SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસર્ગ ભગવાન હવે વૈદેહ બનીને વિચારવા લાગ્યા. અભિગ્રહયુક્ત સાધનામાં સંલગ્ન બન્યા. વિચરતા વિચરતા તેઓ શિવપુરી નગરમાં પધાર્યા. ત્યાં કોશાવનમાં ધ્યાનસ્થ ઊભા રહ્યા. થોડાક સમય પછી પ્રભુ ત્યાંથી વિહાર કરીને આગળ તાપસાશ્રમમાં પહોંચ્યા તથા ત્યાં જ એક વટવૃક્ષની નીચે ધ્યાનમુદ્રામાં ઊભા રહ્યા. આ તરફ કમઠ તાપસે દેવ થયા પછી અવધિ દર્શન વડે ભગવાન પાર્શ્વને નિહાળ્યા. નિહાળતાં જ પૂર્વજન્મનું વેર જાગી ગયું. ભગવાનને કષ્ટ આપવા માટે તે ત્યાં પહોંચ્યો. પ્રથમ તો તેણે સિંહ, ચિત્તો, વાઘ, વિષધર વગેરે રૂપો ધારણ કરીને ભગવાનને કષ્ટ આપ્યાં. પરંતુ પ્રભુ મેરુપર્વતની જેમ અડલ ઊભા રહ્યા. પોતાની વિફલતાને કારણે દેવ વધારે કૃદ્ધ બન્યો. તેણે મેઘની વિકુર્વણા કરી. ચારેબાજુ ઘનઘોર ઘટાઓ છવાઈ ગઈ. જોતજોતામાં મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. પાણી વધતું વધતું ઢીંચણ, કમર અને છાતી પાર કરીને છેક નાસાગ્ર સુધી પહોંચી ગયું. છતાં પ્રભુ અટલ ઊભા હતા. એવામાં ધરણેન્દ્રનું આસન ડોલવા લાગ્યું. અવધિ જ્ઞાન વડે તેમણે ભગવાનને પાણીમાં ઊભેલા જોયા. તેઓ તરત સેવા માટે દોડી ગયા. વંદન કરીને તેણે પ્રભુના પગની નીચે એક વિશાળ નાળાવાળું પદ્મ (કમળ) રચ્યું. પોતે સાત ફણાના સર્પ બનીને ભગવાન ઉપર છત્ર ધરી દીધું. પ્રભુને તો સમભાવ હતો. ન તો કમઠ ઉપર રોષ હતો ન ધરણેન્દ્ર પ્રત્યે અનુરાગ હતો. કમઠાસુર દેવ, આમ છતાં વરસાદ વરસાવતા રહ્યા. ધરણેન્દ્રએ ફિટકારપૂર્વક કમઠને કહ્યું, “અરે દુષ્ટ ! તું હજી પણ તારી દુષ્ટતા છોડતો નથી ? પ્રભુ તો સમતામાં લીન છે અને તું અધમતાની ખીણમાં પડતો જ જાય છે?' ધરણેન્દ્રના ફિટકારથી કમઠ ભયભીત બન્યો. પોતાની માયા સમેટી લઈને પ્રભુની ક્ષમાયાચના કરીને તે ચાલ્યો ગયો. ઉપસર્ગ શાંત થતાં ધરણેન્દ્ર પણ ભગવાનની સ્તુતિ કરીને પાછા વળ્યા. કેવળજ્ઞાન ભગવાને ત્યાથી રાત્રીઓ આ રીતે અભિગ્રહ અને ધ્યાનમાં પસાર કરી. ચોર્યાશીમા દિવસે તેમણે આશ્રમપદ ઉદ્યાનમાં ઘાતકી વૃક્ષની નીચે ધ્યાન કરતાં કરતાં ક્ષેપક શ્રેણી મેળવી. ઘાતિક કર્મોનો ક્ષય કરીને કેવલત્વ પ્રાપ્ત ક્યું. દેવેન્દ્રએ કેવલ-મહોત્સવ ઉજવ્યો. સમવસરણની રચના કરી. વારાણસીના હજારો લોકો સર્વજ્ઞ ભગવાનનાં દર્શનાર્થે ગયા. પ્રભુએ પ્રવચન આપ્યું. તેમના પ્રથમ પ્રવચનમાં જ તીર્થની સ્થાપના થઈ ગઈ. અનેક વ્યક્તિઓએ આગાર અને અણગાર ધર્મનો સ્વીકાર કર્યો. ભગવાન શ્રી પાર્શ્વનાથ ૧૭૫
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy