SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ અવતિનું આધિપત્ય ૨૩૧ હલે કરનાર કેણ હતું એને ચોક્કસ નિર્ણય ન થાય ત્યાં સુધી, ન થઈ શકે તેમ નથી) તેઓ (શ્રીસિદ્ધસેનસૂરિ) પિતાના જીવનનાં છેલ્લાં વર્ષોમાં દક્ષિણાપથમાં વિચર્યા હતા અને ત્યાં પ્રતિષ્ઠાનપુરમાં અનશન પૂર્વક તેમને સ્વર્ગવાસ થયે હતું. આ વખતે • તેમનાં બહેન સાથ્વી સિદ્ધ શ્રી ઉજજયિનીમાં હતાં, તેમને સિદ્ધસેનના સ્વર્ગસ્થ થયાના સમાચાર મળતાં તેઓ પણ અનશન કરીને સ્વર્ગસ્થ થયાં.” | (આ ઉલ્લેખ પ્રભાવકચરિતમાં શ્રી પ્રભાચન્દ્રસૂરિજીએ કર્યો છે.) “શ્રીસિદ્ધસેન આચાર્યનું રચેલું શાસ્ત્ર “સમ્મતિ' એ દર્શન પ્રભાવક શાસ્ત્ર ૨૭૦ છે.” ( નિશીથચૂર્ણિકારના ઉપરોક્ત કથનથી સ્પષ્ટ સમજાય છે કે, જેનશાસનના દર્શન પ્રભાવક પ્રાચીન મહાન આચાર્યોમાંના એક શ્રીસિદ્ધસેનસૂરિ પણ હતા.) ઉપર અનવર્ટેડ કોમામાં સેંધેલા ભાવાર્થરૂપ ઉલ્લેખે અને કૌંસમાં કરેલાં ચર્ચાત્મક સૂચને, એ સર્વ શ્રીસિદ્ધસેન દિવાકરના અંગે જ છે અને તે આજથી ૨૦૦ વર્ષ પૂર્વે થયેલા સંવત પ્રવર્તક શકારિ વિક્રમાદિત્યના સમયમાં બનેલી ઘટનાઓને લગતાં જ છે; પરંતુ કેટલાંક વર્ષોથી શ્રી સિદ્ધસેન દિવાકરની વિદ્યમાનતાના સમય અંગે ઊહાપોહ કરનારા લેખકેમાંથી કઈ કઈ શ્રીસિદ્ધસેન દિવાકરને તથા તેમના સંબંધમાં સેંધાયેલી બધી ય ઘટનાએને અને વળી, જેને પ્રવર્તાવેલ સંવત આજકાલ ૨૦૦૪ ના અંકથી લખાઈ રહી છે, તે ખુર્દ વિક્રમાદિત્યને પણ મ. નિ. ની પાંચમી સદીમાંથી ખોટી કલ્પનાઓના બળે ઉપાડી લઈ ઠેઠ મ. નિ. ની દશમી સદીમાં નાખી દે છે. એમનો વિક્રમાદિત્ય, ચાન્સની ગણના મુજબ, વિ. સં. ૪૩ર કે ૪૩૭–ઈ. સ. ૩૭૫ કે ૩૮૦ વર્ષે ગુણોના રાજ્ય પર આવેલે અને પછી કેટલાંક વર્ષે અવન્તિ પર આધિપત્ય જમાવતે ચન્દ્રગુપ્ત બીજો બની જાય છે, જયારે એમના સિદ્ધસેન દિવાકર, વિ. સં. ૩૫૩ કે ૩૫૬-ઈ. સ. ૨૯૬ કે ૨૯૯ વર્ષે યુગપ્રધાન પદે આવેલા માથરી વાચનાના પ્રદાતા શ્રીન્કંદિલાચાર્યના પ્રશિષ્ય અને વૃદ્ધવા દીના શિષ્ય મનાતા કેઈ સિદ્ધસેન બની જાય છે, કે જે વૃદ્ધવાદી અને તેમના શિષ્ય સિદ્ધસેન દિવાકરનું શ્રી&દિલાચાર્યને શિષ્ય અને પ્રશિષ્ય તરીકે અસ્તિત્વ જ નથી. એ કોઈ કોઈ લેખકની ઉપરોક્ત માન્યતાની પાછળ પ્રભાવક ચરિતમાંના કેઈ કઈ ઉલેખે પણ કામમાં લાગેલા છે, લગાડેલા છે. તે બરાબર છે કે નહિ તેને હવે વિચાર કરીએ. પ્રભાવચરિતમાં, સિદ્ધસેનસૂરિના ગુરુ વૃદ્ધવાદી અને વૃદ્ધવાદીને ગુરૂ કંદિલાચાર્ય વિદ્યાધર આમ્નાયના અને પાદલિપ્ત કુલના હતા એમ ઉલ્લેખ કરાય છે. આ ઉપરાંત ત્યાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આર્યનાગહસ્તિના ગુરુભાઈ સંગમસિંહસૂરિના શિષ્ય __(२७०) “दसणगाहा देसणणाणप्पभावगाणि सत्याणि सिद्धिविणिच्छय-संमतिमादि તો " – નિશીષચૂર્ણ "दसणणाणेत्ति । अस्य व्याख्या-सुत्सत्यगत तुगाथा । ईसणप्पभावगाण सस्थाण सम्मदियादि सुतणाणेय" –નિશીથચૂર્ણિ.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy