SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ દેવેન્દ્ર તેમની સેવા કરે છે તો પછી જાણી જોઈને આપણે શા માટે પર્વત સાથે ટકરાવું? દેવોને આપણે જીતી શકીએ તે શક્ય નથી. આપણે આપણી સેના અને ઇજ્જત બચાવી લેવાં જોઈએ.” યવન રાજાને આ વાત ઠીક લાગી. દેવેન્દ્ર દ્વારા પ્રદત્ત ગગનગામી રથનો પણ તેના ઉપર ભારે પ્રભાવ પડ્યો હતો. તેણે તરત જ યુદ્ધનો વિચાર મૂકી દીધો અને પાર્શ્વની સન્મુખ જઈને સેવા કરવા લાગ્યો. રાજા પ્રસેનજિતે જ્યારે તેનાથી મુક્ત નગરને જોયું ત્યારે તે હર્ષવિભોર થઈ ગયો. તેણે રાજકુમાર પાર્શ્વની આગેવાની કરી તથા નમ્રતાપૂર્વક વિનંતી કરી કે, “હે રાજકુમાર ! તમે રાજ્યનું સંકટ સમાપ્ત કર્યું છે. તો હવે પ્રભાવતીની ઈચ્છા પણ પૂરી કરો. તેની સાથે લગ્ન કરીને તેની પ્રતિજ્ઞા પણ હવે માત્ર તમે જ પૂરી કરી શકો છો.” પાર્શ્વકુમારે મધુરતાથી કહ્યું, “મારે આપના રાજ્ય ઉપર આવેલું સંકટ સમાપ્ત કરવાનું હતું તે કરી દીધું. હું અત્યારે લગ્ન માટે આવ્યો નથી તેથી તે અંગે કેવી રીતે વિચારી શકું?” પાકુમારે વારાણસી તરફ પ્રસ્થાન કર્યું, સાથે યવન રાજ તથા પ્રસેનજિત બંને રાજાઓ પણ હતા. ત્યાં જઈને પ્રસેનજિતે મહારાજ અશ્વસેનને આગ્રહ કર્યો. અશ્વસેને કહ્યું, “હું પણ એમ જ ઇચ્છું છું કે તે લગ્ન કરે, પરંતુ તે એટલો બધો વિરક્ત છે કે તેને હું કાંઈ કહી શકતો નથી. તે ગમે તે સમયે ગમે તે પગલું ભરી શકે છે. છતાં પ્રભાવતીની પ્રતિજ્ઞા તો પૂર્ણ કરવી જ છે.' રાજાએ પાર્શ્વકુમારને કોઈપણ રીતે સમજાવીને તેમનો વિવાહ કરી દીધો. પિતાના આગ્રહથી તેમણે લગ્ન તો કર્યા, પરંતુ રાજાનું પદ સ્વીકાર્યું નહિ. નાગનો ઉદ્ધાર પાર્શ્વકુમાર એક વખત મહેલમાંથી નગરનું નિરીક્ષણ કરી રહ્યા હતા. તેમણે જોયું કે લોકોની અપાર ભીડ એક જ દિશામાં જઈ રહી હતી. અનુચર દ્વારા જાણવા મળ્યું કે, ઉદ્યાનમાં કમઠ નામના એક ઘોર તપસ્વી પધાર્યા છે. ત્યાં પંચાગ્નિ તપે છે. લોકો તેમનાં દર્શનાર્થે જઈ રહ્યા છે. કુતૂહલવશ પાર્શ્વકુમાર પણ ત્યા ગયા. અગનજ્વાળા આકાશને સ્પર્શી રહી હતી. મોટાં મોટાં લાકડાં સળગી રહ્યાં હતાં. પાર્શ્વ અવધિજ્ઞાન વડે સળગતાં લાકડાંમાં બળતા એક નાગ-દંપતીને જોયું. તેમણે તરત જ તપસ્વીને કહ્યું, “ધર્મ તો અહિંસામાં છે, અહિંસા વગરનો ધર્મ વળી કેવો ? તમે તો પંચાગ્નિ તપાવી રહ્યા છો, તેમાં એક નાગ અને એક નાગણ બની રહ્યાં છે.” તપસ્વીએ વિરોધ ર્યો પાર્શ્વ એક લાકડું ચીરાવ્યું. તેમાંથી બળતું નાગ-દંપતી બહાર આવીને તરફડવા લાગ્યું. પાયેં તેમને નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો તથા તપસ્વી ઉપર ક્રોધ ન કરવા સલાહ આપી. એ જ સમયે બંનેના પ્રાણ છૂટી ગયા. મૃત્યુ તીર્થકરચરિત્ર [ ૧૭૨
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy