SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય ૧૨૭ ૧૯૪ વર્ષે બિન્દુસાર રાજયાંત, મ. નિ. ૧૯૮ સુધી ૪ વર્ષ ચશક અનભિષિક્ત, મ. નિ. ૧૯૮ વર્ષે અશકને રાજ્યાભિષેક, મ. નિ. ૨૩૧ વર્ષ અશકને રાયત અને અશોકના પત્ર સંપ્રતિને રાજ્યાભિષેક. સંપ્રતિનો જન્મ મ. નિ. ૨૨૩ વર્ષે થયેલે હાઈ મહારાજા અશોકે તેને તરત જ યુવરાજ પદે સ્થાપી કુમારભુક્તિ તરીકે ઉજજયિની આપી અને તેનું બહુ જ સાવચેતી પૂર્વક રક્ષણ કર્યું. જયારે તે આઠ વર્ષને થયે ત્યારે તેણે તેને પિતાના હાથે રાજ્યાભિષેક કર્યો.” શિલાલેખમાં અને સ્તંભલેખમાં રાજ્યાભિષેકથી અમુક વર્ષની જે ગણતરી લખવામાં આવી છે તે અશોકના રાજ્યાભિષેકથી નહિ, પરંતુ સંપ્રતિ એ જ પ્રિયદર્શી હેઈ, તેના જ રાજ્યાભિષેકથી સમજવી એમ એ મિત્રનું કહેવું છે અને તેઓ એવી જ રીતે શિલાલેખોની હકીકતેને મેળ બેસાડે છે. પરંતુ પહેલાં હું કહી ગયો છું કે, એ સર્વ વિચારણીય અને વધુ સંશોધન માગે છે. આવી સ્થિતિમાં બે હજાર કરતાં ય વધારે વર્ષોથી પથ્થરની શિલાઓ અને સ્તંભે પર નીતિધર્મનાં ટાંકણથી ઢંકાએલો, કેટલાક સિકાઓથી નહિ વંચાયેલા, અર્વાચીન સમયમાં કરાયેલા પ્રયત્ન સુધરતાં જતાં વિવિધ વાંચનમાંથી પસાર થયેલો અને એ વાંચનના કાલ્પનિક વિધવિધ અથભિપ્રાયથી અવનવે સમજાયેલો તથા આજે પણ મતાન્તરના અંધકારમાં અનિશ્ચિત સ્વરૂપવાળે એ “વાવ વિધવસિ પાન” કેણુ અને કે હતો, એ હું સ્પષ્ટ ન સમજી શકતે હોઇ, તે પણ તે મહાન ને મહાનુભાવ હતો એ તે નક્કી જ છે. મને લાગે છે કે એ “વિવણિ' અશક છે, છતાં તે મજબૂત પ્રમાણેથી સંપ્રતિ છે એમ જે સાબીત થઈ શકતું હોય તે તેને વધાવી લેવામાં પણ કોઈ હરકત નથી. જૈનસાહિત્યથી જાણવા મળે છે કે, ભગવાન મહાવીરના નિર્વાણથી ૨૧૪ વર્ષ સુધી જૈન આચાર વિચાર ધારા સર્વથા અફર, અખલિત અને સુવ્યવસ્થિત પ્રવર્તી રહી હતી, એમાં જરા ય શંકા કે ફેરફાર કરવાની ઈચ્છાને ય અવકાશ ન હતું. પરંતુ તે સાહિત્ય આર્ય મહાગિરિજીના મુખમાં આવા શબ્દો મુકે છે–“ચરમ જિનપતિ શ્રી મહાવીર ભગવંતે કહ્યું છે કે, સ્થૂલભદ્ર પછી મારા શિષ્ય સંતાનમાં સામાચારીની યથાર્થતા ઓછી થઈ જશે.”૧૧ આને ભાવાર્થ એ છે કે, સમર્થ સુવિહિત મહાગિરિજીના યુગપ્રધાનપદે હતાં આવતા કોઈ વિષમકાલનું ઘડતર થઈ રહ્યું હતું અને તેને અટકાવી શકવાની તાકાત કેનામાં ય ન હતી. “જગતમાંનું સર્વ કાંઈ ક્ષણ માત્ર જ સ્થાયી છે.’ એમ જાહેર કરનારો ક્ષણિકવાદી અશ્વમિત્ર એ મહાગિરિજીના જ શિષ્ય કૌડિન્યને શિષ્ય હતું, તેમજ “એક સમયમાં બે ક્રિયાને ઉપગ વતી શકે” એમ પ્રરૂપતે ક્રિક્રિયાવાદી ગંગાચાર્ય પણ એ જ યુગપ્રધાનના શિષ્યને શિષ્ય હતે. મ.નિ. ૨૨૦ અને ૨૨૮વર્ષે થયેલા આ બન્ને નિલંવ મત (૧૭૧) પરિશિષ્ટ પર્વ–સ ૧૧. લે. ૧૨૦થી ૧૨ર
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy