SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. ૧૫૯ હાથી ગુંફાના ઉપરોક્ત લેખાંશમાં ખારવેલની આ પાટલીપુત્ર પરની ચઢાઈને જેવી રીતે આલેખવામાં આવી છે, તે રીત પરથી એ ચઢાઈને હેતુ મગધની અમુક પ્રજા પર થઈ રહેલા કેઈ સામયિક ધાર્મિક જાલમને અટકાવવાનો હોય એમ લાગતું નથી. આ ચઢાઈમાં ખારવેલનો સ્પષ્ટ હેતુ એ સમજાય છે કે તેને કલિંગના અપમાનને, પરાભવને અને હણપતનો બદલે લેવાનો હતો. અને તેના દાદા ક્ષેમરાજને જીતી આજ્ઞાંકિત બનાવ્યો હતે. તે પછી સંપતિએ સાધમિકપણાથી ક્ષેમરાજ તથા તેના પછી આવનાર વૃદ્ધરાજ સાથે સુંદર મૈત્રી સંબંધ રાખ્યો હશે સંપ્રતિના મૃત્યુબાદ વૃદ્ધરાજ વતન્ન થઈ ગયે હતું, પરંતુ કલિંગ જિનભૂતિ અને કલિંગનું વંટાયેલું ધન જ્યાં સુધી પાટલીપુત્રમાં પડયું હોય ત્યાં સુધી વૃદ્ધરાજના પ્રતાપીપુત્ર જૈન મહારાજા ખારવેલને સંતોષ ન જ હોય એ સ્વાભાવિક છે. એ અસંતે તેને સબળ, સમૃદ્ધ અને આક્રમણકારી બનવા પ્રેર્યો હતે. આના અંગે સામ્રાજ્ય અને ચક્રવર્તીત્વ એ તે એને આગંતુક જ આવી મળ્યાં હતાં. ખારવેલ પાટલીપુરમાં પોતાના હાથીઓને સીધા સુગાંગેય નામના જિનપ્રાસાદની પાસે જ લાવી ખડા કરે છે, કે જ્યાં કલિંગ જિનભૂતિ છે, એ હકીકત કલિંગની આત્મ-ગૌરવતાના અને ધાર્મિક શ્રદ્ધાળુતાના લક્ષ્યને જ સૂચવનારી છે, નહિ કે ધાર્મિક જૂલમ દૂર કરવાના કે સામ્રાજ્યાદિ વધારવાના કે અન્ય લક્ષ્યને. આ સર્વ પરથી શરૂઆતના શુંગરાજાઓના હાથે, જે બૌદ્ધાદિ પર ધાર્મિક જુલમ ગુજારવામાં આવ્યો હતો અને તેનું જે કમકમાટી ભયું વર્ણન કરવામાં આવ્યું છે, તે સત્ય હેતાં છતાં પણ તેને સમય ખારવેલની ઉપેરક્ત બને ચઢાઈઓ કરતાં કાંઈક મોડો હવે જોઈએ. બાકી, એકાદ રાયક્રાન્તિ થાય ત્યારે બધી ય બાબતમાં જે સામાન્ય રીતે જુલમ પ્રવર્તે છે તેવો જૂલમ, પુષ્યમિત્ર અને તેના પુત્રોના હાથે પ્રવર્ચો હોય તે તેમાં કાંઈ અસંભવ જેવું નથી. એક જૂના અને અતિ મજબૂત વિશાલ સામ્રાજ્યનાં વિભક્ત બનેલાં અંગોને ક્રમશ: પડાવી લઈ તેને પચાવી નાખવાને સેનાની પુષ્યમિત્રે તેની આડે આવતાં બધાં ય તને જડમૂળથી ઉખેડી નાખવા બનતું બધું ય કર્યું હશે અને એમાં અસહિષ્ણુતા, ધર્મવાદ, આદિ અનેક કારણેને લઈ ધાર્મિક જુલમને પણ સ્થાન હશે જ, પરંતુ વિશેષ ધાર્મિક જુલમ તે પુષ્યમિત્રો તરફથી મહાવીરની ચોથી સદીની પ્રથમ વિશી બાદ જ થયો હોવો જોઈએ. જૈનસાહિત્યમાં આ વિષે કાંઈ પણ ઉલ્લેખ મળતો નથી! અર્વાચીન કઈ કઈ સંશોધકે પુષ્યમિત્ર કે અગ્નિમિત્રને કલકી અને ખારવેલને ઈન્દ્ર તરીકે હેવાની કલ્પના કરે છે. આ કલ્પના કરવામાં તેઓ પુરાણે અને જે સાહિ. ત્યની મદદ લેતા જણાય છે, છતાં ત્યાં આલેખેલે સમય અને કેટલીક ઘટનાઓ પડતી મેલી દે છે; જૈનસાહિત્યમાં કલકીને મારી તેના સ્થાને તેના પુત્ર દત્તને સ્થાપનાર સુરવરેન્દ્ર “ સૌધર્મ, કુલિશ પાણી અને ઐરાવતગામી” ૨૨° કહેવાય છે. ત્યાં એમ પણ કહેવાયુ | (૨૨૦) " + + fહ ૪ જિનિ જા તો સ્ટિકvળી પાવળrખી સુવત્તિ” –મહાનિશીથ, અ૦ ૫
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy