SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાનું ત્રીજું વર્ષ ચાતુર્માસ સમાપ્તિ પછી ભગવાન કોલ્લાગ સંનિવેશ પધાર્યા. ત્યાંથી સુવર્ણખલ, નંદપારક વગેરે ક્ષેત્રોમાં થઈને ચંપા પધાર્યા. ત્યાં જ ત્રીજો ચાતુર્માસ પસાર કર્યો. આ ચાતુર્માસમાં ભગવાને બે-બે માસની તપસ્યા કરી. સાધનાનું પાંચમું વર્ષ પૃષ્ઠ ચંપાનો ચાતુર્માસ સંપન્ન કરીને પ્રભુ કયંગલા તથા શ્રાવસ્તી નગરીમાં પધાર્યા. સાથે ગોશાલક પણ હતો. શ્રાવસ્તીથી વિહાર કરીને જંગલમાં હલિદુગ નામના વિશાળ વૃક્ષની નીચે પધાર્યા અને ધ્યાનારૂઢ થઈ ગયા. બાજુમાં લાગેલી ભયંકર આગ તે વૃક્ષની નીચે પણ પહોંચી ગઈ. જેથી ભગવાનના પગ દાઝી ગયા. ત્યાંથી ભગવાન નાંગલા, આવત્તા અને ચૌરાક સંનિવેશમાંથી પસાર થઈને કલંબુઆ પધાર્યા. કલંબુઆના અધિકારી મેઘ અને કાલહતિ જમીનદાર હોવા છતાં આસપાસનાં ગામોમાં ધાડ પાડતા હતા. જ્યારે મહાવીર ત્યાં પહોંચ્યા ત્યારે કાલહસ્તિ પોતાના સાથીદારોની સાથે લૂંટ ચલાવી રહ્યો હતો. માર્ગમાં જ્યારે મહાવીર સાથે મુલાકાત થઈ ત્યારે એણે પૂછ્યું, “તમે કોણ છો ?” મહાવીરે કોઈ ઉત્તર ન આપ્યો. તેથી કાલહતિએ તેમને ખૂબ માર માર્યો, છતાં મહાવીર બોલ્યા નહીં. આથી કાલહસ્તિએ મહાવીરને પોતાના મોટા ભાઈ મેઘ પાસે મોકલ્યા. મેઘે તેમને ગૃહસ્થાશ્રમમાં એક વખત ક્ષત્રિયકુંડમાં જોયા હતા. તેથી જોતાં જ તેમને ઓળખી લીધા. મેઘ મહાવીરને ન માત્ર મુક્ત કર્યા, પરંતુ તેમનો સત્કાર કર્યો અને તેમની ક્ષમાયાચના પણ કરી. મહાવીરે વિચાર્યું, મારે હજી અનેક કર્મોનો ક્ષય કરવાનો બાકી છે. અહીં ઠેર ઠેર પરિચિત વ્યક્તિઓ મળી જાય છે તેથી મારે અનાર્ય દેશમાં જવું જોઈએ. જેથી ત્યાં સૌ સર્વથા અપરિચિત હોવાથી મને કર્મક્ષયનો સુંદર યોગ મળી શકે. આમ વિચારીને ભગવાને લાઢ દેશ તરફ વિહાર કર્યો. લાઢ દેશ તે સમયે પૂર્ણ અનાર્ય ગણાતો હતો. તે દેશના બે ભાગ હતા : વજભૂમિ અને શુભભૂમિ. તેમને ઉત્તર રાઢ તથા દક્ષિણ રાઢ પણ કહેવામાં આવતા હતા. લાઢ દેશમાં ભગવાનની સામે ભયંકર ઉપસર્ગો ઉપસ્થિત કરવામાં આવ્યા, જેમાંના કેટલાક ઉપસર્ગો (પરીષહ) આ પ્રકાર છે. ભગવાનને રોકાવા માટે અનુકૂળ આવાસ મળતો નહીં. દૂર દૂર સુધી ગામ ઉપલબ્ધ નહીં થવાથી ભગવાનને ભયંકર અરણ્યોમાં રોકાવું પડતું. લૂખું સૂકું, વાસી ભોજન પણ દુર્લભ હતું. ભગવાન શ્રી મહાવીર ૨૦૫
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy