SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ અવંતિનું આધિપત્ય પાદલિપ્ત હતા અને, જે વિદ્યાધરવંશમાં કાલકસૂરિ થયા હતા, તે વિદ્યાધર ગછના નાગહસ્તિ હતા. જાકુટી (જાવડ?) શ્રાવકે વિ. સં. ૧૫૦ એટલે આ લેખની ગણતરીએ મ. નિ. ૫૬૦ વર્ષે ગિરનાર પર્વત પરના શ્રીનેમિનાથના મન્દિરનો ઉદ્ધાર કરાવતાં (કરાવતાં કે કર્યા પછી?) ત્યાં વરસાદને લઈ પડી ગયેલા મઠ (?)માંની પ્રશસ્તિના . આધારે પાદલિપ્ત અને વૃદ્ધવાદીને વિદ્યાધરવંશીય લખવાની વાત પણ એ ચરિતમાં કરવામાં આવી છે. • પ્રભાવશ્ચરિતમાંનાં ઉપરોક્ત સર્વ કથનને એવો અર્થ કરવામાં આવે છે કે વૃદ્ધવાદીના ગુરુ અને સિદ્ધસેનના પ્રગુરુ દિલાચાર્ય વિદ્યાધર આમ્નાયના અને પાદલિ. સંકુલના હતા તેથી તેઓ બ્રહ્મઢીપિક આર્યસિંહસૂરિના શિષ્ય અને માથુરી વાચનાના પ્રદાતા શ્રીસ્કંદિલાચાર્યું હોઈ શકે કે જેઓ મહાવીરની નવમી સદીમાં વિદ્યમાન હતા. નાગહસ્તિ અને તેમના ગુરુભ્રાતા સંગમસિંહસૂરિના શિષ્ય પાદલિપ્ત, એમને સમય પટ્ટાવલીઓ પ્રમાણે મ. નિ. ની સાતમી સદી હોવાથી પાદલિપ્તકુલના ઔદિલાચાર્યનું અને તેમના શિષ્ય વૃદ્ધવાદી તથા પ્રશિષ્ય સિદ્ધસેનનું અસ્તિત્વ તેમનાથી–નાગહસ્તિ અને પાદલિપ્તથી પૂર્વે કોઈ પણ રીતે ઘટી શકે નહિ, તે પછી કહેવામાં આવે છે તેમ, મહાવીરની પાંચમી સદીમાં એટલે કે વિકમની પહેલી સદીમાં એ સ્કંદિલાચાર્યાદિનું અસ્તિત્વ સંભવે જ શી રીતે ? વળી નાગહસ્તિ પછી થયેલા પાદલિપ્તને વિદ્યાધરવંશના કે વિદ્યાધર ગચ્છના અને વૃદ્ધવાદીને વિદ્યાધરવંશના કહેવામાં આવે છે. આ વિદ્યાધરવંશ કે વિદ્યાધર ગચ્છને સંભવ શ્રીવાસેનના શિષ્ય વિદ્યાર પછીથી હોય; પરંતુ મ. નિ. ની છઠ્ઠી સાતમી સદીમાં થયેલા વજસેન અને વિદ્યાધરથી પહેલાં હેય નહિ, અને એ રીતે વિદ્યાધરવંશ કે વિદ્યાધર ગરછ શ્રીવાસન પછીથી ઉત્પન્ન થયેલ હતાં વિદ્યાધરવંશના કે વિદ્યાધરગછ ના પાદલિપ્ત કે વૃદ્ધવાદી પણ વજસેન પછીથી જ થયેલા આચાર્યો હોઈ શકે, નહિ કે તેમની પૂર્વે મ. નિ. ની પાંચમી સદીના. અર્થાત; મ.નિ. ની છઠ્ઠી સાતમી સદીમાં ઉત્પન્ન વિદ્યાધરવંશ કે વિદ્યાધરગચ્છના શ્રી વૃદ્ધવાદીના શિષ્ય શ્રી સિદ્ધસેન દિવાકર છે. તેઓ મ. નિ. ની પાંચમી સદીના-વિક્રમની પહેલી સદીના આચાર્ય નહિ, પરંતુ વજન કે વિદ્યાધર અને આર્ય નાગહસ્તિ કે પાદલિપ્તની પછી થયેલા હેઈ મ. નિ. ની દશમી સદીના-વિક્રમની પાંચમી સદીના આચાર્યું છે, અને તેથી સિદ્ધસેનના સમયને વિક્રમાદિત્ય એ વિક્રમાદિત્ય ઉપાધિને ધારક ગુપ્તવંશીય ચન્દ્રગુપ્ત બીજો છે, કે જે ચા. સં. ની ગણના મુજબ મ. નિ. ૯૦૧ (૧) કે ૯૦૬ (૭)–વિ. સં. ૪૩૧ (૨) કે ૪૩૬ (૭) માં રાજ્ય પર આવ્યું હતું. (આ લેખની ગણના મુજબ એ સમય મ.નિ. ૮૪૧ (૨) કે ૮૪૬ (૭) આવે છે.) પ્રભાવકચરિતના ઉલ્લેખ પરથી કરાતા ઉપરોક્ત અર્થથી ભિન્ન અર્થ પણ નિકાળી શકાય તેમ છે, કે જેથી સિદ્ધસેન અને તેમના ગુરુ વૃદ્ધવાદીનું અસ્તિત્વ મ. નિ. ની પાંચમી સદીમાં સાબીત કરી શકાય, તે આવી રીતે –
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy