SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ અવંતિનું આધિપત્ય. અને નવમા મહાપદ્મ કે ધનનંદ કે ગમે તે નામવાળાનાં ૪૩ વર્ષ એમ નન્દનાં ૯૫ વર્ષ ગણવાં. બીજાથી આઠમા સુધીના નન્દનાં ૧૨ વર્ષમાં પ્રત્યેકને રાજત્વકાલ કેટકેટલે હતો એ કહેવું મુશ્કેલ છે, તે અ૫ જ હવે જોઈએ એટલું જ માત્ર કહી શકાય. ઉપર પ્રમાણે પુણેનો સમુચ્ચય નન્દકાલ ૧૦૦ વર્ષ, કેવી રીતે ૯૫ વર્ષ છે તેને ઘટાવ્યા છતાં પણ ત્યાં અસ્પષ્ટતા હોવાથી પ્રત્યેક નન્દને રાજત્વકાલ અનિશ્ચિત રહે છે. તેથી જ હું કહી ગયો છું કે, એ વાતમાં પુરાણથી કાંઈક ગુંચવાડે ઊભે થાય છે. હું આવી સ્થિતિ માં જ પ્રત્યેકના જ વકાલને લખી નાની વંશાવલીની નેંધ લઈશ. નન્દ પહેલા ૪૦ વર્ષ. મ. નિ. ૬૦–૧૦૦ (વિ. સં. પૂ. ૩૫૦–૩૧૦, ઇ. સ. પૂ. ૪૦૩-૩૬૭) આ રાજા નાપિત (જામ) અને ગણિકાથી ઉત્પન્ન થયે હતો અને ભાગ્યબળથી પાટલીપુત્રના સિંહાસને આવ્યો હતે એ વાતને ઈશારો હું કરી ગયેલ છું. પંચદિવ્યથી પ્રમાણિત મનાતાં પ્રધાનએ તેને પાટલીપુત્રના સિંહાસને બેસાડો, પણ સામંતોએ તેને પ્રમાણિત ન માને ત્યારે તેણે પોતાની પુણ્યશક્તિને પરિચય કરાવ્યું. તેણે કલ્પક (૭૧) શ્રી હેમચન્દ્રસૂરિજીનું આ સ્પષ્ટ કથન છે. પ્રથમ નજને “મહાપદ્મ ' નામથી લખતાં મસ્યાદિ પુરાણો તેને શાથી ઉત્પન્ન થયેલો માને છે. દંતકથાઓના આધારે લખાયેલાં કથન પર આધાર રાખી મી. સ્મીથ “ અર્લિ હિસ્ટરી ઓફ ઇન્ડિયા' “હિંદુસ્તાનને પ્રાચીન ઇતિહાસ ' એ નામના પુસ્તકમાં આવી રીતે લખે છે: તે સમયે (અલેક્ઝાન્ડર જ્યારે પંજાબમાં હતો ત્યારે) રાજ્ય કરતો રાજા તેની દુષ્ટતા તથા હલકી ઉત્પત્તિને લઈ લેકમાં બહુ અપ્રિય થઈ પડયો હતો. એમ કહેવાય છે કે તે એક હજામને પુત્ર હતો. એની પહેલાંના કાયદેસર રાજાની રાણીને તે હજામ યાર હતો. તેણે તે રાજાને વધ કરવાની વ્યવસ્થા કરી અને તેના પુત્રોના પાલક હેવાના બહાના નીચે તેમને પિતાની સત્તાની નીચે તેણે આપ્યા; અને આખા રાજકટુંબને ઉછેદ કર્યો. તેમના ઉછેર પછી તેને એક પુત્ર થયે, અલેઝાન્ડરની ચઢાઈ વખતે એ પુત્ર રાજય કરતો હતો. પોતાની જાત કરતાં તે તેના પિતાની જાતને વધારે લાયક હતો અને તેથી પ્રજાના તિરસ્કાર અને ધિકકારને પાત્ર તે બની રહયે હતે. હિંદુસ્તાનને પ્રાચીન ઈતિહાસ-પૂવૉધ (ગુ.વિ.સ.) પૃ. ૫૬. દંતકથાઓથી રૂપાન્તર પામેલી હકીકતને સંશોધકો રજુ કરી રહ્યા છે. પણ મને લાગે છે કે મૂળ હકીકત શ્રી હેમચન્દ્રસૂરિજી આદિ જૈન લેખકે જણાવે છે તેવી જ હેવી જોઈએ. કોઈ ગણિકાને હજામ યાર હશે અને તેને તે ગણિકાથી પુત્ર થયે હશે. નન્દિવર્ધન રાજાએ આ ગણિકાને પોતાની રાણી બનાવી હશે. નાપિત-ગણિકાને એ પુત્ર પુણ્યબળે પાટલીપુત્રની ગાદી ઉપર આવ્યો હતા. એ વાત ખરી છે કે આ સમયે પાટલીપુત્રના રાજા ઉદાયીનું ખૂન થયું હતું, પરંતુ તે ખૂનને કરનાર આ નાપિતપુત્ર નહિ પણ કઈ અન્ય જ હતો. દંતકથાઓએ રાજાના ખૂનને બદલે રાજાને અને રાજકુટુંબનો ઉચ્છેદ કરવાની વાત બનાવી કાઢી નાપિતપુત્ર નંદને નિંદવાને માગ પકડયો. તેની
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy