SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ અવંતિનું આધિપત્ય તિષેણ અને મણિપ્રભની નેંધ લે છે. એમને પ્રત્યેકને રાજત્વકાલ અને એમના વંશની સમાપ્તિનાં કારણે તથા તેને સમય એ વિષે આ સાહિત્યમાંથી કાંઈ પણ મળતું નથી. પરંતુ પુરાણે પાલક અને તેની પછીના રાજાઓની નેંધ લેવા ઉપરાંત તેમના રાજત્વકાલની અને પાલવંશના રાજ્યત ની પણ સેંધ લે છે. જો કે પાલક પછીના રાજાઓનાં નામમાં અને તેમનાં રાજત્વકાલના વર્ષોમાં પુરાણેની અંદર-પરસ્પર તથા પાઠ ભેદને લઈ પ્રત્યેક પુરાણમાં પણ અવ્યવસ્થા જોવામાં આવે છે, છતાં તેની અમુકાશે ઉપગિતા મટતી નથી. સંકલન કરનાર તેમાંથી ય કેટલુંક સત્ય તારવી જૈન સાહિત્યના ઉલ્લેખ સમર્થન કરી શકે એમ છે. જેન કાલગણના મહાવીરનિર્વાણ સમકાલીન પાલકના રાજ્યાભિષેકથી શરૂ થાય છે, જ્યારે પુરાણે પાલકના પિતા પ્રદ્યોતથી આ વંશની શરૂઆત કરી પાલકને પ્રદ્યોતવંશી કહે છે અવન્તિના વતિeત્ર વંશના છેલ્લા રાજા રિપંજયને મારી તેના મંત્રી પુલિકે (સુનિક, મુનિક, પુનક નામ પણ એ રાજાનું પાઠભેદથી કે અન્ય પુરાણથી મળી આવે છે.) પિતાના બાલક પુત્ર પ્રદ્યોતને અવન્તિની–ઉજજયિનીની ગાદી પર બેસાડે, એમ મજ્યાદિ પુરા કહે છે.• પિતાના સ્વામીને મારી નાખવાના કૃતદની કૃત્યથી પ્રદ્યોત અને તેના અનુગામીઓને અવગણનાની દષ્ટિએ જોતાં કેઈક સ્થળે તેમને “ૌન” તરીકે પણ ઓળખાવ્યા છે. આ પ્રોતવંશને રાજત્વકાલ પુરાણોમાં ભિન્ન ભિન્ન રીતે સેંધાયું છે. મસ્યપુરાણુ આખા પ્રતવંશનો રાજત્વકાલ ૧૫૨ વર્ષ લખે છે, પરંતુ તેમાં આપેલી સાલવારીથી તે ૧૩૮ વર્ષ થાય છે. જેમકે -પુલિકપુત્ર (વાયુપુરાણને પ્રોત) ૨૩ વર્ષ પાલક ૨૪ વર્ષ, વિશાખયૂ૫ ૫૦ વર્ષ, સૂર્યક (વાયુપુરાણને અજક) ૨૧ વર્ષ અને નન્ટિવર્ધન ૨૦ વર્ષ, અર્થાત; આ સાલવારીને સરવાળે ૨૩+૨૪+૫૦+૨૧+૨૦=૧૩૮ થાય છે. એક લેખક મત્સ્ય પુરાણના જ આધારે ૧૫૫ વર્ષ અને બીજા પુરાણેના આધારે ૧૨૫ વર્ષ લાગે છે. જ્યારે બીજો લેખક પુરાણના જ આધાર-પ્રદ્યોત ૧૫ વર્ષ, પાલક (१०) बृहद्रथेष्वतीतेषु, वीतिहोनेष्ववन्तिषु ॥ पुलिकः स्वामिनं हत्वा, स्वपुत्रर्माभपेक्ष्यति ॥ मिषतां क्षत्रियाणां च, बालकः पुलिकोद्भवः। स वै प्रणतसामन्तो, भविष्यो नयवर्जितः॥ રોહિંસક રાજા, વિતા વ નોરમા તુર્વિવારના રસના, ૪ માતા તતઃ | विशाखयूपो भविता, नृपःपंचाशती समाः। एकविंशत्समा राजा, सूर्यकस्तु भविष्यति ॥ भविष्यति समा विंशत्, तत्सुतो नंदिवर्धनः । द्विपंचाशत ततो भुक्त्वा, प्रणष्टाः iા છે : . (મારા પુ°). + सुनिकः स्वामिनं हत्वा पुत्रं समभिषेक्ष्यति । मिषतां क्षत्रियाणां हि, प्रद्योतः सुनिको ઉo || (વણુ પુરુ) * પાર્વિરાત્રિમાં રાઇ, અગારા અવિષ્યતિ (વાયુ go ). * अष्टात्रिंशच्छतं भाव्याः, प्रद्योताः पंच ते सुताः । (पाठान्तरम् संभवतः) (૧૧) જ. આ. બી. પી. સ. પુ. ૧ પૃ. ૧૦૮ (પ્રાચીન ભારતવર્ષ) (૧૨) હિં. હી. ૫૦ ૪૯૪ થી ૪૫ (પ્રાચીન ભારતવર્ષ)
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy