________________
३५५
ચતુર્થ: સઃ
अहंपूर्विकया सर्वैर्लक्षणैः पर्यलङ्कृतः । बभौ देहो जगद्भर्तुर्नद्योधैरिव वारिधिः ॥२०५।। को भवेद् जिनरूपस्य, निपुणो वर्णनं प्रति । देवदेहा अपि बभुर्यत्पुरोऽङ्गारका इव ॥२०६॥ अलिककलितपाणिद्वन्द्वविभ्राजमानो भवजलनिधिमज्जज्जन्तुपोतोपमस्य । जिनपरिवृढमल्ले: पुण्यवल्ले: स्वरूपं विनयविनतमूर्तिवर्णयामास रूपम् ॥२०७॥ इत्याचार्यश्रीविनयचन्द्रसूरिविरचिते श्रीमल्लिनाथस्वामिचरिते महाकाव्ये विनयाङ्के च्यवनजन्मकल्याणकद्वितयव्यावर्णनो नाम
ચતુર્થ: સ: . જ તુચ્છતા હતી. બીજે ક્યાંય નહોતું. (૨૦૪)
નદીઓના પ્રવાહથી સમુદ્રની જેમ ભગવંતનું શરીર અહંપૂર્વિકાપૂર્વક સર્વલક્ષણોથી અલંકૃત શોભતું હતું. (૨૦૫)
અહો જેમની આગળ દેવોના શરીર પણ અંગારા જેવા લાગતા હતા એવા ભગવંતના રૂપના વર્ણન કરવાને કોણ સમર્થ થઈ શકે ? (૨૦૬).
છતાં લલાટ પર રચેલ અંજલિથી શોભાયમાન અને વિનયવડે વિનતમૂર્તિ એવા મેં ભવસાગરમાં ડૂબતા પ્રાણીઓને નાવસમાન તથા પુણ્યલતારૂપ શ્રીમલ્લિજિનેશ્વરના સ્વરૂપનું વર્ણન કરેલ છે. (૨૦૭)
આ પ્રમાણે આચાર્ય વિજય વિનયચંદ્રસૂરિ વિરચિત શ્રીમલ્લિનાથ સ્વામી ચરિત મહાકાવ્યમાં ચ્યવન-જન્મ કલ્યાણક-પ્રભુ સ્તવનાદિ સ્વરૂપ ચોથા સર્ગનો ગૂર્જરાનુવાદ પૂર્ણ થયો.