SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૭ કડાકા થાય, ખીજચંદ્રોદય વખતે ચાર ઘડી, આકાશમાં નવીન ચિન્હ થાય, ધુમસ પડે, ઝાકળ પડે, તેાફાની પવન વાય, અષાડ સુદ ૧૫ અને વદ ૧, ભાદરવા સુદ ૧૫ અને વદ ૧, કારતક સુદ ૧૫ અને વદ ૧, ચૈત્ર સુદ ૧૫ અને વદ ૧, સૂર્યોદય પહેલાં એ ઘડી, મધ્યાહ્ને એ ઘડી, સાંજે એ ઘડી અને મધરાત્રે એ ઘડી: એ બત્રીસ કાળ સ્વાધ્યાયને માટે અયુક્ત એટલે દોષપૂર્ણ હાય, તેને ત્યાગ કરીને ઇતર સજ્ઝાય કાળમાં શાસ્ત્રનું પઠન-પાર્ટન કરવું. (૨) શિક્ષણ આપનાર અધ્યાપક કિવા ગુરૂ પ્રત્યે સંપૂર્ણ વિનય રાખીને શાસ્ત્રનું અધ્યયન કરવું. વિનયરૂપી તપને વિષે પૂર્વે કહેવામાં આવેલું જ છે. (૩) અભ્યાસના વિષયનું બહુ માન કરીને એટલે કે ઉત્કૃષ્ટ પ્રેમપૂર્ણાંક અધ્યયન કરવું. રૂચિ વિના કેવળ વેઠની પેઠે અધ્યયન કરવું તે નિરક છે અને જ્ઞાન જેવી ઉત્કૃષ્ટ વસ્તુની અવગણના છે. કહ્યું છે કે— इग दु ति मासखवणं संवच्छरमवि अणसिओ हुजा । सज्झाय झाण रहिओ एगोवासफलं पि न लभिज्जा ॥ અર્થાત્—એક માસ, એ માસ કે ત્રણ માસનાં માસક્ષપણ કરે, અથવા એક વર્ષ સુધી અણુસણ કરે, પણ જો તેને સ્વાધ્યાય ધ્યાનરહિત હાય, તેા એક ઉપવાસનું પણ ફળ મેળવતા નથી. (૪) અધ્યયનના વિષયની ઉપર દષ્ટિ રાખીને આચાય કે ગુરૂ જે કાંઈ તપ કરવાનું કહે તે તપને ઉપધાન કહેવામાં આવે છે. આવું ઉપધાન તપ કરવાથી જિજ્ઞાસુની બુદ્ધિ અને વૃત્તિ નિર્મળ થાય છે અને વળી અધ્યયન માટેની તેની જિજ્ઞાસાની કસેાટી પણ સારી પેઠે થાય છે. સુ′ રીતે ઉપધાન વહીને સ્વાધ્યાય કરનાર વિશેષ નિર્મળ ચિત્તવાળા સાધુ બને છે, સ્વાધ્યાયમાં તેની વૃત્તિ એકાગ્ર થાય છે અને જેવી સેવા તે જ્ઞાનની કરે છે . તેવી જ સેવા તેની કરવા જ્ઞાન તેની હજીરમાં ઉપસ્થિત થાય છે. (૫) અધ્યાપક કે વિદ્યાગુરૂને ઉપકાર ભૂલી જવા નિહ કે ગેાપવવા નિહ એ પણ જ્ઞાનને પ્રશસ્ત આચાર છે. કેાઈ વાર તીવ્ર બુદ્ધિને શિષ્ય ગુરૂ કે અધ્યાપકથીએ વધુ અભ્યાસ કરીને આગળ વધી જાય છે, કિંવા કાઇ તુચ્છ વ્યક્તિ પાસેથી
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy