________________
૧૧.
મિમિત્ર શાળ વાર્બન લાદવ છે विद्वाश्चेत् पठनोद्यतान् सरलया रीत्या मुदा पाठय । शिल्पी चेदुचिताश्च शिक्षय कलानिष्कामवृत्त्याऽखिलाः॥ वक्ता चेदसि दर्शय प्रवचनैः सन्नीतिमार्ग सदा । वैद्यश्चेत्कुरु रोगनाशनकृते तेषां व्यवस्था शुभाम् ॥ वैश्यश्चेद् भव कार्यवाहकतया वस्तुव्यवस्थापकः । श्रीमांश्चेच्छिशयोग्यवस्त्रनिकरं देहि प्रसङ्गोत्सवे ॥ सामान्यो यदि शंसनेन जनतामध्येऽस्य सञ्चारणं। सेवामर्जय येन केनचिदपि त्वं स्वार्थवृत्तिं विना ॥
જૂદા જૂદા માણસોની જુદી જુદી સેવા. ભાવા–સેવાના ઉમેદવાર ! જે તે વિદ્વાન હો તો આશ્રમના વિદ્યાર્થીઓને જેમ સરલતા થાય તેવી રીતે અભ્યાસ કરાવ. જે તું શિલ્પીકારીગર હો તે બદલાની આશા રાખ્યા વિના કેવળ નિષ્કામવૃત્તિથી તેમને કળા શિખવ. જે તું વક્તા હો તો શાસ્ત્રીય વચનોથી તેમને સારી નીતિનો માર્ગ બતાવ. જે તું વૈદ્ય છે તે તેમનામાં રોગો ઉત્પન્ન ન થાય અથવા ઉત્પન્ન થએલ હોય તો તરત નષ્ટ થાય તેવી વ્યવસ્થા કર. જે તું વ્યાપારી હો તો આશ્રમના વહીવટ ઉપર દેખરેખ રાખીને વ્યવસ્થાપક થા. જો તું ધનવાન છે તે જ્યારે ઘેર લગ્નાદિ સરખા માંગલિક પ્રસંગ આવે ત્યારે અનાથ બાળકોને યોગ્ય વસ્ત્રાદિનું દાન આપ. જે તારી પાસે બીજું કંઈ પણ સાધન ન હોય તો છેવટે સારી ઉપકારી સંસ્થાઓના યથાર્થ ગુણોની લેકોને માહીતી આપીને જનસમાજમાં તેને સંચાર કર. ટુંકામાં કોઈ પણ રીતે સ્વાર્થવૃત્તિ રાખ્યા વિના સેવા બજાવવાને તત્પર થા. (૫૯-૬૦)