SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ નહોતા, પરંતુ તરસને કારણે તેમનું ગળું પણ સુકાઈ રહ્યું હતું. તેમને બોલવામાં પણ તકલીફ પડતી હતી. તેણે ખૂબ શ્રદ્ધાપૂર્વક મુનિઓને નિર્દોષ આહાર-પાણી વહોરાવ્યાં. મુનિઓએ વૃક્ષના છાંયડામાં આહાર-પાણી વાપર્યાં. નયસાર ઊભો થયો અને સાથે જઈને માર્ગ બતાવ્યો. મુખ્ય માર્ગ ઉપર આવીને નયસારે નમસ્કાર કર્યા. મુનિઓએ તેને ઉપદેશ આપ્યો. નયસારના મન ઉપર ઊંડો પ્રભાવ પડ્યો. નયસારના એ જ ભવમાં પહેલી વખત તેમને સમ્યક્ત્વનું ઉપાર્જન થયું. બીજો ભવ- સ્વર્ગ સૌધર્મ (પહેલા) દેવલોકમાં એક પલ્યોપમ સ્થિતિવાળા દેવ બન્યા. ત્રીજો ભવ- મનુષ્ય (મરીચિ) દેવગતિનું આયુષ્ય ભોગવીને નયસારનો જીવ ચક્રવર્તી ભરતનો પુત્ર મરીચિ રાજકુમાર બન્યો. ભગવાન ઋષભદેવનું એક વખત અયોધ્યા નગરીમાં પદાર્પણ થયું. સમવસરણ થયું. ભગવાનની દેશના થઈ. દેશનાથી પ્રભાવિત થઈને રાજકુમાર મરીચિ વિરક્ત બન્યો અને ભગવાન પાસે દીક્ષિત થઈ ગયો. ચારિત્રની આરાધના કરતાં કરતાં તેણે અગિયાર અંગોનું અધ્યયન કર્યું. મરીચિ સુકુમાર હતા. એક વખત ગ્રીષ્મ ઋતુમાં ભીષણ તાપનો પરીષહ ઉત્પન્ન થયો. ભયંકર તરસ લાગી અને તેમનું મન આ સંયમ માર્ગથી વિચલિત થઈ ગયું. મરીચિ વિચારવા લાગ્યા, આટલા બધા કષ્ટપૂર્ણ સંયમનું પાલન મારાથી થઈ શકતુ નથી, કારણ કે મારામાં સહિષ્ણુતાની ઊણપ છે. આખરે મરીચિએ નિર્ણય કર્યો કે એક વખત જો ઘર છોડી દઈશ તો હું પુનઃ ગૃહપ્રવેશ નહિ કરું. પરંતુ સાધુવેશમાંરહીને નિયમોનું પાલન નહિ કરું તો તે આત્મપ્રવંચના કહેવાશે. આને આધારે તેણે મનોમન એક નવા વેષની પરિક્લ્પના કરી અને તેને ધારણ કર્યો. તેણે પોતાના વેષની કલ્પના આ પ્રમાણે કરી : જિનેન્દ્ર માર્ગના શ્રમણ મન, વચન અને કાયાના અશુભ વ્યાપારરૂપ દંડથી મુક્ત જિતેન્દ્રિય હોય છે. પરંતુ હું મન, વાણી અને કાયાથી અગુપ્ત અજિતેન્દ્રીય છું. તેથી મારે પ્રતીકરૂપે એક ત્રિદંડ રાખવો જોઈએ.’ ‘શ્રમણ સર્વથા પ્રાણાતિપાત વિરમણના ધારક, સર્વથા હિંસાના ત્યાગી હોવાથી મુંડિત હોય છે, પરંતુ હું પૂર્ણ હિંસાનો ત્યાગી નથી. હું સ્થૂળ હિંસામાંથી નિવૃત્તિ લઈશ અને શિખા સહિત ક્ષુરમુંડન કરાવીશ.’ ‘શ્રમણ ધન-કંચનરહિત તેમજ શીલની સૌરભવાળા હોય છે, પરંતુ હું પરિગ્રહધારી અને શીલ-મુનિચર્યાની સુગંધથી રહિત છું. તેથી હું ચંદન ભગવાન શ્રી મહાવીર D ૧૭૯
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy