SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજવ્યો. રાજ વિજયે અત્યધિક ઉત્સાહપૂર્વક પુત્રનો સમગ્ર રાજ્યમાં જન્મોત્સવ ઉજવ્યો. રાજ્યનો પ્રત્યેક નાગરિક સહજ ઉલ્લાસથી ઉલ્લસિત હતો. નામકરણના દિવસે વિશાળ જનસમૂહ વચ્ચે રાજા વિજયે કહ્યું, “આપણું રાજ્ય અત્યારે જેટલું નિષ્કટક દેખાય છે તેટલું જ આજથી નવ મહિના પહેલાં વિપત્તિગ્રસ્ત હતું. આપ સૌ જાણો છો કે જે શત્રુઓથી આપણું નગર ઘેરાઈ ગયું હતું. તે શત્રુઓ અસાધારણ હતા. આપણું સૈન્યબળ તેમની સામે સામાન્ય હતું. હું ચિંતિત હતો કે લોકોનું રક્ષણ કેવી રીતે કરી શકાશે. મને કાંઈ સમજાતું નહોતું. તેવામાં મહારાણી વપ્રાએ મહેલની ઉપર જઈને સૌમ્ય દષ્ટિથી શત્રુસેના તરફ જોયું અને તરત જ શત્રુ નરેશનું મન એકાએક પરિવર્તન પામ્યું. તેમણે પોતાની આગળ વધતી વિજયવાહિની ત્યાંજ રોકી દીધી અને યુદ્ધસમાપ્તિની ઘોષણા કરી દીધી. મૈત્રી-સંધી પણ વિજેતાની જેમ નહિ, પરંતુ આપણી ઇચ્છા મુજબ કરી. આજે તેઓ મિથિલાના પરમ મિત્ર છે અને મને તો પોતાના કાકાની જેમ સમ્માન આપે છે. આ સમગ્ર પ્રભાવ આ ગર્ભગત બાળકનો જ હતો, અન્યથા આપણો તો પરાજય જ નક્કી હતો. ગર્ભના પ્રભાવથી જ તેઓ પણ મૈત્રીભાવનાવાળા બન્યા. તેથી બાળકનું નામ નમિકુમાર રાખવું જોઈએ. સૌ લોકોએ બાળકનું નામ નમિકુમાર રાખ્યું. વિવાહ અને રાજ્ય બાલસખાઓની સાથે કલ્પવૃક્ષની જેમ વિકસતા ભગવાન નેમિકુમારે જ્યારે તારુણ્યમાં પ્રવેશ કર્યો ત્યારે રાજા વિજયે આર્યકુળની અનેક સમવયસ્ક રાજકન્યાઓ સાથે તેમનું પાણિગ્રહણ કરાવી દીધું. પૂર્વસંચિત અનિવાર્ય ભોગ્યશીલ કર્મો ભોગવતાં ભોગવતાં તેઓ ભૌતિક સુખોનો ઉપભોગ કરવા લાગ્યા. સમયાંતરે આગ્રહપૂર્વક રાજ્ય સોંપીને રાજા વિજય સ્વયં નિવૃત્ત થઈને દીક્ષિત થઈ ગયા. નમિએ રાજા બનીને રાજકીય વ્યવસ્થાને આદર્શ બનાવી દીધી. તેમના શાસનકાળમાં પ્રત્યેક વ્યક્તિ પોતાની સુવિધા કરતાં રાજ્યની સુવિધા તથા વ્યવસ્થાનું વિશેષ ધ્યાન રાખતી હતી. દીક્ષા ગૃહસ્થ સંબંધિત ભોગાવલી કર્મોની સમાપ્તિ પછી એક વખત નમિરાજા ફરવા માટે ઉપવનમાં ગયા. ત્યાં તેમની પાસે બે દેવો પધાર્યા. સમ્રાટ નમિએ તેમના આગમનનું કારણ પુછ્યું તો દેઓએ કહ્યું, જંબુદ્વીપના વિદેહ ક્ષેત્રમાં સુસીમા નગરીમાં અપરાજિત નામના મુનિ તાજેતરમાં તીર્થકર બન્યા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે હવે તીર્થકર કોણ બનશે? ત્યારે તીર્થકરચરિત્ર [ ૧૩૮
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy