SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પછી નવમા જન્મમાં ઋષભનો જીવ જીવાનંદ વૈદ્ય તરીકે ઉત્પન્ન થયો. તેના ચાર અભિન્ન મિત્રો હતા - રાજપુત્ર, શ્રેષ્ઠીપુત્ર, મંત્રીપુત્ર, સાર્થવાહપુત્ર. આ પાંચે મિત્રોએ ભેગા મળીને કોઢ જેવા ભયંકર વ્યાધિગ્રસ્ત એક મુનિની સેવા કરી. તેમની પ્રેરણા પામીને તેઓ શ્રાવક બન્યા. જીવનપર્યંત શ્રાવક ધર્મનું પાલન કરીને પાંચેય મિત્રો બારમા દેવલોકમાં દેવ બન્યા. અગિયારમા ભવમાં ઋષભનો જીવ મહાવિદેહની પુષ્કલાવતી વિજયમાં રાજકુમાર વજનાભરૂપે ઉત્પન્ન થયો. તેના પિતા મહારાજા વજસેન તથા માતા મહારાણી ધારિણી હતાં. ગર્ભકાળમાં માતાએ ચૌદ મહાસ્વપ્ન નિહાળ્યાં. આગળ જતાં વજનાભ છ ખંડનો સ્વામી ચક્રવર્તી બન્યો. તેના પૂર્વભવના ચાર મિત્રો - બાહુ, સુબાહુ, પીઠ, મહાપીઠ સહોદરરૂપે પેદા થયા. પોતાના પિતા રાજર્ષિ વજસેનના ઉપદેશથી પ્રભાવિત થઈને વજનાભે પોતાના સહોદરો સાથે દીક્ષાવ્રતનો સ્વીકાર કર્યો. સંયમી બનીને લાંબા સમય સુધી તપસ્યા તેમજ સાધના કરી અને ઉત્કૃષ્ટ અધ્યવસાયમાં તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યું. ત્યાંથી બારમા ભવમાં તેઓ સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવન પામીને વજનાભ ભગવાન ઋષભ બન્યા. બાહુ અને સુબાહુ ભારત તેમજ બાહુબલી બન્યા. પીઠ અને મહાપીઠ બ્રાહ્મી અને સુંદરી તરીકે ઉત્પન્ન થયાં. 28ષભનો જન્મ ઋષભનો જીવ સર્વાર્થસિદ્ધ દેવલોકથી ચ્યવન પામીને નાભિકુલકરની જીવનસંગિની મરુદેવાની પવિત્ર કૂખે અવતરિત થયો. એ જ રાત્રે માતા મરુદેવીએ ચૌદ મહાસ્વપ્ન નિહાળ્યાં. તે ચૌદ સ્વપ્નો આ પ્રમાણે હતાં : ૧વૃષભ ૨- હાથી ૩- સિંહ ૪- લક્ષ્મી ૫- પુષ્પમાળા - ચંદ્ર ૭- સૂર્ય ૮મહેન્દ્ર ધ્વજ ૯-કુંભ ૧૦- પદ્મસરોવર ૧૧-ક્ષીરસમુદ્ર ૧૨- દેવવિમાન ૧૩રત્નરાશિ ૧૪- નિધૂમ-અગ્નિ. સ્વપ્નદર્શનનું પણ પોતાનું આગવું મહત્ત્વ હોય છે. ગર્ભના પ્રારંભમાં થતું સ્વપ્નદર્શન ગર્ભગત પ્રાણીના શુભાશુભ ભવિષ્યના સંકેત તરીકે માનવામાં આવે છે. સ્વપ્નશાસ્ત્રમાં એવાં બોંતેર શુભસ્વપ્નોનું વિવેચન છે, તેમાં ત્રીસ મહાસ્વપ્ન માનવામાં આવ્યાં છે. એ ત્રીસ મહાસ્વપ્નોમાં ચૌદ મહાસ્વપ્ન તીર્થંકર અને ચક્રવર્તીની માતાઓ નિહાળે છે. દિગંબર ગ્રંથોમાં તીર્થકરની માતા સોળ સ્વપ્નો નિહાળે છે તેવો ઉલ્લેખ છે. પૂર્વોક્ત ચૌદ ઉપરાંત મત્સ્યયુગલ અને સિંહાસન આ બે સ્વપ્ન વધારામાં ગણાવ્યાં છે. વાસુદેવની માતા સાત તથા ચાર સ્વપ્ન બળદેવની માતા નિહાળે છે. માંડલિક રાજા (જનનેતા) અથવા ભાવિતાત્મા-અણગારની માતા એક સ્વપ્ન નિહાળે છે. આ સ્વપ્નોના આધારે ગર્ભગત આત્માના પુણ્યપ્રભાવનું અનુમાન સ્વપ્નશાસ્ત્રીઓ કરે છે. ભગવાન શ્રી ઋષભદેવ ૧૭
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy