SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ વિવાહ અને રાજ્ય કુંકુમારે જ્યારે યુવાની પ્રાપ્ત કરી ત્યારે રાજા સૂરસેને સુલક્ષણવતી અનેક રાજકન્યાઓ સાથે તેમનાં લગ્ન કર્યાં તથા આગ્રહપૂર્વક તેમનો રાજ્યાભિષેક કર્યો. રાજા સ્વયં નિવૃત્ત થઈને મુનિ બની ગયા. કુંથુનાથ પોતાના રાજ્યને વ્યવસ્થિત સંભાળી રહ્યા હતા. એક વખત આયુધ શાળાના સંરક્ષકે આવીને જાણ કરી કે આયુધ શાળામાં ચક્રરત્ન પ્રગટ થયું છે. કુંથુનાથ પરંપરાગત રીતે વિવિધ દેશ જીતવા માટે નીકળી પડ્યા. કોઈપણ પ્રકારના વિગ્રહ વગર મોટાભાગે દરેક સ્થળે તેમનું સ્વાગત થયું. સમગ્ર ભૂમંડળ ઉપર તેમનું એકછત્ર સામ્રાજ્ય સ્થપાયુ. નાના મોટા બત્રીસ હજાર દેશો ઉપર તેમનું શાસન હતું. રાજ્યમાં ક્યાંય પણ અવ્યવસ્થા નહોતી. સમગ્ર તંત્ર વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું હતું. દીક્ષા કર્મો સમાપ્ત ચક્રીપદનાં ભોગાવલી થતાં તેમણે પોતાના ઉત્તરાધિકારીને રાજ્ય સોંપ્યું. બાકીના સઘળાં રાજાઓને પોતાની અધીનતાથી મુક્ત કરી તેમની સાથે માત્ર મૈત્રી સંબંધ રાખ્યો. થોડાક સમય પછી વર્ષીદાન કરીને ચૈત્ર વદ પાંચમના દિવસે એક હજાર વિરક્ત વ્યક્તિઓ સાથે સંયમવ્રત સ્વીકાર્યું. દીક્ષાના દિવસે તેમને છઠ્ઠનું તપ હતું. તેમના અભિનિષ્ક્રમણની ચર્ચા સમગ્ર ભૂંમડળમાં વ્યાપી વળી. લોકો વિસ્મિત હતા તેમના ત્યાગ ઉ૫૨. બીજા દિવસે તેમણે નજીકના નગર ચક્રપુરના રાજા વ્યાઘસિંહને ત્યાં પ્રાસુક આહાર વડે પારણું કર્યું. દેવોએ પંચદ્રવ્ય પ્રગટ કર્યાં. લોકોને સંયતિ દાનનું મહત્ત્વ સમજાવ્યું. તેમની છદ્મસ્થ સાધના સોળ વર્ષ સુધી ચાલી. જિનલ્પી જેવી અવસ્થામાં તેઓ આટલાં વર્ષો સુધી ગામ ગામ વિચરતા રહ્યા. વિચરતાં વિચરતાં પુનઃ દીક્ષાભૂમિમાં પધાર્યા. ત્યાં તેમણે ભીલક નામના વૃક્ષ નીચે શુક્લધ્યાનના બીજા ચરણમાં ઘાતિક કર્મોનો ક્ષય કરીને સર્વજ્ઞતા પ્રાપ્ત કરી. દેવનિર્મિત સમવસરણમાં પ્રભુએ પ્રથમ દેશના આપી. તે સમયે અનેક લોકોએ આગાર અને અણગાર ધર્મની ઉપાસના સ્વીકારી. પ્રભુ ભાવથી તીર્થંકર બન્યા. નિર્વાણ લાખો-કરોડો લોકોને મોક્ષનો સાચો માર્ગ બતાવતાં અંતે સમ્મેદશિખર પર ચઢ્યા અને એક હજાર ચરમશરીરી મુનિઓ સહિત આજીવન અનશન ગ્રહણ કર્યું. ચૈત્ર વદ એકમના દિવસે સઘળાં કર્મોનો ક્ષય કરીને તેમણે ત્યાં તીર્થંકરચરિત્ર - ૧૨૨
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy