________________
૨૮૫
સત્કાર્યું ! આ રીતે ગજસુકુમારના વૈરાગ્યની અને સાધુત્વની પરમ કસોટી થઈ. આવો નિગ્રહી સાધુ મેક્ષપદને પામે તેમાં શું આશ્ચર્ય ? (૧૨૪) [નિમ્ન શ્લોકમાં એક ઉત્તમ શિખ્યના અન્ય ગુણેનું કથન કરવામાં આવ્યું છે.]
શિષ્યદક્ષત્રો नम्रः कोमलमानसोऽतिसरलो लज्जाविवेकान्वितोनिर्दम्भो निरहङ्घतिनिरलसः सौम्यः शशीव स्वयम्॥ प्रज्ञावान् मितभाषकः सुचरितः श्रद्धायुतो यो भवेदौदासीन्यमुमुक्षुलक्षणपटुः शिष्यः स एवोत्तमः॥
T શિષ્ય કેવું હોય? ભાવાર્થ તથા વિવેચન–એક સષ્યિમાં બીજા પણ કેટલાક ગુણે હેવાની જરૂર છે. એક ત્યાગી સગુરૂનું શિષ્યત્વ ગ્રહણ કરનાર મુમુક્ષ હોવો જોઈએ અને મુમુક્ષુના જે ગુણ હોય તે એક સશિષ્યના પણ હોવા જોઈએ. પૂર્વે કહ્યું તેવા પરિપકવ વૈરાગ્ય ઉપરાંત જેનામાં નમ્રતા અથવા વિનય હાય, જેનું મન સુકોમળ હોય તથા અતિ સરળ હોય, જેનામાં લજા તથા વિવેકના સગુણ પણ હોય, જે નિર્દષ્ણ એટલે દખ્ખવૃત્તિ વિનાનો અને નિરહંકારી એટલે અહંકાર વિનાનું હોય, જે આળસુ અથવા પ્રમાદી ન હોય, જે ચંદ્ર જેવી સૌમ્ય આકૃતિવાળો હોય, પ્રજ્ઞા અર્થત. બુદ્ધિવાળો હોય, મિતભાષી હોય, જેનું ચરિત્ર-વર્તન ઉચ્ચ પ્રકારનું હોય, જે શ્રદ્ધામાં અચળ હોય તથા ઔદાસીન્ય વૃત્તિવાળો હોય, તે–મુમુક્ષતાનાં સર્વ લક્ષણોમાં નિપુણ એ જ ઉત્તમ શિષ્ય લેખાય. જગતમાં મુમુક્ષ બનવાની ઈચ્છા તે ઘણાએ ધરાવે છે, અને જોગી, જતિ કે સાધુઓની સેવા કરે છે, પરંતુ તેમાં સાચા મુમુક્ષુઓ કે જે સગુરૂ પાસેથી જ્ઞાનની ચાવી મેળવીને આત્માનું કલ્યાણ કરવાની ઈચ્છાવાળા હોય છે તેવા તે છેડા જ હોય છે. સાચા મુમુક્ષુઓની ઓળખ માટે આ બાહ્યાંતરૂ ગુણેનું કથન કરવામાં આવ્યું છે.