SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ સુધી પ્રસરશે. ૧૦. સમવસરણમાં વ્યાપક ધર્મનું આપ પ્રતિપાદન કરશો. ચોથા સ્વપ્નનું ફળ નૈમિતજ્ઞ પણ જાણી શક્યો નહીં . તેનું ફળ સ્વયં પ્રભુએ જ કહ્યું, “હું સાધુ અને ગૃહસ્થ એવા બે ધર્મોની પ્રરૂપણા કરીશ.” અસ્થિગ્રામના આ પાવસ-પ્રવાસમાં ત્યાર પછી કોઈ ઉપસર્ગ થયો નહીં. ભગવાને પંદર-પંદર ઉપવાસની આઠ તપસ્યાઓ કરી. સાધનાનું બીજું વર્ષ અસ્થિગ્રામ પાવસ પછી મહાવીર મોરાક સંનિવેશમાં પધાર્યા. ત્યાં અચ્છેદક નામના એક અન્યતીર્થી પાખંડી રહેતા હતા. તે જ્યોતિષ, તંત્ર મંત્રાદિ દ્વારા પોતાની આજિવિકા ચલાવતા હતા. આખા ગામ ઉપર તેનો પ્રભાવ હતો. તેના પ્રભાવને સમાપ્ત કરવા માટે તથા પ્રભુના નામના પ્રચાર માટે સિદ્ધાર્થ નામના વ્યંતર દેવે ગામલોકોને ચમત્કાર બતાવ્યો. તેથી અચ્છેદનો પ્રભાવ નિપ્રભ થઈ ગયો. પોતાની મહત્તા ઘટતી જોઈને તે મહાવીર પાસે ગયો અને કરુણ સ્વરમાં વિનંતી કરવા લાગ્યો, “હે ભગવાન! આપ અન્યત્ર ચાલ્યા જવ, કારણકે આપના અહીં રહેવાથી મારી આજીવિકા નષ્ટ થઈ જશે અને હું દુઃખી થઈ જઈશ.” આવી પરિસ્થિતિમાં ભગવાને ત્યાં રહેવાનું ઉચિત માન્યું નહીં અને ત્યાંથી તેઓ વાચાલા તરફ વિહાર કરવા લાગ્યા. વાચાલાના બે સંનિવેશ હતા : એક ઉત્તર વાચાલા અને બીજો દક્ષિણ વાચાલા. બંને સંનિવેશની વચ્ચે સુવર્ણબાલુકા તથા રૌબાલુકા નામની બે નદીઓ વહેતી હતી. ભગવાન દક્ષિણ વાચાલાથી ઉત્તર વાચાલા તરફ આગળ વધી રહ્યા હતા. સુવર્ણ બાલુકા નદીના કિનારે ભગવાનના ખભા ઉપર છદ્ર દ્વારા મુકાયેલું દેવદૂષ્ય વસ્ત્ર કોઈક કાંટાળી ડાળીમાં ફસાઈ ગયું, અને તે પાછળ રહી ગયું. મહાવીર આગળ ચાલ્યા અને પછી ક્યારેય વસ્ત્ર ગ્રહણ કર્યું નહિ. આ રીતે તેર મહિના પછી તેઓ સંપૂર્ણ અચેલ બની ગયા. ચંડકૌશિકનો ઉદ્ધાર ઉત્તર વાચાલી જવા માટે બે માર્ગ હતા : એક કનકખલ આશ્રમમાં થઈને જતો હતો, બીજો આશ્રમની બહારથી જતો હતો. અંદરવાળો માર્ગ સીધો હોવા છતાં ભયંકર અને ઉજ્જડ હતો. બહારનો માર્ગ લાંબો અને વાંકો હોવા છતાં નિરાપદ હતો. પ્રભુ અંદરના માર્ગે ચાલ્યા. માર્ગમાં ગોવાળિયા મળ્યા. તેમણે કહ્યું, “દેવાય! આ માર્ગ બરાબર નથી. આ માર્ગ ઉપર એક ભયાનક દષ્ટિવિષ સર્પ રહે છે, જે વટેમાર્ગુઓને બાળીને ભસ્મ કરી દે છે. તીર્થકરચરિત્ર | ૨૦૨
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy