SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય સમજવાની તારી શકિત અજબ છે? ખચિત મેં કહ્યું હતું તેમજ છે. આ ?” તે મિત્ર? આ અલંકારેને તું ગ્રહણ કરી? કે જેથી આપણું દારિદ્ર નાશ પામે ને ભાદય થાય. જે આ કેવા કીંમતી અલંકારે છે ! જરૂર, તું કહે છે તેમ જ છે. પણ આ સ્ત્રીનાં આભૂષણ પણ હું લઈશ નહીં, આ મૃતકને સ્પર્શ પણ હું કરીશ નહિ. આ અલંકાર લેવામાં શું દેણ છે? અકસ્માત આવી મળેલી લક્ષ્મીને અનાદર કરે એ તે ભાઈ ઠીક ન કહેવાય. આતે લક્ષ્મીનું અપમાન કર્યું કહેવાય.' “દીન, અનાથ, દુઃખી, મરેલાને લુંટ અથવા એની પાસેથી કાંઈ લઈ લેવું એ તે નરી કાયરતા કહેવાય. શુરવીરનું એ કામ નહિ; ભુખની વેદનાથી એ કૃશ થયેલ, વૃદ્ધ કે બાળક હય, અથવા શિથિલ તેમજ કષ્ટકારી દશાને પ્રાપ્ત થયેલો, મદોન્મત્ત ગજેન્દ્રોના કુંભસ્થળને તોડવાની આકાંક્ષાવાળો કેશરી શુદ્ધ એવા ઘાસને શું અડકે પણ ખરો કે? “મિત્ર ? તું તો કેઈ અજબ પુરૂષ છે ? હશે, જેવી તારી ઇચ્છા. છતાં ભટ્ટજી! તમારી ઈચ્છા હોય તે આ આભુષણ તમે લે.” અવધુતની આ વાણી સાંભળી ભટ્ટ માત્ર તાજુબ થયો. મિત્ર? જે આભૂષણેને અસ્પૃશ્ય ગણીને તેં તજી દીધાં તેને શું હું ગ્રહણ કરૂં! શિવ ? શિવ ? એ પાપથી શિવ મારું રક્ષણ કરે ? હે મિત્ર ? એવું ચંડાળ કૃત્ય હું તે કેમ કરૂં?”
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy