SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩s દેવોએ પ્રભુનો જ્વલ-મહોત્સવ ઉજવ્યો. સમવસરણની રચના કરી. દેવો તથા માણસોની અપાર ભીડમાં પ્રભુએ પ્રથમ પ્રવચન આપ્યું. પ્રવચનથી પ્રભાવિત થઈને અનેક લોકોએ આગાર તથા અણગાર ધર્મનો સ્વીકાર કર્યો. ભગવાનના પ્રથમ પુત્ર મહારાજ ચક્રાયુઘે પોતાના પુત્ર કુલચંદ્રને રાજ્યનો ભાર સોંપીને ભગવાન પાસે દીક્ષા લીધી અને તેઓ પ્રથમ ગણધર બન્યા. નિર્વાણ જીવનના અંત સમયે આયુષ્યને ક્ષીણ થતું જોઈને પ્રભુએ નવસો મુનિઓ સહિત અંતિમ અનશન કર્યું તથા એક માસના અનશનમાં સન્મેદશિખર પર ભવવિપાકી કર્મોનો ક્ષય કરી સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું. તેમના નિર્વાણોત્સવ પ્રસંગે અગણિત લોકો ઉપરાંત ચોસઠ ઈંદ્ર અને દેવગણ ઉત્સાહપૂર્વક જોડાયો હતો. પ્રભુનો પરિવાર ૦ગણધર ૦ કેવલજ્ઞાની - ૪૩૦૦ ૦ મનઃ પર્યવજ્ઞાની ૪૦૦૦ ૦અવધિજ્ઞાની ૩૦૦૦ ૦ વેક્રિય લબ્ધિઘારી - ૬૦૦૦ ૦ ચતુર્દશ પૂર્વી ૮૦૦ ૦ચર્ચાવાદી ૨૪૦૦ ૦ સાધુ - ૬૨,૦૦૦ ૦ સાધ્વી - ૬૧,૬૦૦ ૦ શ્રાવક - ૨,૯૦,૦૦૦ ૦શ્રાવિકા - ૩,૯૩,૦૦૦ એક ઝલક ૦ માતા - અચિરા પિતા - વિશ્વસેન ૦નગરી - હસ્તિનાપુર ૦વંશ - ઇફ્તાક ૦ ગોત્ર - કાશ્યપ ચિહ્ન - મૃગ તીર્થકરચરિત્ર [ ૧૧૮
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy