SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. છે કે, “ચતુર્મુખ નામના રાજાએ સાધુઓની પાસે ભીક્ષાને પછાશ માગતાં સાધુઓએ તે ન આવે એટલે તેણે સાધુઓને ગવાટકમાં પુરી રાખ્યા. આ વખતે સાધુઓએ કાર્યોત્સર્ગ કર્યો. આ આરાધનને શકે અવધિજ્ઞાનના ઉપયોગથી જાણતાં દક્ષિણલકાધિપતિ એ ત્રિશોના-દેના માલિક રાજાએ ૮૬ વર્ષની વયવાળા ચતુર્મુખ નાશ કર્યો ને તેના પુત્ર દત્તને તેના સ્થાને બેસાડો ૨૨૧ ચતુર્મુખને નાશ કરનારની જે સ્થિતિ અહિં વર્ણવાઈ છે તે ખારવેલના માટે બંધબેસતી કરવા જતાં 4 દિને ઈન્કાર કરવા જેવી આપત્તિ આવી પડે છે. સાધનના અભાવે સત્ય શોધવામાં નિષ્ફળતા મળે ત્યારે શાસ્ત્રીય સિદ્ધ મૌલિક હકીકતને ફાવતા રૂપકમાં ઘટાવી દેવી એ બહુ જ અનુચિત છે. ખરી વાત એ છે કે, મતભેદોથી ગુંચવાયલી અને જોઈએ તેવી રીતે સ્પષ્ટ નહિ લખાયેલી આ ચતુર્મુખ વિષેની હકીકતને બરાબર ઉકેલ થઈ શકતો નથી એટલે સંદિગ્ધ કલ્પનાઓને આશ્રય લેવો પડે છે, પણ તેને કોઈ પ્રામાણિક અર્થ નથી. જૈનસાહિત્યમાં ચતુમુખના નાશ કરનારને જે અવધિજ્ઞાની વિગેરે વિશેષણથી ઓળખાવ્યો છે તથા તેને દત્તને સ્થાપક કહ્યો છે, તે ખારવેલ નથી એ કદિ પણ ભૂલવું જોઈએ નહિ. ખારવેલને લગતું કેટલુંક મેં “કલિંગનું શત્રુંજયાવતાર તીર્થ” એ મથાળાથી લખાયેલા લેખમાં જણાવ્યું છે ત્યાંથી જિજ્ઞાસુએ જાણી લેવું. અહિં તે એ અપ્રાસંગિક હોઈ, એટલું જ જણાવવાનું છે કે, ખારવેલ ચક્રવતી બનતે હોય કે પુષ્યમિત્ર ચક્રવતી બનવા પુરુષાર્થ કરી રહ્યો હોય તેની સામે હાલની ઉજજયિનીની રાજસત્તા કાંઈ પણ પગલાં લઈ શકે એવી સ્થિતિમાં રહી નથી. વિદેશીઓના લેખેથી જાણવા મળે છે કે, એન્ટિઓચસ ત્રીજાએ કાબુલ પર હલ કરી મૌય સૂબા મુફાગસેનને હરાવ્યું હતું, પણ તે અફઘાનિસ્તાનમાં ન ટકતાં અથવા તે હિન્દ તરફ આગળ ન વધતાં મૌર્ય સૂબા તરફથી મળેલા હાથી અને પુષ્કળ દ્રવ્ય લઈ પિતાના પ્રદેશ સિરિયામાં ચાલ્યા ગયે. ૨૨૩ મારી ગણતરી પ્રમાણે આ ઘટ નાનો સમય મ. નિ ૨૬૧ (ઈ. સ. પૂ. ૨૦૬) લગભગ છે. આ એન્ટીએચસ ત્રીજા જમાઈ અને યુથેડિમસનો પુત્ર ડિમેટ્રીયસ કે જે બેકિયા (બલખ) ને રાજા હતા, તે (૨૧) તિથૈગાલીપાઇન્નય વિગેરે. (૨૨૨) જૈન સત્યપ્રકાશ વર્ષ ૧૧, અંક ૭, પૃ. ૮૧ પર જુવે એ લેખ. (૨૨) એન્ટિઓગસ [એન્ટિઍકસ) આ હલે ઓચિંતે લઈ ગયા હશે. પોતાની તૈયારી ન હાવાથી અને મગધ સામ્રાજયની મદદ માટે જે તે સમય ન હોવાથી કાબુલના રાજી સુભગસેને તાત્કાલિક દેશને બચાવી લેવા અમુક દંડ ભર્યો હશે. આ હરસાને યવનેથી કાબુલ જીતી લેવાના યુદ્ધ તરીકે આપણે ન સમજી શકીએ, કેમકે એન્ટિઓચસ દંડથી જ સંતોષ માની પિતાના દેશ તરફ ચાલ્યો ગયો છે. ધર્મવિજય અને શાંતિમાં માનતા સમ્રાટ સંપ્રતિને સામાં પગલાં ભરવાને સમય મળે તે પહેલાં જ એ ધમાધમ પતી ગઈ હતી.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy