SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર પર સ્પર્ધામાં ન ઉતરી હોય એવી, ખડખડાટ અવાજથી કાનને બહેરી કરનારી, પૂર્વે સૂકી (કોરી) હોવા છતાં નદીઓ ઘણાં પાણીને વહન કરનારી થઈ. ૧૨. ડોક વાળીને ચાતકોએ બાળકોની જેમ દાતા વાદળમાંથી ઈચ્છા પ્રમાણે લીલાપૂર્વક સ્વચ્છ પાણીનું પાન કર્યું. ૧૩. જેમ અમે પાણીમાં રહીને જીવન જીવીએ છીએ તેમ શું બીજો કોઈ પાણીમાં રહીને જીવન જીવતો હોય તો તેમ કહો એમ જણાવવા દેડકાઓએ જલદીથી અવાજ કર્યો. ૧૪. ઘણાં ઉજ્જવળ કલાપને ધારણ કરતા, પાંખોવાળા સ્થિરદષ્ટિ કરતા મયૂરોએ નર્તકોની જેમ તાલબદ્ધ પગ મૂકીને નૃત્ય કર્યું. ૧૫. આચાર અને વર્ણ પણ ભિન્ન હોવા છતાં નામથી સમાનતા હોવાને કારણે પરસ્પર મિત્રતા થાય છે. જો એમ ન હોત તો (અર્થાત્ બલાહક એવું સમાન નામ ન હોત તો) વિરુદ્ધવર્ણ અને આચારવાળા બગલાઓ વાદળને કેવી રીતે ભજત ? ૧૬. મિલન (કાળા) વાદળોએ પાણીને વરસાવીને અમારા શરીરનો સ્પર્શ કર્યો છે એમ ખેદ પામેલી કમલિનીઓ જળના તળમાં ડૂબી ગઈ. ૧૭. અને કમળના નામ વગેરેના વિયોગથી જાણે અતિશય ખેદ પામેલા ન હોય તેવા હંસો પણ દૂરથી જ પ્રવાસ કરી બીજે ચાલ્યા ગયા. ૧૮. પૃથ્વી પોપટના પીંછા જેવી હરિયાલીથી લીલી થઈ. શ્રેણિક રાજાના ભાગ્યને જોઈને નક્કીથી રોમાંચિત થઈ. ૧૯. તેવા પ્રકારના વાતાવરણને નિહાળવા જાણે સિલિંધ–નીપ–કુટજ–કેતકી–માલતી વગેરે વનસ્પતિઓ જાણે ખીલી ન ઉઠી હોય ! ૨૦. પાણીના સિંચનથી ઐરાવણ હાથીના મસ્તકે રહેલ સિંદુરના બિંદુઓ નીચે પડયા અને જાણે ઈન્દ્રગાય ન હોય તેમ શોભ્યા. ૨૧. બાળકોએ પણ રેતીના દેવમંદિરો બનાવીને સારી રીતે રમત કરી, પોતાનો સમય આવે ત્યારે કોણ પોતાની જાત (સ્વભાવ)ન બતાવે ? ૨૨. પૂર્વ વર્ણન કરાયેલી રીતથી વૈભારગિરિની તળેટી વગેરે સ્થાનોમાં ભમીને ધારિણીએ નંદાની જેમ પોતાની ઈચ્છા પૂરી કરી. ૨૩. એમ અભયકુમારે માતાના મનની ઈચ્છાને પૂર્ણ કરાવી આપી કેમકે કલ્પવૃક્ષ જ ચિંતિત વસ્તુને આપે છે. ૨૪. જો ઘરે ઘરે અભયકુમાર જેવા મંત્રીઓ જન્મે તો ત્યારે કયો કયો રાજા પૂર્ણ મનોરથવાળો ન થાય ? ૨૫. અથવા તો શું વને વને કલ્પવૃક્ષો ઉગે ? તિથિએ તિથિએ શું પૂનમનો ચંદ્ર હોય ? ૨૬. શું દ્વીપે દ્વીપે એકલાખ યોજનાવાળો મેરુ પર્વત હોય ? શું સાગરે સાગરે ગાયના દૂધ જેવું પાણી હોય ? ૨૭. શું દરેક નગરી રાજધાની બને ? શું નિધાને નિધાને મણિઓ નીકળે ? ૨૮. જેમ બે પર્વત વચ્ચેની ખીણ હાથીને ધારણ કરે તેમ પુષ્ટદેહિની ધારિણીએ વજ્ર જેવા ભારે ઉત્તમ ગર્ભને ઘણાં સૂખપૂર્વક ધારણ કર્યો. ૨૯. જેમ ગંભીર પુરુષના હૃદયમાં રહેલું રહસ્ય દેખાતું નથી તેમ તેની કુક્ષિમાં પુષ્ટ થયેલ ગૂઢ ગર્ભ ન દેખાયો. ૩૦. જેમ શક્તિ મોતીને જન્મ આપે તેમ નવમાસ અને સાડાસાત દિવસ ગયા પછી લગ્નમાં ઉચ્ચ ગ્રહ રહે છતે પ્રશસ્ત તિથિના દિવસે, લક્ષણવંત, શરીરની કાંતિથી ઘરમાં પ્રકાશ પાથરનાર પુત્રને ધારિણીએ સુખપૂર્વક જન્મ આપ્યો. ૩૨. જેમ ભંગીઓ વડે વાળીને જે શેરીઓ ઉજળી કરાય તેમ તે દિવસે સૂર્યના કિરણો વડે ઘણી પ્રમાર્જિત કરાયેલી દિશાઓ નિર્મળ થઈ. ૩૩. કૃષ્ણ પટ્ટમય સુંદર વસ્ત્રની જેમ આકાશે બાળકની ઉપર નિર્મળ ચંદરવા રૂપ કમળને ધારણ કર્યું. ૩૪. તત્કાલ જન્મેલ બાળકના પલ્લવ જેવા કોમળ શરીરનો સ્પર્શ કરીને મૃદુતાને પામેલો પવન મંદમંદ વાવા લાગ્યો. ૩૫. વૃક્ષને સ્પર્શવાની સ્પર્ધાની ક્રીડામાં પ્રવૃત્ત થયેલા બાળકોની જેમ દાસીઓ એકી સાથે વધામણી આપવા રાજા પાસે દોડી ગઈ. ૩૬. ભરાવદાર શરીરને કારણે દોડવા અસમર્થ, વ્યથા પામેલી ભૂમિ ઉપર નાના નાના પગલા ભરતી ઠીંગણી દાસી પીડિત થઈ. ૩૭. ભરાવદાર નિતંબને કારણે દોડવા અસમર્થ બીજી દાસીએ પોતાના પુષ્ટ નિતંબ અને સ્તનની નિંદા કરી. તે કારણથી સુકુમાર શરીરવાળી દાસી દુઃખી થઈ. ૩૮. ચાલવા અસમર્થ બીજી વૃદ્ઘ દાસી પોતાની
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy