SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૩ ૫૩ વૃદ્ધાવસ્થા ઉપર ગુસ્સે થઈ. ઝાંખું જોતી કોઈક દાસી પોતાની બે આંખો ઉપર ચીડાઈ ઉઠી. ૩૯. કેડની અલનાને અવગણીને જ તેવા પ્રકારની ગતિના મહાવેગથી, જેના પુષ્ટ સ્તનો ડોલી રહ્યા છે એવી, આગળ થી છાતીના શ્વાસથી હાંફતી છતાં પણ હૈયામાં હર્ષને નહીં સમાવતી, ઉન્માર્ગથી જતી રસ્તામાં અનેક દાસીઓને ખુશ કરતી પ્રિયંવદા નામની એક દાસી જેમ નદી સમુદ્રને મળે તેમ રાજાની પાસે પહોંચી. ૪૨. હાંફતી હોવા છતાં રાજા પાસે ધનને મેળવવાની કાંક્ષાવાળી દાસીએ કહ્યું હે પ્રભુ! જય, વિજય અને સમૃદ્ધિથી તમને વધામણી કરાય છે કે ૪૩. હમણાં જ ધારિણી રાણીએ અમારા મનોરથની વૃદ્ધિની સાથે કામદેવને જીતે એવા પુત્રને જન્મ આપ્યો છે. ૪૪. મારું સંપૂર્ણ શરીર રોમાંચ રૂપ હીરાઓથી ભૂષિત થયું છે. તેથી નક્કીથી અજાગલ સ્તન જેવા આભૂષણો પહેરવાથી શું? ૪૫. એમ વિચારીને રાજાએ હર્ષ પામીને મુગટ સિવાયના શરીર ઉપર રહેલા સર્વ આભૂષણો દાસીને આપ્યા. ૪૬. તથા મહાપાપીઓને ઘણું ધન આપીને કારાગૃહમાંથી છૂટા કરાવે તેમ તેને દાસીપણાના બંધનમાંથી મુક્ત કરી. ૪૭. રાજા બાકીની પણ દાસીઓને યથાયોગ્ય દાન આપ્યું અને આશા રાખીને આવેલાને ઘણાં ધનથી સત્કાર કરે છે. ૪૮. તે વખતે રાજાએ સકલ પણ નગરમાં ચિત્તને ચમત્કાર કરે તેવો પત્રનો જન્મ મહોત્સવ કર્યો. ૪૯. તે આ પ્રમાણે રૂપ અને સ્વરમાં બેજોડ એવી વારાંગનાઓએ ગીતપૂર્વક નૃત્યનો આરંભ કર્યો. વિદ્યાવંત કલાવિદ્ પુરુષોએ વાજિંત્રો વગાડ્યા. ૫૦. કોયલ જેવી મધુર કંઠવાળી સ્ત્રીઓએ ધવલ મંગલ ગીતો ગાયા. દરવાજે દરવાજે વંદનમાલિકા (તોરણો) બાંધવામાં આવી. ૫૧. લોકોએ અક્ષપાત્રો આપીને રાજાને વધામણી આપી. તેની પ્રતિપત્તિમાં રાજાએ ગુડ સહિત ઘીના પાત્રો આપ્યા. શુકશાળામાં દાણ માફ કરવામાં આવ્યું અને યાચકોને દાન આપ્યું. રાજાની આજ્ઞાથી માન અને ઉન્માનમાં વધારો કરવામાં આવ્યો. દાસ-દાસીઓના સમૂહો હર્ષથી ઉમટી પડ્યા. ૫૩. વિવિધ પ્રકારના અભિવાદન કરનારાઓ ચારે બાજુથી ઉમટી પડ્યા. ગુરુની સાથે નિશાળીયાઓ, બાળક તથા બાલમંદિરના પાઠકો પણ આવ્યા. ૫૪. પરદેશની લક્ષ્મીના પ્રવેશ માટે સ્થાને સ્થાને ચતુર્ત તોરણો પણ બાંધવામાં આવ્યા. પપ. પૃથ્વી ઉપર એક નંદાનો પુત્ર જ મંત્રીઓમાં શિરોમણિ છે જેણે અત્યંત દુઃખથી પૂરી શકાય એવો માતાનો અભિલાષ પૂરો કર્યો. ૫૬. કૌસંભ વસ્ત્રના બાનાથી ઊંચી આંગડી કરીને હટની શ્રેણિએ પરસ્પર એવા સંવાદની મહોર મારી. ૫૭. શું તે આખો દિવસ કલ્યાણમય બની ગયો અથવા સ્વર્ગના સુખવાળો થયો અથવા એક આનંદમય થયો? ૫૮. આ પુત્ર નક્કીથી કાંતિ અને તેજથી ચંદ્ર અને સૂર્ય સમાન થશે એમ જણાવવા ત્રીજા દિવસે તેને ચંદ્ર અને સૂર્ય બતાવવામાં આવ્યા. ૫૯. સ્વજનોએ છટ્ટે દિવસે તેની ધર્મજાગરિકા મનાવી. જાણે કે આ બાળક તેને (ધર્મજાગરિકાને) ગ્રહણ કરવાની ઈચ્છાવાળો છે એમ જાણીને તેની આગળ અક્ષરમાળ બતાવી. ૬૦. દશમે દિવસે સૂતકની શુદ્ધિ થઈ અથવા તો અરિહંતોના જન્મ વખતે આવો કરવાનો આચાર છે એમ સમજીને કરાય છે તો પછી બીજાની શું વાત કરવી? ૬૧. જેમ વીંટીમાં મણિ જડવામાં આવે તેમ બારમા દિવસે રાજાએ સ્વયં ભાઈઓને ભોજન કરાવીને પુત્રનું નામ સ્થાપન કર્યું. દર. આ ગર્ભમાં આવે છતે મેઘનો દોહલો થયો તેથી પુત્રનું ગુણ નિષ્પન્ન મેઘકુમાર નામ સ્થાપન કર્યું. ૬૩. જેમ અપ્સરાઓથી પાલન કરાતો કલ્પવૃક્ષ વધે તેમ પાંચ ધાવમાતાઓથી દિવસ રાત પાલન કરાતો બાળક મોટો થયો. ૪. ભાઈઓએ આનું પાદ ચંક્રમણ ભદ્રાકરણ, મુંડન, શિખાધાન, નિશાળે ભણવા લઈ જવો વગેરે કાર્યો કર્યા. ૬૫. જેમ જેમ વહાણ વાયુની સહાયથી સમુદ્રનો પાર પામે તેમ પ્રજ્ઞાના
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy