SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ કરવા લાગ્યા. વર્ધમાનને વિવાહ માટે તૈયાર કરવાનું કામ તેમના યુવાન મિત્રોને સોંપવામાં આવ્યું. એક દિવસ મિત્રો સાથે તેમની લાંબી ચર્ચા ચાલી. વિવાહની તરફેણ અને વિરોધમાં દલીલો ચાલી. તે દરમ્યાન માતા ત્રિશલાએ આવીને વર્ધમાનને કહ્યું, “તારી ઇચ્છા વિવાહ કરવાની ભલે ન હોય, પરંતુ મારી એવી ઇચ્છા છે એમ સમજીને તારે વિવાહ તો કરવો જ પડશે. તેં મને ક્યારેય દુભવી નથી. મને વિશ્વાસ છે કે હવે પણ તું મને નહિ દુભવે.” વર્ધમાનકુમાર પોતાનાં ભોગાવલી કર્મોની સ્થિતિ જોઈને માતાજીના આગ્રહ સામે મૌન રહ્યા. માતાજીએ તરત ઘોષણા કરી દીધી કે વર્ધમાનનો વિવાહ થશે. મહારાજ સિદ્ધાર્થે બસંતપુર નગરના રાજા સમરવીરની પદ્માવતી રાણી દ્વારા ઉત્પન્ન થયેલી પુત્રી યશોદા સાથે પરમ હર્ષોલ્લાસપૂર્વક તેમનો વિવાહ કરી દીધો. અનાસક્ત ભાવે ભોગ ભોગવતાં ભોગવતાં તેઓ સમય વીતાવવા લાગ્યા. યશોદા દ્વારા એક પુત્રી ઉત્પન્ન થઈ. તેનું નામ પ્રિયદર્શના રાખ્યું. તે યુવાન થતાં તેનાં લગ્ન રાજકુમાર જમાલિ સાથે થયાં. દિગંબર પરંપરામાં વર્ધમાનના વિવાહની વાત મળતી નથી. તેઓ ભગવાનને બાલબ્રહ્મચારી માને છે. દીક્ષા મહાવીરના પિતા સિદ્ધાર્થ અને માતા ત્રિશલા ભગવાન પાર્શ્વની પરંપરાનાં શ્રમણોપાસક હતાં. મહાવીર પ્રારંભથી વિરક્ત હતા, પરંતુ માતા પિતાના અત્યંત સ્નેહને કારણે દીક્ષાની વાત પ્રગટ કરતા નહોતા. તેમણે ગર્ભમાં જ એવો નિર્ણય કર્યો હતો કે માતા-પિતાની હયાતીમાં પોતે દીક્ષા લેશે નહિ. મહાવીર અઠ્યાવીશ વર્ષના થયા. માતાપિતાએ અનશન સ્વીકારીને સમાધિમરણ પ્રાપ્ત કર્યું અને તે બારમા અય્યત દેવલોકમાં મહદ્ધિક દેવ બન્યાં. માતાપિતાના સ્વર્ગવાસ પછી મહાવીરે પોતાના મોટા ભાઈ નંદીવર્ધનને કહ્યું, “મોય ભાઈ! હવે મને દીક્ષા માટે આજ્ઞા આપો.” નંદીવર્ધન- “ભાઈ ! તું આ કેવી વાત કરે છે ! માતા-પિતાના વિયોગનું દુઃખ તો હજી વિસરાયું નથી, અને તું મને છોડીને જવાની વાત કરે છે ? જ્યાં સુધી અમારું મન સ્વસ્થ ન બને ત્યાં સુધી જવાની વાત કરીશ મહાવીર - “મોય ભાઈની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું ઠીક ન કહેવાય. છતાં આપ મારી ગૃહવાસની અવધિ તો નક્કી કરી જ દો.” ભગવાન શ્રી મહાવીર ૧૯૫
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy