________________
૪૨૬
જ્ઞાનાવરાછામ્ ૨૮૮ अस्वाध्यायविवर्जनेन पठनं स्वाध्यायकाले सदा। गुर्वादी विनयं विधाय तदपि प्रेम्णा प्रकृष्टेन वै॥ कार्य योग्यतपो गुरोरुपकृते! विस्मृतिः सर्वथा। शब्दार्थोभयशुद्धिरष्टपठनाचारा इमे शोभनाः॥
જ્ઞાનના આઠ આચાર. ભાવાર્થ-સ્વાધ્યાય કાળે-અજઝાય ટાળીન–શાસ્ત્રનું પઠન કરવું, અધ્યાપક–ગુર્નાદિકનો બરાબર વિનય સાચવીને ભણવું, જે ભણવાનું હોય તેના ઉપર ઉત્કૃષ્ટ પ્રેમ રાખી-રુચિપૂર્વક ભણવું, શાસ્ત્રના આલાવા પ્રમાણે ઉપધાન તપ કરવું, ભણાવવામાં જેણે પરિશ્રમ લીધો હોય તેવા અધ્યાપકવિદ્યાગુરૂને ઉપકાર કોઈ પણ રીતે ભૂલો કે ગોપવો નહિ, શાસ્ત્રના પાઠન શુદ્ધ ઉચ્ચાર કરે, અર્થમાં લેશમાત્ર ફેરફાર ન કરે અર્થાત શુદ્ધ અર્થ કરે, શબ્દ અને અર્થ ઉભયની શુદ્ધિ સાચવવી, એ જ્ઞાનના આઠ આચાર શાસ્ત્રમાં કહેલા છે; તેનો ઉપયોગ કરી શાસ્ત્ર ભણવાથી વિદ્યા સુશોભિત થાય છે. (૧૮૮)
વિવેચન–અત્ર વિવરણ સાથે જે આઠ જ્ઞાનાચાર કહેલા છે તે શાસ્ત્રમાં સંક્ષેપમાં નીચે મુજબ કહ્યા છેઃ સા વિના વઘુમાળે રૂપાળ તર્ય નવ . વંકગ સાથે તદુમ, લવિહા નાળમાચાર . (૧) વેદાનુયાયીઓ જેને “અધ્યાયી” કહે છે, તેને જૈન શાસ્ત્રમાં “અસઝાય’–અસ્વાધ્યાય કહે છે. આ અસજઝાય તે એવો સમય હોય છે કે જે વખતે શાસ્ત્રનું વાચન-પઠન થાય નહિ અને કરીએ તો દેષભાગી થઈએ. જૈન શાસ્ત્રમાં ૩૨ અરજઝાય કહી છે. નજીકમાં હાડકાં, માંસ, લોહી કે વિષ્ટા પડી હોય,
શ્મશાન હોય, ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ હોય, કોઈ મોટો માણસ મરણ પામ્યો હોય, રાજ્યમાં કાંઈ વિધ્ર હોય, નજીકમાં પંચૅયિનું કલેવર હોય, તારા ખર્યા હોય, દિશાઓ રાતી થઈ હોય, અકાલે ગાજવીજ, વીજળી,