SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ કણ પુલકિત થઈ ઊઠ્યો. સમગ્ર રાજ્યમાં જન્મોત્સવ ઉજવવામાં આવ્યો. નામકરણના દિવસે પ્રીતિ ભોજનનું વિશાળ આયોજન કરવામાં આવ્યું. બાળકને આશીર્વાદ આપ્યા પછી તેના નામ અંગે ચર્ચા શરૂ થઈ. રાજા દઢરથે કહ્યું, “થોડાક મહિના પહેલાં મારા શરીરમાં દાહ-જ્વર ઉત્પન્ન થયો હતો. સમગ્ર શરીરમાં બળતરા હતી. ઔષધિનો કોઈ પ્રભાવ પડતો નહોતો. અનાયાસે રાણીના હાથનો સ્પર્શ મારા શરીરને થયો અને તરત શરીરમાં શીતળતાનો અનુભવ થયો. ત્યાર બાદ ક્રમશઃ બીમારી સમાપ્ત થતી ગઈ. તેથી બાળકનું નામ શીતલકુમાર રાખવું જોઈએ. સૌએ બાળકનું એ જ નામ પાડ્યું. અત્યંત લાડકોડથી તેનું લાલનપાલન થવા લાગ્યું. યુવાવસ્થામાં રાજ દઢરથે અનેક રાજકન્યાઓ સાથે શીતલકુમારનાં લગ્ન કર્યા. કાલાંતરે રાજાએ પુત્રનો રાજ્યાભિષેક કરી જિતેન્દ્રિય મુનિઓ પાસે શ્રમણત્વનો સ્વીકાર કર્યો. * * = ક SITES ભગવાન શીતલનાથે રાજા બનીને સૌને શીતલ બનાવી દીધાં. કોઈનામાં ઉત્તપ્તિ રહી નહિ. તેમના શાસનકાળમાં લોકોની ભૌતિક મનોકામના સારી રીતે પૂર્ણ થઈ. તેથી લોકોનાં હૃય તેમના પ્રત્યે અધિક આસ્થાવાન બની ગયાં. ભગવાન શ્રી શીતલનાથ [ ૮૭
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy