SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૨૫૦ ચારેય બાજુ ફરતો શોભે તેમ અતિશય શોભ્યો. ૩૧. જિનેશ્વરને નમીને સ્તવના કરીને પર્ષદાની સાથે શ્રેણિક રાજા ધર્મ સાંભળવા ઉચિત સ્થાને બેઠો. ૩૨. યોજન સુધી સંભળાનારી ભવ્ય જીવોને શરણ્ય વાણીથી પ્રભુએ દેશના આપવાનો આરંભ કર્યો. ૩૩. કેવળ દુઃખથી ભરેલા આ અસાર સંસારમાં ધર્મ જ એક સાર છે. દુઃખનો નિવારક ધર્મનું મૂળ, પરમેષ્ઠિ નમસ્કાર છે. રાજ્યના સાત અંગનું મૂળ જેમ રાજા હોય તેમ ૩૫. અરિહંત, સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય અને ઉત્તમ સાધુઓ એ પાંચ અહીં પરમેષ્ઠિ છે. ૩૬. પ્રાતિહાર્ય વગેરે પૂજાને જે યોગ્ય છે તે અર્હત્ કહેવાય. ફરી કર્મરૂપી શત્રુને હણનારા હોવાથી અરિહંતો' કહેવાય. ૩૭. કર્મસમૂહનું બીજ બળી જવાથી સર્વ કર્મના ક્ષયથી સિદ્ધશિલા ઉપર આરોહણ કરે છે તે સિદ્ધ કહેવાય છે અને તેના પંદર ભેદ છે. તે આ પ્રમાણે ૩૮. સ્ત્રીલિંગ સિદ્ધ, પુલિંગ સિદ્ધ નપુંસક લિંગ સિદ્ધ, સ્વલિંગ, અન્યલિંગ અને ગૃહિલિંગ સિદ્ધ, એક, અનેક સિદ્ધ, તીર્થ—અતીર્થ સિદ્ધ, તીર્થકર, અતીર્થકર સિદ્ધ, પ્રત્યેક સ્વયંબુદ્ધ-બુદ્ધબોધિત સિદ્ધ ૩૯. જ્ઞાન દર્શન, ચારિત્ર-તપ અને વીર્ય સ્વરૂપ પાંચ આચારોથી યુક્ત, ધર્મનાં ચિંતક આચાર્યો છે. ૪૦. હંમેશા શિષ્યોને ભણાવવામાં ઉદ્યત છે તે ઉપાધ્યાય છે. ક્રિયા કલાપથી મોક્ષને સાધતા હોય તે સાધુઓ છે. ૪૧. દિવસે, રાત્રે, સુખમાં, દુઃખમાં, શોકમાં, હર્ષમાં, ઘરે, બહાર ભુખ-તરસમાં, જવા–રહેવામાં પરમેષ્ઠીનું ધ્યાન કરવું જોઈએ. ૪૨. જેમ દહીનું સાર માખણ છે તેમ સત્કર્મ ધર્મનો સાર પરમેષ્ઠી નમસ્કાર છે. કવિત્વમાં ધ્વનિ કાવ્ય સાર છે. ૪૩. પરમેષ્ઠી નમસ્કાર ભાવપૂર્વક સ્મરણ કરવાથી અગ્નિ પણ પાણી બની જાય છે. સર્પ પણ ફૂલની માળા બની જાય છે. ઝેર પણ અમૃત બની જાય છે. કૃપાણ (તલવાર) પણ ગળાનો હાર બને છે. સિંહ પણ હરણ બની જાય છે. શત્રુ પણ મિત્ર બને છે. દુર્જન પણ સજ્જન બને છે. ૪૫. જંગલ મહેલ બને છે. ચોર પણ રક્ષક બને છે. કૂર પણ ગ્રહો જલદીથી સૌમ્ય બને છે. ૪૬. કુશુકનો પણ સુશકુનોના ફળને ઉત્પન કરે છે. કુસ્વપ્નો જલદીથી પણ સુસ્વપ્ન બની જાય છે. ૪૭. શાકિની માતા બની જાય છે. વિકરાળ વેતાલો પણ વાત્સલ્યને ધરનારા પિતા જેવા બને છે. ૪૮. દુષ્ટ મંત્ર-તંત્ર-યંત્રાદિનો પ્રયોગ નિષ્ફળ થાય છે. સૂર્યનો ઉદય થયે છતે શું ઘુવડો વિલાસ પામે? ૪૯. આથી જ બુદ્ધિમાનોએ જાગતા, સૂતા, રહેતા, ચાલતા, ભૂઅલનામાં છીંકમાં નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું જોઈએ. ૫૦. નમસ્કારના પ્રભાવથી આ લોકમાં અર્થ-કામ વગેરે અને પરલોકમાં સુકુલ ઉત્પત્તિ, સ્વર્ગ અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૧૧. તે આ પ્રમાણે નમસ્કાર વિશે શ્રાવક પુત્રનું દષ્ટાંત પૂર્વે જિનેશ્વરનો ભક્ત, ક્રિયામાં તત્પર એક શ્રાવક હતો, તેનો પુત્ર તેનાથી વિપરીત ગુણવાળો થયો. પર. ભારે કર્મી હોવાથી તે ધર્મનું નામ સાંભળવા શક્તિમાન ન થયો. શ્રાવક કુળમાં જન્મ મળી જાય એટલે જીવમાં ધર્મના સંસ્કાર આવી જાય એવું નથી પણ લઘુકર્મી બને તો ધર્મના સંસ્કાર જાગૃત થાય. ૫૩. પિતાએ દરરોજ પુત્રને શિક્ષા આપી કે દેરાસર જવું જોઈએ. ઉપાશ્રયે ગુરુ પાસે જવું જોઈએ. ૫૪. પુત્રે કોઈ ધર્મ શિક્ષા ન માની ત્યારે પિતાએ તેને પરમેષ્ઠી નમસ્કાર મહામંત્ર શીખવાડ્યો. પપ. અને કહ્યું : હે વત્સ! આ પરમ વિદ્યા છે. તું સંકટમાં પડે ત્યારે સંકટ વિનાશિની આ વિદ્યાનું ધ્યાન કરવું. ૫૬. પુત્રે પિતાનું વચન માન્યું ત્યારે કંઈક સમાધિત થયેલ શ્રાવક કેટલાક કાળથી મરણ પામ્યો. ૫૭. પિતા ૧. મરીન નિત તિ: રિ++તૃ અરિહંન્દ્ર પ્ર.બ.વ. અરિહૃત્તીર: કર્મરૂપી શત્રુને હણનારા (સિ.લે. શબ્દાનુશાસનમ્ ૫.૧.૪૮) ૨. ધ્વનિ વ્યઃ વાચ્યાર્થ, લક્ષ્યાર્થ, ઐદંપર્યાય ત્રણ પ્રકારના અર્થમાં ઔદંપર્યાયને જણાવે તે ધ્વનિકાવ્ય
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy