SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ અતિ બધિત્વ જનસાહિત્ય સ્પષ્ટ ઉલેખ થી, તે કવચિત ઉપલક્ષણથી ઉદાયી રાજાને રાજ્યાંત મ. નિ. દર વર્ષે જણાવે છે, પણ તે તેના રાજ્યારંભના સમયને જણાવતું નથી, અને તેથી ઉદાયીન રાજવકાલને નક્કી કરવાનું મુશ્કેલ બને છે. “મ. નિ. ૩૧ વર્ષે પાટલીપુત્ર વસાવી ત્યાંથી આ રાજાએ શાસન કરવા માંડયું” એ ઉલલેખ કરતી હિમવંત થેરાવલી જ ફકત આ મુશ્કેલીને દૂર કરે છે, થેરાવલના ઉલ્લેખથી અને જનસાહિત્યમાં નેંધેલા ઉદાયીના રાજ્યતથી સિદ્ધ થાય છે કે, મ. નિ. ૩૧ થી ૬૦ સુધી (વિ. સં. ૫ ૪૭૯ થી ૪૫૦, ઈ સ. પૂ. ૪૩૬ થી ૪૦૭ સુધી) ૨૯ વર્ષ ઉદાયીને રાજત્વકાલ હતો. ( પુરાણે ઉદાયી (ઉદાસી) ને રાજત્વકાલ, હિમવત થેરાવલીથી સિદ્ધ થતાં ર૯ વર્ષ કરતાં ૪ વર્ષ વધારે, ૩૩ વર્ષ લખે છે. હિમવંત રાવલી મ. નિ. ૩૧ વર્ષે પાટલીપુત્ર વસાવ્યાની વાત કરે છે. “કરવા માંડયું તે કર્યું” એ જન સિદ્ધાંત પ્રમાણે પણ અન્ય અપેક્ષાએ પાટલીપુત્ર વસાવ્યાની શરૂઆત કરી, એ એને અર્થ થાય છે. પુરાણ કહે છે તેમ, ૪ વર્ષે એટલે મ નિ. ૩૫ વર્ષે એ કાર્ય પુરૂં થયું હશે. ઉપરોક્ત અભિપ્રાયથી ભિન્ન પડતાં પુરાણ, ઉદાયીએ રાજ્ય પર આવ્યા પછી ૪ વર્ષે પાટલીપુત્ર વસાવ્યું એટલે વસાવવાની શરૂઆત કરી, એવી માન્યતાથી પાટલીપુત્ર વસાવવાની શરૂઆત પહેલાંનાં ૪ વર્ષ ઉદાયીના રાજત્વકાલમાં વધારી ૨૯ ના બદલે ૩૩ વર્ષ એ રાજાના રાજવકાલનાં જણાવતાં લાગે છે. આ એક વિકલ્પ છે. પરંતું વધારે સંભવ તરીકે બીજો વિકલ્પ એ છે કે, પુરાણોએ કેણિકના રાજત્વકાલનાં છેલ્લાં ૪ વર્ષ કેણિકમાં કાયમ રાખી ઉદાયીમાં નાખી દીધાં છે એટલે એ ૪ વર્ષ બેવડાઈ ગયાં છે. કેણિકે સામ્રાજય વધાવાની લાલસાએ-જેનગ્રંથના કહેવા પ્રમાણે ચક્રવર્તિત્વ થવાની લાલસાએ તેણે એક લાંબી યુદ્ધયાત્રા આરંભી હતી, કે જે યુદ્ધયાત્રામાં અંતે તેનું મૃત્યુ થયું હતું. સંભવ છે કે આ યુદ્ધયાત્રા મ. નિ. ૨૭ વર્ષે આરંભાઈ હોય અને તે વખતે તેણે સામ્રાજ્યનું સૂત્ર પિતાના લાયક પુત્ર ઉદાયીના હાથમાં મુક્યું હોય. પુરાણેએ, પોતાની ખાસીયત પ્રમાણે, એ પછી કેણિક જીવ્યો ત્યાં સુધીનાં ૪ વર્ષ હાથીના માથે ચઢાવી દીધાં લાગે છે, એટલું જ નહિ પરંતુ કેણિકને ૩૭ વર્ષ રાજત્વકાલ લખનારાં પુરાણાએ એ ૪ વર્ષ કેણિકના માથે પણ કાયમ રાખ્યાં છે. જેનસાહિત્ય કણિકના મૃત્યુ બાદ જ ઉદાયીને. જ્યારંભ ગણી એ ૪ વર્ષને કેણિકના ફળે નાખે છે. આમ પુરાણેની અને જૈનગ્રંથની માન્યતા પ્રમાણે ઉદાયીનો રાજવંકાલ ર૯ વર્ષ કરતાં ઓછો નથી જ. છતાં બૌદ્ધગ્રંથ એ પરમ ધાર્મિક રાજાને શિરે પિતૃઘાતકપણાનો આરોપ મુક્તાં ન અચકાઈ, તેને રાજત્વકાલ ફક્ત ૧૬ વર્ષને જ જણાવે છે. 8. ઉદાયી અને તેને પછી આવનારા નન્દા સંપૂર્ણતયા નવની અસર તળે આવેલા હેઈ, તેમના વિષે બહુ પરિચિત નહિ એવાં પુરાણ અને અવગણનાની દ્રષ્ટિથી જોતા બોદ્ધ પાટલીપુત્રના સિંહાસને કોઈ પેટાશાખાના રાજાઓને ઘુસાડી દઈ અમુક અંશે
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy