SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન મેળવવા માટે શિવ ભગવાન પાસે તે ગયો, ત્યાં તેણે જોયું અને પોતે દીક્ષિત થઈ ગયો. અંતે નિર્વાણ પામ્યો. આ વર્ષનો ચાતુર્માસ વાણિજ્ય ગ્રામમાં થયો. સર્વજ્ઞતાનું સત્તરમું વર્ષ આ વર્ષે ભગવાને રાજગૃહમાં ચાતુર્માસ પસાર કર્યો. ત્યાં અનેક મુનિઓએ વિપુલાચલ પર્વત ઉપર સંથારો કરીને સ્વર્ગ તથા નિર્વાણ પ્રાપ્ત કર્યા. સર્વજ્ઞતાનું અઢારમું વર્ષ રાજગૃહમાં ચાતુર્માસ સંપન્ન કરીને ભગવાન પૃષ્ઠ ચંપા પધાર્યા. ત્યાંના રાજા શાલ તથા તેના નાનાભાઈ યુવરાજ મહાશાલે પોતાના ભાણેજ ગાંગલીને રાજ્યભાર સોંપીને ભગવાન પાસે સંયમનો સ્વીકાર કર્યો. ચંપાથી ભગવાન દશાર્ણપુર પધાર્યા. ત્યાંના રાજા દશાર્ણભદ્ર સજીધજીને પ્રભુનાં દર્શન કરવા માટે નીકળ્યો. તેના મનમાં એવો અહંકાર હતો કે આટલી બધી ઋદ્ધિ-સિદ્ધિ સહિત ભાગ્યે જ કોઈ રાજા દર્શન કરવા માટે ગયો હશે ! ગગન માર્ગે આવી રહેલા ઈન્દ્રને આ અહંકારનો આભાસ થયો. તે પોતાની ઋદ્ધિ પ્રદર્શિત કરતો આવ્યો. દશાર્ણભદ્રનો અહંકાર એ જોઈને ઓગળી ગયો. રાજાએ તત્કાળ ભગવાન પાસે દીક્ષા લઈ લીધી. ઈદ્રએ મુનિ દશાર્ણભદ્રને નમસ્કાર કર્યા. ભગવાને આ વર્ષે વાણિજ્ય ગ્રામમાં ચાતુર્માસ કર્યો. સર્વજ્ઞતાનું ઓગણીસમું વર્ષ ચાતુર્માસ સંપન્ન કરીને ભગવાન સાકેત, શ્રાવસ્તી વગેરે નગરોમાં મુકામ કરતા કરતા કાંપિલ્યપુર પધાર્યા. ત્યાં સાતસો પરિવ્રાજકો સહિત અંબડ પરિવ્રાજક ભગવાનનો ઉપદેશ સાંભળીને શ્રાવક બન્યો. તે પરિવ્રાજક વેશમાં રહીને શ્રાવક આચારનું પાલન કરતો હતો. તેને વૈક્રિયલબ્ધિ પ્રાપ્ત હતી, તેથી તે અનેક રૂપ ધારણ કરીને પારણાં કરવા લોકોના ઘેર જતો. લોકોને ભારે કુતૂહલ પેદા થતું. આ વર્ષે ભગવાને વૈશાલીમાં ચાતુર્માસ ર્યો. સર્વજ્ઞતાનું વસમું વર્ષ પાવસ પ્રવાસ સંપન્ન કરીને પ્રભુ વાણિજ્ય ગ્રામ પધાર્યા. ત્યાં પાર્શ્વ સંતાની ગાંગેય મુનિએ ભગવાનને વિવિધ પ્રશ્નો પૂછ્યા. પ્રશ્નોત્તર પછી તેમણે પ્રભુ પાસે પાંચ મહાવ્રત રૂપ દીક્ષા લીધી. આ વર્ષનો પાવસ પણ વૈશાલીમાં જ કર્યો. સર્વજ્ઞતાનું એકવીસમું વર્ષ વૈશાલીથી વિહાર કરીને ભગવાન રાજગૃહ પધાર્યા. ત્યાં મદુક શ્રાવકે તીર્થકરચરિત્ર | ૨૨૮
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy