SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ વિવાહ અને રાજ્ય બાળલીલા કરતાં કરતાં બાળક અરકુમારે તારુણ્યમાં પ્રવેશ ર્યો. રાજા સુદર્શને સર્વાંગસુંદર અનેક રાજકન્યાઓ સાથે તેમનાં લગ્ન ક્યાં. ત્રિજ્ઞાનધારી ભગવાન અરનાથે હજી ભોગાવલી કર્મો બાકી સમજીને લગ્ન માટે ના ન પાડી. પુત્રને યોગ્ય સમજીને પિતાએ રાજ્ય સોંપ્યું તથા પોતે સ્થવિર મુનિ પાસે સાધુત્વ ગ્રહણ કર્યું. અરનાથ કેટલાંક વર્ષો સુધી માંડલિક રાજા રહ્યા, પછી ચક્રરત્ન ઉત્પન્ન થતાં સાર્વભૌમ ચક્રવર્તી બન્યા. બત્રીસ હજાર રાજા ચક્રવર્તી અરનાથની સેવામાં પોતાને કૃતાર્થ માનતા હતા. દીક્ષા લાંબા સમય સુધી ચક્રવર્તી પદ ભોગવીને ચારિત્ર મોહનીય કર્મની ક્ષયોપશમ થતાં સંયમ માટે તેઓ ઉદ્યત બન્યા. પોતાના ઉત્તરાધિકારી સુયોગ્ય પુત્ર અરવિંદને રાજ્ય સોંપ્યું અને વર્ષીદાન દઈને સંયમ લેવાની જાહેરાત કરી. તેમના ચારિત્રગ્રહણની વાતે અનેકને આશ્ચર્યચકિત કરી દીધાં તથા અનેક વિરક્ત પણ બન્યા. માગસર સુદ અગિયારસને દિવસે ભગવાન સહસ્રાઝ વેનમાં પધાર્યા. વિશાળ જનસમૂહ તથા અગણિત દેવગણની ઉપસ્થિતિમાં એક હજાર રાજાઓ સહિત તેમણે સંયમગ્રહણ કર્યો અને બીજા દિવસે રાજપુર નગરમાં અપરાજિત રાજાને ત્યાં છઠ્ઠની તપસ્યાનાં પરમાન્ત (ખીર) વડે પારણા કર્યા. પ્રભુના છદ્મસ્થકાળ વિશે અનેક મત પ્રવર્તે છે. કેટલેક ઠેકાણે દીક્ષા પછી ત્રણ વર્ષ છદ્મસ્થકાળનાં માનવામાં આવે છે અને કેટલેક ઠેકાણે માત્ર ત્રણ અહોરાત્રિ છબસ્થકાળની માનવામાં આવે છે. ભગવાનનો કેવલ-મહિમા દેવેન્દ્રોએ દૂર દૂર સુધી ફેલાવ્યો. પ્રથમ સમવસરણમાં જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થઈ ગયા હતા તથા પ્રથમ પ્રવચનમાં જ તીર્થસ્થાપના થઈ ગઈ હતી. અગાઉ ચક્રવર્તી હોવાને કારણે લોકોમાં તેમનો ભારે પ્રભાવ હતો. અતિશયયુક્ત સર્વજ્ઞતા થવાથી પ્રભુ સૌની આસ્થાનું કેન્દ્ર બની ગયા. નિર્વાણ અઘાતી કર્મોનો અંત નજીક જોઈને ભગવાને એકહજાર મુનિઓ સહિત સન્મેદશિખર પર અનશન કર્યું. શુક્લધ્યાનના ચોથા ચરણમાં પહોંચીને તેમણે યોગમાત્રનો નિરોધ કરી દીધો. શૈલેશી અવસ્થામાં અવશિષ્ટ સમસ્ત પ્રકૃતિઓનો ક્ષય કરીને સિદ્ધત્વને પ્રાપ્ત કરી લીધું. પ્રભુનો પરિવાર ૦ગણધર - ૩૩ ૦ કેવળજ્ઞાની - ૨૮૦૦ તીર્થકરચરિત્ર [ ૧૨૬
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy