SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલોલા મહિલાઓ પણ સ્નાન, શણગાર, ભોજન અને આનંદપ્રમોદના અનેક પ્રસંગો વર્ણવા લાગી. નીલરંગી શયનમાં અશરણ બનીને સૂતાં, નિદ્રારહિત આંખોએ મારી એ રાત્રી કેમેય કરીને વીતી. ૩૫ કહે છે કે આગલે દિવસે મને જોઈને જેઓ મદનનાં બાણથી વીંધાઈ ગયા હતા, તેમના વડીલ સેંકડો પુરુષો બાપુજી પાસે મારું માગું કરવા આવેલા, પરંતુ ઉમેદવારો રૂપાળા હોવા છતાં, શીલ, વ્રત, નિયમ અને ઉપવાસના ગુણોમાં તે બધા મારા સમોવડ ન હોવાથી, હે શેઠાણી, તેમનો બાપુજીએ અસ્વીકાર કર્યો. એને લગતી વાતોના અને ગુણકીર્તનના પ્રસંગોમાં વારંવાર ઉપસ્થિત રહેતો મારો પ્રિયતમ જ મારી આંખોમાં પાણી રૂપે ઊતરી આવ્યા કરતો હતો. પહેલાંના એ મારા દેહસંબંધનું હું વારંવાર સંસ્મરણ કરતી તેથી મારા ઉપર જાણે કે ક્રોધે ભરાઈને રિસાઈને મારી ભોજનચિ ચાલી ગઈ. - હે ગૃહસ્વામિની, હું દુ:ખીદુઃખી હોઈને, સ્નાન અને શણગાર મને ઝેર જેવા લાગતાં; વડીલો અને કુટુંબીજનોથી મારો હૃદયભાવ છુપાવવા હું તે ની૨સપણે કર્યે જતી. જો મનોરથરૂપી તરંગો મારા જીવિતમાં પ્રસરેલા ન હોત, તો હું પ્રિયતમના સંગથી વિયુક્ત રહીને એક ક્ષણ પણ જીવી ન શકત. સ્વૈરપણે ભ્રમણ કરતો, કામદેવના બાણ જેવો, સપ્તચ્છદની સૌરભવાળો, સુખી લોકોને શાતા આપતો, ઋતુને લીધે પ્રચંડ એવો પવન મને પીડતો હતો. મદનના શરપાત સમાં, તિમિરનાશક ચંદ્રકિરણોનો સ્પર્શ હું ક્ષણ પણ સહી શકતી ન હતી. કુમુદવનને અમૃતવૃષ્ટિ સમી અત્યંત પરિતૃપ્ત કરતી શીતલ જ્યોત્સ્ના પણ ઉષ્ણ હોય તેમ મારા અંગને દઝાડતી હતી. હે, ગૃહસ્વામિની, વિષયસુખની તૃપ્તિ કરાવતા પાંચ પ્રકારના ઇષ્ટ ઇંદ્રિયાર્થો, મારા પ્રિયતમ વિના મને શોક ઉપજાવતા હતા. તે વેળા મેં પ્રિયતમને પામવા માટે, સર્વે મનોરથ પૂરા કરનાર એક સો આઠ આયંબિલ કરવાનો સંકલ્પ કર્યો. સર્વે દુઃખનું વિનાશક અને સર્વે
SR No.022657
Book TitleTarangvati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherImage Publication Pvt Ltd
Publication Year1998
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy