SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ અવંતિનું આધિપત્ય દામપુત્ર રુદ્રદામ” એવા અક્ષરો ઉકેલ્યા છે. આ પરથી તેઓ અનુમાન કરે છે કે, શક ચષ્ટનને કુશનવંશ સાથે રાજકીય સંબંધ હશે અને તે શરૂઆતમાં કરછમાં “સત્રપ'સૂબેદાર હશે, પરંતુ પાછળથી તેણે સૌરાષ્ટ્ર વિગેરે દેશો સાતકણિઓ પાસેથી જીતી લઈ મહાસત્ર પ’ બની ગિરિનગર (જૂનાગઢ)માંથી રાજય કરવા માંડયું હશે અને અંતે અવન્તિ પણ જીતી લીધું હશે. વળી તેઓ એવા પણ અનુમાન પર આવે છે કે, ચષ્ટનના હાથમાં શેડો સમય અવન્તિ રહ્યા બાદ ગૌતમીપુત્ર સાતકણિએ તેને અથવા તેના પુત્ર જયદામાને હરાવી તેમના બધા ય પ્રદેશો ખેંચાવી લીધા હતા. ફક્ત, ચષ્ટનના પૌત્ર રુદ્રદામાની પુત્રી પિતાના પુત્ર વાશિષ્ઠીપુત્ર ચત્રપણ પુમાવીના માટે લીધા બાદ તેણે તેમને મૂળ પ્રદેશ કચ્છ જ તેમના હાથમાં રહેવા દીધો હતો. ચષ્ટનના રાજ્યના પર મા વર્ષમાં આવી સ્થિતિ હતી. આ પછી રુદ્રદામાએ પિતાના પરાક્રમથી તેના પ્રપિતા કે પિતાએ ગુમાવેલા સર્વ પ્રદેશો સાતકર્ણિ-પુમાવીને (ચત્રપણને) બે વાર યુદ્ધમાં હરાવી પાછા મેળવ્યા હતા અને તે અવનિને સમ્રાટું બન્યું હતું. - ઉપરોક્ત અનુમાન પ્રામાણિક હેવા સંબંધી સંશોધકને આગ્રહ હોય તે કહી શકાય કે, ચપ્ટન અવન્તિને સવામી બન્યા હતા, પરંતુ અવન્તિ પરના આધ આધિપત્યમળે તે સમય થોડો જ હોવાથી જૈનગ્રન્થકારોએ તેનો ઉલ્લેખ ન કરતાં, રુદ્રદામાએ જે ચિરસ્થાયી અવન્તિનું આધિપત્ય મેળવ્યું તેને જ “મનિ. ૬૦૫ (ઈ.સ. ૧૩૮) વર્ષે શકરાજા ઉત્પન્ન થયે' આવી રીતે ઉલ્લેખ કર્યો છે. અત્પાઉના અને જૂનાગઢના લેખમાં અનુક્રમે પર અને ૭૨ ને અંક છે તે તથા અન્યાન્ય શકરાજાઓના સિક્કાઓમાં જે અંકે લખાય છે તે સર્વ શકસંવતના છે, પરંતુ તેમાં “શક’ શબ્દનો ઉલ્લેખ ન હોવાથી તેની શરૂઆતના સંબંધમાં મતમતાન્તર પ્રવર્તતા હેઈ વિવિધ કલ્પનાઓ કરવામાં આવે છે. મારી સમજ છે કે, . સ. ૭૮ વર્ષે ચડ્ઝનનું કચ્છમાં રાજ્ય શરૂ થયું ત્યારથી અથવા તેથી પૂર્વે ત્યાં તેનું રાજ્ય શરૂ થયું હોય તે, ચક્ટને ઈ. સ. ૭૮ વર્ષે સૌરાષ્ટ્રને જીતી મહાસત્ર૫ પદ ધારણ કરી ગિરિનગરમાં રાજ્ય કરવા માંડયું ત્યારથી ઉપરોક્ત અંકેની ગણના કરાયેલી છે. ઉપર જે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે તેમાંની ઘણીખરી અવન્તિ પરના આશ્વવંશના આધિપત્યને લગતી હોઈ અહિં અપ્રસ્તુત જેવી છે, તે પણ તે શક રુદ્રદામા અને તેણે હરાવેલા પુલોમાવીના સમયને વધારે ચેકસ કરવામાં ઉપયોગી, અને એ ચેકકસ સમયથી ગુમાવીને સમય વહેલો આવી પડતાં તે આપત્તિને ટાળવા હાલને રજત્વકાલ ૫ વર્ષના કરતાં વધારે હતું, એવું મારું કથન કેવી રીતે પ્રામાણિક છે એ સમજવા માટે મહત્વની હેઈ, અપ્રસ્તુત નથી. હવે આપણે ૭૨ વર્ષ લાંબા રાજત્વકાલવાળા હાલના સંબંધમાં કાંઈક લખીએ. (નં૦૧૦) હાલ (શાલિવાહન- સાતવાહન) એ, આધ્રરાજાઓમાં સૌથી વધારે શૂર,
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy