SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ અવંતિનું આધિપત્ય નિ. ૨૧૪ માં અશકે ધર્મ પરિવર્તન કર્યું હતું. શિલાશાસન નં. ૧ નો અર્થ બેસાડ મી. મીથને અઘરા લાગે છે, “ભારત કે પ્રાચીન રાજવંશ'ના લેખકને પણ એ શિલાલેખના અમુક પાઠમાં નિશ્ચિતતા નથી, એનું કારણ તેમાં દર્શાવેલ “૨૫૬’ સંખ્યાંક અને તેની સહસ્ત્રામની નકલના “કુ વર્ષના રુતિ (૬) સત્તા વિવુથા-તિ એ અક્ષરો કઠીણુ અને અનિશ્ચિત જણાયા હોય તેમ લાગે છે. મને લાગે છે કે, એ અંક અને અક્ષરોનો અર્થ કેટલાકો-સહસ્રામની નકલ પ્રમાણે “ આ શ્રાવણ (સંખ્યામાં) ભૃષ્ટએ (સંભળાવ્યું છે). કારણકે, બસો વધતા છપ્પન વ્યક્તિએ ફેરણીએ નીકળી પડી છે. આવી રીતે કરી રહ્યા છે તેમ નહિ, પરંતુ “ભારત કે પ્રાચીન રાજવંશમાં “ યહ ઉપદેશ બુદ્ધને ૨૫૬ (વર્ષ પૂર્વે ?) સુનાયા થા” આવી રીતે અનુવાદિત થયા છે તે રીતે જ છે. કારણકે, આ લેખનું ફરમાન બહાર પડયું ત્યારે, બુદ્ધ પિતાની ૩૫ વર્ષની વયે બુદ્ધત્વ પામી ઉપદેશ આપ શરૂ કર્યો ત્યારથી ૨૫૬ વર્ષ વીત્યાં હતાં, અથવા તે ૨૫૬ મું વર્ષ ચાલતું હતું. નં. ૧ ના આ નાના શિલાથાસનની શરૂઆતમાં અશોક કહે છે કે – “હાઈ વષસે અધિક હુએ કિ મેં ઉપાસક હુવા હૈંપરતુ એક વર્ષ તક પૂરી ઉન્નતિ નહીં કી પર એક વર્ષસે અધિક હુઆ કી મને સંઘમેં પ્રવેશ કિયા ઔર અચછી ઉન્નતિ કી” આનો અર્થ એ થાય છે કે, અશોક બૌદ્ધ થયા પછી એક વર્ષ સામાન્ય ઉપાસક રહ્યો પણ પછી રઢ વર્ષ એટલે આ શિલાલેખવાળું ફરમાન કર્યું ત્યાં સુધીમાં તેણે બોદ્ધસંઘની પ્રવૃતિમાં સંવિશેષ ભાગ લીધે. પિતાના રાજ્યાભિષેકથી ૪ થા વર્ષે બૌદ્ધ થયા અને તે પછી અઢી વર્ષે આ ફરમાન કાઢયું એમ સારા ૬ વર્ષ રાજ્યાભિષેકથી આ ફરમાન સુધીમાં થયાં. બુદ્ધના ધર્મપ્રચારથી નિર્વાણ સુધીનાં વર્ષ, ૮૦-૩૫૪૫ છે૪૦ અને નિર્વાણુથી અશે. કને રાજયાભિષેક ૨૦૪ વર્ષ છે, એ બને મળી ૨૪૯ વર્ષ થયાં એમાં રાજ્યાભિષેકથી ફરમાન સુધીનાં ઉપરોક્ત ૬ વર્ષ મેળવીએ ૨૫૫ વર્ષ થાય, અને આ ગતવર્ષ હતાં ઉપરોક્ત શિલાલેખના ફરમાન વખતે ચાલુ ૨૫૬ મું વર્ષ હતું. બુદ્ધના ધમપ્રચારથી નં. ૧ ના શિલાશાસન સુધીનાં ૨૫૬ ૦ર્ષ હેતાં, હિમવંત થેરાવલીની ગણતરીથી અશોક પિતાની રાજ્યપ્રાપ્તિથી ૪ વર્ષ પછી અને બૌદ્ધગણતરીથી તે રાજ્યાભિષેક પછી ૪ થી વર્ષે એટલે મ. નિ. ૨૧૪ માં ૪૯ બૌદ્ધ ઉપાસક થયો હતે એમ સિદ્ધ થાય છે. આમ (૧૪૮) શ્રીબુદ્ધ ધર્મોપદેશ દેવાનું કાર્ય ૩૫ વર્ષની વયે શરૂ કર્યું હતું અને તેઓ ૮૦ વર્ષની વયે પરિનિર્વાણ પામ્યા હતા, તે હિસાબે પ્રથમ ઉપદેશથી પરિનિર્વાણ સુધીનાં ૮૦-૩૫=૪૫ વર્ષ થાય. બુનિર્વાણથી અહિ બુદ્ધકૈવલ્ય નહિ પણ બુદ્ધપરિનિર્વાણ સમજવાનું છે. (૧૪૯) હિમવંત શૂરાવલી મ. વિ. થી ૨૯ વર્ષ વ ત્યા બાદ અશોકનું રત્ન લખે છે એટલે મ. નિ. ૨૧૦માં અશોકનું રાજ્ય અને તે પછી ૪ વર્ષ વીત્યા બાદ એટલે મ નિ. થી ૨૧૩ વર્ષ છે વીત્યા બાદ અશોકનું બૌદ્ધધમ માં પરિવર્તન થયું હતું એમ સમજવું, જ્યારે બૌહાગ્રંથ બુહ પરિનિર્વાણ ૨૦૪માં એટલે મ. નિ. ૨૧૧માં અશોનું રાય લખે છે અને તેથી ચોથા વર્ષમાં એટલે મ. નિ. ૨૧૪માં બૌદ્ધ થયાનું લખે છે.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy