________________
૩૬૬
જીવજંતુઓનાં દર વિનાનુ હોવુ જોઇએ, તેમ જ ત્યાં લેાકેાની બહુ આવજા ન હોવી જોઇએ, તે સ્થાન નિચાણવાળું કે ઉંચાણવાળુ ન હાવુ જોઇએ પણ એક સરખુ હાવુ જોઇએ; વળી તે લેાકેાની આવજા માટેના માર્ગ નહાવા જોઇએ કિવા ત્યાં કાઇ દેવ-દેવતાને વાસ મનાતા ન હોવા જોઇએ, અને તે સ્થાન સૂક્ષ્મ જીવજંતુએથી વ્યાપ્ત ન હેાવુ' જોઇએ. આમ બધી રીતે જે સ્થાન વિશુદ્ધ હેાય તે જ સ્થાને મુનિએ મળ–મૂત્રાદિને ત્યાગ પરિષ્ઠાપના સમિતિને જાળવી યતનાપૂર્વોક કરવા ઘટે. સુક્ષ્મમાં સૂક્ષ્મ જંતુ, મનુષ્યા અને દેવાને સુદ્ધાં પોતાના પરઠવવાના પદાર્થીથી જરા પણ ઇજા ન થાય, તેમ જ સંયમીને ઘટતી મર્યાદાનું પાલન થાય તેટલા માટે આ વિધિનું કથન કરવામાં આવેલું છે. જ્યાં ત્યાં ગંદકી કરીને પડેાસીની કે માર્ગે જતા મનુષ્યેાની અડચણને વિચાર નહિ કરનારાઓને આ સમિતિને મમ એધક થઇ પડવા જોઇએ છે. અંગીરસ, પારાશર, યાજ્ઞવલ્કય, મનુ ઇત્યાદિ સ્મૃતિકાર પણ મૂત્ર પુરિયાદિના સંબંધમાં જૂદા જૂદા પ્રકારના વિવેકનું સૂચન કરે છે. આ સમિતિના મને સમજનાર અને અહિંસાના સાચા ઉપાસક ધચિ નામના મુનિનું દૃષ્ટાંત અંધ બેસતું થઇ પડશે.
દૃષ્ટાંત—ધ રૂચિ નામના એક મુનિ એકદા ગેાચરી કરવા નીકળ્યા અને એક ધરમાં જઇ ચડયા. તે ઘરની ગૃહિણીએ તુંબડીનું શાક કર્યું હતું, પરન્તુ તુંબડી કડવી હાવાને લીધે કાઇથી ખાઇ શકાય તેમ ન હતુ એટલે તે શાક તેને ઉકરડે નાંખવાનું જ હતું; પરન્તુ આ મુનિને આવેલા જોઇને તેણે વિચાર્યું કે એ શાક હું આ મુનિને જ આપી દઉં કે જેથી મારે ઉકરડે નાંખવા જવાની તકલીફ લેવી ન પડે ! આથી ગૃહિણીએ કડાઇમાંનું અધુ શાક મુનિના પાત્રમાં ઠાલવી દીધું. ઉપાશ્રયે આવતાં ગુરૂએ જોયું કે મુનિએ શાક વહેારવામાં ભૂલ કરી છે કારણકે તે કડવી તુંબડીનું શાક છે એટલે કે તે ઝેરી વસ્તુ છે અને ખાવાથી પ્રાણની હાનિ થશે. ગુરૂએ ધર્મ ચિ મુનિને કહ્યું કે આ શાક આપણે આરેગવાલાયક નથી કારણકે તે ઝેરી છે, માટે કાઈ વિશુદ્ધ સ્થાને એ શાકને વિધિપૂર્વક પરાવી આવેા. મુનિ