SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભકાળ સમાપ્ત થતાં ચૈત્ર વદ તેરસની મધ્યરાત્રે કોઈપણ પ્રકારની પીડા કે મુશ્કેલી વગર તેમનો જન્મ થયો. દેવતાઓ દ્વારા ઉત્સવ ઉજવાયા પછી રાજ સિંહસેને સમગ્ર રાજ્યમાં જન્મોત્સવની ઘોષણા કરી. કેદખાનાં ખાલી કરી દેવામાં આવ્યાં અને રાજ્યના ભંડારો ખુલ્લા કરી દેવામાં આવ્યા. જે કોઈ માંગવા માટે આવે તેને ઉદારતાપૂર્વક દાન દેવામાં આવ્યાં. દૂર દૂરથી લોકો ભગવાનનો જન્મોત્સવ નિહાળવા આવ્યા. વિવાહ અને રાજ્ય નામકરણના દિવસે રાજ્યના ખૂણે ખૂણેથી લોકો નવજાત રાજકુમારનાં દર્શનાર્થે આવ્યા રાજ સિંહસેને સૌને સંબોધિત કરતાં જણાવ્યું કે, “તેના ગર્ભકાળમાં અને ભારે મોટો વિજય પ્રાપ્ત કર્યો છે, સૈન્યબળમાં અમારા કરતાં સમર્થ રાજાઓ સાથે આ દરમ્યાન સંઘર્ષ ચાલતો હતો, પરંતુ અમારી સેનામાં અપૂર્વ શક્તિ જાગી ઊઠી. હું પણ જાણે અનંતબલી બની ગયો અને અમને સ્થાયી વિજય મળ્યો. તેથી બાળકનું નામ અનંતકુમાર રાખવું જોઈએ.' સૌએ બાળકનું નામ અનંતકુમાર પાડ્યું. રાજકુમાર અનંતની બાલ્યાવસ્થા મનોરંજનમાં વીતી. તેઓ પોતાની બાલસુલભ ક્રિડાઓ વડે ન કેવળ બાળસખાઓનું જ મનોરંજન કરતા, પરંતુ રાજમહેલને પણ પુલકિત કરી દેતા હતા. ધીમે ધીમે તેમણે તારુણ્યમાં પ્રવેશ કર્યો. તેમનામાં વિરક્તિનો ભાવ જાગ્યો, પરંતુ મહારાજા સિંહસેને આગ્રહપૂર્વક અનેક રાજકન્યાઓ સાથે તેમનાં લગ્ન કરી દીધાં. રાજાએ રાજ્યકાર્યમાં પણ પુત્રનો સહયોગ લેવાનું ઇછ્યું. આગ્રહપૂર્વક પુત્રનો રાજ્યાભિષેક કર્યો. વ્યવસ્થા-સંચાલનની સમસ્યાનો ઉકેલ સંતોષજનક આવી ગયો ત્યારે રાજા સિંહસેન ગૃહસ્થ જીવનથી નિવૃત્ત થઈને અણગાર ધર્મની સાધના કરવા લાગ્યા. અનંતકુમાર હવે રાજા અનંતનાથ બની ચૂક્યા હતા. લોકોનાં સુખસુવિધા વિષે તેઓ હમેશાં જાગ્રત રહેતા. તેમના શાસનકાળમાં સામાજિક તેમજ રાજનૈતિક વ્યવસ્થાઓ ધર્મનીતિ વડે નિયંત્રિત હતી. લોકોને એટલું બધું સુખ હતું કે લોકો પૂર્વવર્તી રાજાઓને વિસરી ચૂક્યા હતા. લોકો માટે અનંતનાથ જ સર્વસ્વ હતા. દીક્ષા ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થતાં ભગવાન અનંતનાથે પોતાના ઉત્તરાધિકારીને રાજ્ય સોંપીને વર્ષીદાન દીધું. નિર્ધારિત તિથિ ચૈત્ર વદ ચૌદસના દિવસે એક હજાર ભવ્ય પુરુષો સહિત તેઓ સહસ્રાષ્ટ્ર નામના ઉપવનમાં પધાર્યા. પચંમુષ્ટિ લોચ કર્યો. દેવો અને મનુષ્યોની અપાર ભીડમાં તીર્થરચરિત્ર [ ૧૦૪
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy