SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય પ્રતાપી અને સાહિત્યપષક હેઈ ઘણો જ પ્રસિદ્ધિને પામે છે. એને જન્મથી જ રાજ્ય મળ્યું હતું અને તેની તરફથી તેની મા રાજવહીવટ કરતી હતી, પરંતુ એકાદ વર્ષ વીતે ન વીતે એટલામાં, તેના રાજ્ય ભિષેક પૂર્વે જ, તેનું રાજ્ય નં. ૯) અરિટે પિતાના હાથમાં લીધું યા તે તેના રાજ્યને વહીવટ સંભાળી લીધે. [અરિષ્ટ જે રાજ્યને વહીવટદાર પ્રતિનિધિ જ હોય છે, તેને વહીવટનાં ૨૫ વર્ષ હાલનાં રાજ્યવર્ષ માં ઉમેરતાં હાલનું રાજ્ય ૯૭ વર્ષ ચાલ્યું હતું એમ કહી શકાય. મેરૂતુંગાચાર્યની વિચારશ્રેણીમાં એક ગાથા આવી રીતે છે – " तो सत्तनबइ ९७ वासा, पालेहि विक्कमो रज्जं । અનિત્તનેજ રો વિ દુ. વિદ્યા સંકદર નિયં ૨'' (તે વાર પછી ૯૭ વર્ષ વિક્રમે રાજ્ય ભોગવ્યું. પૃથ્વીને અનુણ કરવાથી તેણે પણ પિતાને સંવત્સર પ્રવર્તાવ્ય.) આ ગાથામાં “a” (પણ) શબ્દ પ્રયોગ હોવાથી સમજાય છે કે પહેલાં કોઈ વિક્રમે અનુણપણાથી સંવત્સર પ્રવર્તાવ્યો હતો તેનાથી, વિકમ નામે લખાયલે આ રાજા જુદે છે અને તે પુરાણોને હાલ તથા બૃહત્કથાને વિકમાદિત્ય-વિષમશીલ છે. હાલનું રાજ્ય ૯૭ વર્ષ ચાલ્યાનું ઉપર મેં જણાવ્યું છે તેનું વિચારશ્રેણીની ઉપરેડક્ત ગાથાથી પણ સમથન થાય છે, પરંતુ પુરાણેને અનુસરતાં મેં મારી ને ધમાં તેને ઉપગ કર્યો નથી.] અરિષ્ટ બરાબર ૨૫ વર્ષ રાજય કર્યું. તેના મૃત્યુ પછી હાલને બેન્નાકટકમાં રાજ્યાભિષેક થયો અને તે ત્યાં રહીને જ પોતાના તાબાના દક્ષિણાપથનું રાજ્ય કરતા હત; પરંતુ વિક્રમાદિત્યે પ્રતિષ્ઠાન પર હલે કર્યો અને નાગરાજને પુત્ર શુદ્રક, કે જે હજુ બાલ્યવયમાં હતો, તેણે તેને હરાવી ભગાડી મુક્યો હતો, ત્યારે મહારાષ્ટ્રનું અવન્તિથી રક્ષણ કરવા અને પોતાની અનેક મહત્ત્વાકાંક્ષાને પૂરવા એ રાજાએ હાલમાં એક ગામડું બની ગયું હતું તે પ્રતિષ્ઠાનને પિતાનું રાજનગર બનાવ્યું. જેનગ્રન્થના કથન મુજબ, શાલિવાહને પ્રતિષ્ઠાનથી ભરૂચ પર બાર વર્ષ સુધી હલાઓ ર્યા હતા. એમાંને છેલ્લો હલે વિકમદિત્યના મૃત્યુની લગભગ પૂર્વે થયે હતા એ હિસાબે મ. નિ. ૪૫૮-ઈ. સ. પૂ. ૯માં એ રાજા પ્રતિષ્ઠાનમાં રહી રાજ્ય કરતો હતે એમ સાબીત થાય છે. સંભવ છે કે આ સમયથી પૂર્વે એક બે વર્ષમાં તેણે પ્રતિષ્ઠાનને રાજનગર બનાવ્યું હશે. અહિં રહેતાં તેને તેના જીવનમાં રાજકીય અને અન્યાન્ય બાબતમાં મહત્ત્વને ભાગ ભજવનાર શુદ્રકને સહકાર મળ્યો હતો. એ સડકારથી તેણે ભારતના મોટા ભાગનું સ્વામિત્વ મેળવ્યું હતું, સિવાય કે વિક્રમચરિત્રની સાથે કરાયેલી સંધિ મુજબ તે અવતિની સાથે મિત્રતાથી રહ્યો હતે. આ રાજાના સંબંધમાં કેટલાંક સૂચન પૂર્વે પ્રસંગે પાત થઈ જ ચુક્યાં છે. સાહિત્યમાં એના વિષે ઉલટસુલટ અને વિવાદાસ્પદ ઘણું ય લખાયેલું મળી આવે છે. વિરતારના ભયે તેની અહિં ચર્ચા કરવી અશક્ય છે.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy