SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મતું હતું. બાળપણમાં તેઓ ભાઈબહેન રૂપે રહેતાં હતાં. જીવનના સંધ્યાકાળમાં તેઓ એક યુગલને (પુત્ર-પુત્રીને) જન્મ આપતાં અને થોડા સમયમાં જ તેઓ મૃત્યુ પામતાં. આ ક્રમ સમગ્ર યૌગલિક કાળમાં ચાલતો હતો. કુલકર વ્યવસ્થા અવસર્પિણીની પહેલાં, બીજા અને ત્રીજા આરાના અર્ધાથી વધારે સમય સુધી ઉપ૨ોક્ત વ્યવસ્થા સુચારુ રૂપે ચાલતી રહી. ત્યાર બાદ તે વ્યવસ્થામાં હ્રાસ શરૂ થયો. પૃથ્વીનાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરેનો પૂર્વાપેક્ષયા (પૂર્વની અપેક્ષાએ) હ્રાસ થઈ ગયો. કલ્પવૃક્ષોનો ક્રમિક વિલોપ થવાથી ખાવા-પીવા, રહેવા તથા અન્ય જીવન-ઉપયોગી સામગ્રી અપેક્ષા કરતાં ઓછી મળવા લાગી. જ્યારે કોઈ વ્યક્તિને જીવનોપયોગી વસ્તુઓનો અભાવ થતો ત્યારે ભયજનક સ્થિતિ પેદા થાય છે. તેથી લોકમાનસ આંદોલિત થઈ ઊઠે છે. યૌગલિકોની સાથે પણ કંઈક એવું જ બન્યું. તેઓ અભાવની પીડાથી અપરિચિત હતા. તેમને સુખદ વ્યવસ્થાનું છિન્નભિન્ન થવું અસ્વાભાવિક લાગ્યું. તેમની સામે જેવી અભાવની સ્થિતિ આવી કે તરત સૌ ચિંતિત થઈ ઊઠ્યાં. ‘સંગ્રહ' શબ્દ તેમના શબ્દકોશમાં નહોતો, તેથી ફળોનો પ્રબંધ કરવાનું તેમને માટે મુશ્કેલ બન્યું. વૃક્ષો સુકાવા લાગ્યાં, ફળોનું પ્રમાણ ઘટતું ગયું. અંતે ફળોનો સંગ્રહ કરવાની ભાવના જાગી ઊઠી. તેમણે વધુમાં વધુ સંખ્યામાં વૃક્ષો ઉપર અધિકાર મેળવવાનું શરૂ કર્યું. લૂંટ-ફાટ શરૂ થઈ. સમગ્ર યૌગલિક ક્ષેત્રમાં આતંક વ્યાપી વળ્યો. ઘનઘોર અવ્યવસ્થા છવાઈ ગઈ. અવ્યવસ્થામાંથી જ વ્યવસ્થાનો જન્મ થાય છે. અરાજકતાથી પીડિત લોકો એકત્રિત થયાં. તેમણે ભેગાં મળીને નાનાં નાનાં કુળ રૂપે પોતાની વ્યવસ્થા બનાવી અને કુળની વ્યવસ્થા કરનાર ‘કુલકર' કહેવાયા. કુલકરની દરેક વાતને માનવા માટે તેઓ સંકલ્પબદ્ધ બન્યા. મુખ્ય કુલકરનાં નામ આ પ્રમાણે છે : ૧. વિમલવાહન ૩. યશસ્વી ૫. પ્રસેનજિત ૭. નાભિ ૨. ચક્ષુષ્માન ૪. અભિચંદ્ર ૬. મરુદેવ કુલકરોની સંખ્યા બાબતે ગ્રંથકારોમાં મતભેદ જોવા મળે છે. સ્થાનાંગ, સમવાયાંગ અને ભગવતી સૂત્રમાં સાત કુલકરોનાં નામ આવે છે. જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિમાં પંદર કુલકરોનો ઉલ્લેખ છે. તીર્થંકરચરિત્ર
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy