. બાળકની છાતીમાં પણ વૃષભનું ચિહ્ન છે, તેથી મારી દષ્ટિએ બાળકનું નામ વૃષભકુમાર રાખવું જોઈએ. ઉપસ્થિત તમામ યુગલોને આ નામ ઉચિત લાગ્યું. સૌએ બાળકને એ જ નામ આપ્યું. પુત્રીનું નામ સુનંદા રાખ્યું. ભગવાન ની સરભદેવ ! ૧૯
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy