SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલોલા ૩૪ પચ્યું હતું? તારી રાત કેવી રીતે ગઈ, આંખોને બીડી દેતી ઊંઘ બરાબર આવી હતી ?' એટલે સારસિકાએ મેં જે કાંઈ રાત્રે આહાર કર્યો હતો તે, તથા પૂર્વ જન્મના સ્મરણ સિવાયની ઉજાણીએ ગયાની વાત કહી જણાવી. એ પ્રમાણે પૂછીને અને મને જોઈતપાસીને વસ્તુતિથિનો મર્મ પામી જઈ વૈદ્ય કહેવા લાગ્યો, “આ કન્યાને કશો રોગ નથી.' જ્વરના પ્રકાર લોકોને જમ્યા પછી તરત આવતો જ્વર કફજ્વર હોય, પાચન થતાં જે જ્વર આવે તે પિત્તજ્વર અને પાચન થઈ ગયા પછી આવતો જ્વર તે વાતજ્વર હોય છે. આ ત્રણેય વેળાએ જે વર આવે તે સન્નિપાત-વર હોય, જેમાં ઘણા પ્રબળ દોષો રહેલા હોવાનું જાણવું. અથવા તો જેમાં ઉક્ત ત્રણેય પ્રકારના જ્વરના દોષ અને લક્ષણો વરતાય તેને સન્નિપાત-જ્વર જાણવો. વળી દંડ, ચાબુક, શસ્ત્ર, પથ્થર વગેરેના પ્રહારને લીધે, ઝાડ પરથી પડવાથી કે ધકેલાવાથી – એવા કોઈ વિશિષ્ટ કારણે ઉત્પન્ન થતા જ્વરને આગતુંક જ્વર જાણવો. આ જ્વરોમાંથી એકેય લક્ષણ મને અહીં દેખાતું નથી. માટે તમે નિશ્ચિત રહો, આ કન્યાનું શરીર તદન સ્વસ્થ છે. લાગે છે કે તમારી પુત્રી ઉદ્યાનમાં ભ્રમણ કરીને અને વાહનની અથડામણથી થાકી ગઈ છે. આ શારીરિક પરિશ્રમ જાણે કે જ્યર હોય એમ બાળાને લાગે છે. અથવા તો પછી ભારે શોક કે ડરને લીધે આને કશો ચિત્તવિકાર થયો હોય, જેથી કરીને આ બાળા ખિન્ન બની ગઈ હોય. આમાં બીજું કશું કારણ નથી.” એ પ્રમાણે અમ્માને તથા બાપુજીને કારણો તથા દલીલોથી સમજાવીને, સન્માનપૂર્વક વિદાય કરાયેલો વૈદ્ય અમારે ઘેરથી ગયો. વિરહાવસ્થાની વ્યથા પછી ભારે શોકથી તપ્ત હૃદયવાળી અને દુઃખાર્ત બની ગઈ હતી. અમ્માએ મને શપથ દઈને બપોરે જમાડી. ઉજાણીએથી પાછી ફરેલી પેલી
SR No.022657
Book TitleTarangvati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherImage Publication Pvt Ltd
Publication Year1998
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy