SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૧૧ ૨૫૧ મરણ પામ્યા પછી અરણ્યના હાથીની જેમ નિરંકુશ આ કુબુદ્ધિક જેવા તેવાની સાથે રખડવા લાગ્યો. ૫૮. તેને બત્રીસ લક્ષણવાળો જાણીને કોઈ દુષ્ટબુદ્ધિ ત્રિદંડીએ તેના ઘરની નજીકમાં ઘર વસાવ્યું. ૫૯. પછી તેણે દાન–ભોજન-સન્માન-સંલાપ વગેરે રીતિથી શ્રાવક પુત્રની સાથે પરમ મૈત્રી કરી. ૬૦. એક વખત ત્રિદંડીએ તેને કહ્યું ઃ જો તું અખંડ મૃતકને લાવે તો હું તને ધનવાન બનાવું. ૬૧. ધનના લોભી તેણે મૃતકને શોધતા વૃક્ષ ઉપર લટકતા માણસને જોયો અને શ્રાવપુત્રે ત્રિદંડીને જણાવ્યું. ૨. તે બંને ભેગા મળી કાળી ચૌદશના દિવસે પૂજાના ઉપકરણોની સાથે તુરત જ મૃતકને કોઈક ભયંકર સ્મશાનમાં લઈ ગયા. ૬૩. ત્રિદંડીના કહેવાથી શ્રાવકપુત્રે મૃતકના હાથમાં તલવાર આપી અને પોતે તેના બે પગમાં તેલ ઘસવા લાગ્યો. ૬૪. પાપાત્મા પાખંડીએ શ્રાવકપુત્રના વધ માટે ભૂતથી અધિષ્ઠિત થયેલ મૃતકને ઉઠાળવા વિદ્યાનો જાપ શરૂ કર્યો. ૬૫. ભયભીત બનેલ શ્રાવકપુત્ર તરત જ પિતાના વચનને યાદ કરીને દઢપણે પરમેષ્ઠી નમસ્કારનું ધ્યાન કરવા લાગ્યો. ૬ ૬. પછી પાખંડીના મનોરથની સાથે વેતાલ ભૂમિ પર પડ્યો. પાખંડીએ વિશેષથી જાપ કરવાનું ચાલુ કર્યું. ૬૭. નમસ્કાર મંત્રના અતિશય પ્રભાવને જોઈને શ્રાવકપુત્રે પંચ નમસ્કાર મંત્રનું ઘણું સ્મરણ કર્યુ. ભૂત ફરી ઉભો થઈને પૃથ્વી ઉપર પડ્યો. ૬૮. પરિવ્રાજક પુછયું : અરે ! શું તું કંઈ જાણે છે? શ્રાવકપુત્રે કહ્યું ના હું કંઈ નથી જાણતો. અજ્ઞાન બનીને પણ ક્યારેક છૂટી જવાય છે. દ૯. પાપી પાખંડીએ યમને બોલાવવા નક્કીથી ઘણા જાપ કર્યા. શ્રાવકપુત્રે શ્રદ્ધાથી એકચિત્તથી નમસ્કાર મંત્રને ગણ્યો. ૭૦. ગુસ્સે થયેલ વ્યંતર ત્રીજી વખત ઉભો થઈ જેમ સુથાર લાકડાને ફાડે તેમ તલવારથી ત્રિદંડીના બે ભાગ કર્યા. ૭૧. અને તેનું શરીર તુરત જ સુવર્ણ પુરુષ થયો. શ્રાવકપુત્ર તેને ઘેર લઈ ગયો. ૭ર. નમસ્કાર મંત્રના પ્રભાવથી આ ધનવાન થયો. નહીંતર મરાયેલો આ તેનો સુવર્ણ પુરુષ બનત. ૭૩. ધર્મના પ્રભાવને જોઈને તે શ્રાવક૫ત્ર ધર્મનો આરાધક થયો. હવે ઈચ્છિત પ્રાપ્તિના વિષયવાળા દષ્ટાંતને સાંભળો. ૭૪. નમસ્કાર મંત્ર ઉપર શ્રીમતીનું દષ્ટાંત પૂર્વે અહદ્દાસી નામની શ્રાવિકા જિનધર્મની આરાધિકા હતી. તેનો પતિ મિથ્યાદષ્ટિ હતો. ભાગ્યથી બંનેનો યોગ થયો. ધર્મનો દ્વેષી હોવાને કારણે તેનો પતિ બીજી સ્ત્રીને પરણવા ઈચ્છે છે. પરંતુ શ્રીમતી જીવતી હતી તેથી બીજા કોઈએ તેને પોતાની પુત્રી ન આપી. ૭૬. તેણે શ્રીમતીને મારી નાખવા ઉપાય વિચાર્યો. કોઈ ઉપાયથી આ પત્નીને મારી નાખું. ૭૭. એકવાર તે ઘડામાં કાળો સર્પ લઈને આવ્યો અને ઘરમાં એકાંત સ્થળે રાખ્યો. ભોજન કર્યા પછી પ્રિયાને કહ્યું ઃ ૭૮. અમુક જગ્યાએ ઘડામાં ફૂલો પડેલા છે આથી હે ગજગામિની! તું મને લઈને આપ. ૭૯. સરળ સ્વભાવિની શ્રીમતી શ્રાવિકા પણ કહેલા સ્થાને ફૂલ લેવા ગઈ અહીં અંધકાર છે એટલે તેણીએ પંચનમસ્કાર મંત્રનું સ્મરણ કર્યું. ૮૦. નમસ્કારને ગણતી તેણીએ ઘડામાં હાથ નાખ્યો. તે વખતે તેનો પતિ પોતાના મનોરથનું ધ્યાન કરતો રહે છે. ૮૧. તે વખતે શાસનદેવીએ સાપને દૂર કરીને ચમકતી સુંદર ફુલની માળાને અંદર મૂકી. ૮૨. પછી શ્રાવિકાએ ઘડામાંથી ફૂલની માળા કાઢી લાવીને કુટિલ પતિને હાથમાં આપી. ૮૩. આ કોઈ બીજા સ્થાનમાંથી તો માળા નથી લાવીને? એની ચોકસાઈ કરવા તે ઉઠીને તે ઘડાની પાસે ગયો. ૮૪. તેણે ઘડાની અંદર બહાર બધે નિરીક્ષણ કર્યું પણ ક્યાંય સાપ જોવામાં ન આવ્યો. ફૂલોની ઘણી સુગંધ પ્રસરતી જોઈ. (અનુભવ કર્યો.) ૮૫. તેને પોતાના દુષ્કૃત્યનું ભાન થયું અને તીવ્ર પશ્ચાતાપને પામ્યો. શ્રીમતીના પગમાં પડી પોતાનું દુશ્ચરિત્ર જણાવ્યું. ૮૬. હે મહાસતી ! મેં અધમ બની તારો અપરાધ કર્યો છે તેને તું ક્ષમા કર. ૮૭. ખુશ
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy