SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાંને કઈ પણ એક વાચનાચાર્ય થાય. બાકીના સાત સાધુએ તપ કરનાર તેમ જ વાચના. ચાર્યની વૈયાવૃત્ય કરે. આ પ્રમાણે અઢાર માસને ક૯૫ પરિપૂર્ણ કરીને કેટલાએક તે જ પરિહારવશુદ્ધિને પુનઃ સવીકાર કરે છે, કેટલાએક જિનકલ્પને સ્વીકારે છે અને કેટલાએક ગચ્છમાં પાછા આવે છે. તરતજ જિનકલ્પ સ્વીકારનારા યાવસ્કથિક પરિહારવિશુદ્ધિવાળા કહેવાય છે. જયારે બીજા ઇત્વરકથિક કહેવાય છે. પરિહારવિશુધ્ધિ ચારિત્રના બે પ્રકાર છે. નિવિમાનક અને નિર્વિકાયિક, જેઓ તપ કરે છે તે નિર્વિશમાનક અને જેઓ તપ કરીને વૈયાવચ કરે છે તે નિર્વિકાયિક. આ ચારિત્ર તીર્થંકર પાસે કે તેમની પાસે જેમણે આ ચારિત્ર ગ્રહણ કરેલ છે તેની પાસે ગ્રહણ કરી શકાય છે. બીજા પાસે ગ્રહણ કરી શકાતું નથી, કારણ કે આ ચારિત્ર ગ્રહણ કરનાર પહેલાં અને છેલ્લા તીર્થકરના તીર્થને વિષે જ હોય છે. - ૪ સુક્ષ્મસંપરાય–જે ચારિત્રને વિષે માત્ર સૂક્ષમ અત્યંત સ્વલ્પ એ સંપરાય લેભ કષાયને ઉદય છે તે. આ ચારિત્રમાં વર્તનાર સાધુને સૂક્ષ્મ લેભ સિવાયના બાકીના સર્વ કષાયને ક્ષય અથવા ઉપશમ હોય છે. તેમાં ઉપશમશ્રેણીમાં નવમા ગુણસ્થાનકે વતતે લેભના ઘણા અંશો ઉપશમાવે અને ક્ષપકશ્રેણીમાં ક્ષય કરે. જ્યારે તેને સૂક્ષમ અંશ બાકી રહે ત્યારે તે સૂક્ષ્મસં૫રાય ગુણસ્થાનકે આવે છે અને તેના સૂક્ષમ અંશે કરી તેને ક્ષય કરે છે અથવા તેને ઉપશમાવે છે. સૂમસંપરા ચારિત્રના સંકિલશ્યમાન અને વિશુધ્ધમાન નામના બે ભેદ છે. ઉપશમશ્રેણીથી પડતાં સંકિલયમાન અને ક્ષપકશ્રેણુ તથા ઉપશમશ્રણ પર ચઢતાં વિશુધ્યમાન હોય છે. ૫ યથાખ્યાત–કષાયને સર્વથા ઉપશમ અથવા ક્ષય. તેના છાઘસ્થિક અને કૈવલિક એમ બે ભેદ છે ઉપશાન્સમેહ અને ક્ષીણમેહ એ બે ગુણસ્થાનકે છાથિક યથાખ્યાત અને સંગીકેવળી તથા અગીકેવળી એ બે ગુણસ્થાનકે કૈવલિક યથાખ્યાત ચારિત્ર હેય છે. ૬ દેશવિરતિ–દેશ એટલે અ૫અંશે વિરતિ એટલે વ્રત-નિયમવાળું ચરિત્ર. તેનું બીજું નામ સંયમસંયમ છે. આ ચારિત્ર અણુવ્રતરૂપ છે, જ્યારે સામાયિકાદિ ચારિત્રે પાંચ મહાવ્રતરૂપ છે. તેની અપેક્ષાએ દેશવિરતિ ચારિત્ર સંપૂણ ચારિત્ર નથી. આ ચારિત્ર શ્રાવકેને જઘન્યથી એક વ્રત અને ઉત્કૃષ્ટથી બાર વ્રતના અંગીકારરૂપ હોય છે. = ચારિત્રમાં સ્થાવરએકેન્દ્રિય જીવોની હિંસાને ત્યાગ નહીં પણ યતના હેય છે અને ત્રસ જીવોની હિંસાને તે પ્રાયઃ અનુમતિ સિવાય સર્વથા ત્યાગ જ હોય છે. ૭ અવિરતિ–વત-નિયમાદિને અભાવ અથવા વ્રત-નિયમાદિન સદ્દભાવ હેય પરંતુ સમ્યક શ્રધ્ધા રહિત (મિથ્યાત્વ યુક્ત) હેય. આને ચારિત્ર એવી સંજ્ઞા આપવામાં આવી છે તેનું કારણ એ છે કે-ચારિત્ર માર્ગણામાં સર્વ સંસાર ને સમાવેશ કરેલ છે. ;
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy