________________
૨૮૪ - ગ્રંથકારે આ લોકમાં વૈરાગ્યની કરી સૂચવવા માટે મન તથા ઇકિયેના સ્થૂળ દાખલા આપ્યા છે. જેવા કે, દેવાંગનાને જોયા છતાં ચિત્તની ચંચલતા ન થવી, અનેક મનુષ્ય લાકડીઓથી માર મારે છતાં મન સુબ્ધ ન થવું ઇત્યાદિ. એ જ રીતે મન અને ઈકિ ઉપર બીજા પ્રકારના આઘાત થવાના પ્રસંગે આવે તો પણ જેને હર્ષ કે શક થતાં નથી, વૃત્તિઓ કંપાયમાન થતી નથી પરંતુ અડગ રહે છે તેનું વૈરાગ્ય પરિપક્વ થએલું લેખાય, એવું કહેવાનો આશય છે.
દષ્ટાન્ત–તીવ્ર વૈરાગ્ય વડે જેણે મન અને ઈદ્રિયનો અપૂર્વ સંયમ કરવામાં સફળતા મેળવી છે એવા ગજસુકુમારનું ચરિત્ર જૈન શાસ્ત્રમાં સુપ્રસિદ્ધ છે. ગજસુકુમારને સોમિલ નામના બ્રાહ્મણે પોતાની પુત્રી વાગ્દાનથી આપી. ત્યારપછી વૈરાગ્યને પામેલા ગજસુકુમારે તેમનાથ સ્વામી પાસે દીક્ષા લઈ સાધુત્વ ગ્રહણ કર્યું. દીક્ષા લઈને તરત જ ગુરૂ પાસે માંગણી કરી કે તરત મોક્ષ મળે તેવો માર્ગ બતાવો. પ્રભુએ કહ્યું બારમી ભિક્ષની પડિમા અંગીકાર કરી બરાબર રીતે પાલન કરે તો જલદી મોક્ષ મળે છે. ગજસુકુમાર મુનિ ભિક્ષ પડિમા આદરીને મશાનભૂમિમાં કાયોત્સર્ગ (કાઉસગ્ગ) કરીને રહ્યો. સમિલે તેને દીઠે અને ક્રોધમાં આવી જઈ તેને ઘણું ગાળે દઈને કહ્યું : “એ નિર્માલ્ય પુરૂષ ! જ્યારે તારામાં કમાઈ ખાવાની કે સ્ત્રીનું રક્ષણ કરવાની શક્તિ નહોતી અને છેવટે સાધુ થઈને ભીખ જ માંગી ખાવી હતી, ત્યારે તેં મારી પુત્રીને અંગીકાર કરી તેને કુંવારા રાણીવાસમાં મેકલી તેનો ભવ કેમ બાળ્યો ?” કાઉસગ્નમાં હોવાથી ગજસુકુમારે કશે જવાબ ન આપો, પરંતુ સોમિલના કષ્ટક તુલ્ય વચનોથી તેની ચિત્તવૃત્તિમાં કશે ક્ષોભ ઉત્પન્ન ન થયો અને તેની સમતા નાશ ન પામી. તેને નહિ બોલતો જોઈને વધારે ક્રોધને વશ થએલા સમિલે ગજસુકુમારના માથા ઉપર માટીની પાળ બાંધી અને પાસેની ચિતામાંથી અંગારા લઈ તેના માથામાં ભર્યા ! આ રીતે મસ્તક દગ્ધ થઈ જવા છતાં ગજસુકુમારની વૃત્તિઓ ચંચળ ન થઈ, એ સાધુએ કશે શબ્દોચ્ચાર પણ કર્યો નહિ અને સમાધિભાવે મરણને