SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ધારાબદ્ધ-રસાળ શૈલીમાં ‘સિરિચંદરાયચરિય”ની ૨૦૨૨ની સાલમાં રચના કરી. તે સમયે તેઓશ્રીનાં મનમાં એવી કંઇ વાત રમતી હશે કે : પ્રાકૃત ભાષામાં લખાયેલી કથા બધાને વાંચવામાં આવશે કે નહિ ? જો સંસ્કૃતમાં કથાની રચના કરવામાં આવે, તો વિદ્વાનોને ગ્રાહ્ય બને અને પ્રાકૃત-સંસ્કૃત બંને ભાષામાં રચાય તો સઘળા સાહિત્યકારોને યોગ્ય/ભોગ્ય બને.' સંપૂર્ણ ચંદરાજાચરિત્રની કથાવસ્તુ તો તેઓશ્રીના મનમાં સ્થિર થઈ ગઈ હતી. માત્ર તેને સંસ્કૃતમાં ઓપ આપવાનો હતો. પ્રાકૃતમાં પદ્યબદ્ધ કરતા ગદ્યબદ્ધ વાંચનમાં સુગમ પડે. કથાનો લય પકડાયેલો રહે. પરંતુ સંસ્કૃતમાં કથા આલેખવી હોય તો તેમાં વૈશિસ્ય જોઇએ અને તે વિશિષ્ટતા સંસ્કૃત પદ્યમાં જ આવે, તેમાં ય વૈવિધ્ય વર્ણન મુજબ વિવિધ છંદો આવશ્યક છે. જો કે પ્રાકૃતમાં રચાયેલ ‘સિરિચંદરાયચરિય'ની પ્રશસ્તિમાં તેની રચના વિ. સં. ૨૦૨૨માં થયેલ તેવો ઉલ્લેખ છે, તેનો ઉલ્લેખ દર્શાવતો શ્લોક सीसेण तस्स रइयं, नरवइसिरिचंदरायचरियमिम। कत्थूररायरिएणं, वरिसे भुज हत्थ नह नेत्ते (२०२२)।। અને આ સંસ્કૃત શ્રીચંદ્રરાજચરિત્રની પ્રશસ્તિમાં વિ.સં. ૨૦૦૮માં રચના થયાનો ઉલ્લેખ છે. પ્રશસ્તિ શ્લોક वस्वाकाशवियन्नेत्र-मिते वैक्रमवत्सरे। નેવેન્દ્ર વદ્વિસીંચીને (રૂ), પૂગ્રન્થ: શરક્રિયા આ બધું તપાસતા પહેલા સંસ્કૃતમાં રચના કરી અને પછી પ્રાકૃતમાં કરી છે, છતાં નિર્ણય કરવો કઠીન છે. સંસ્કૃતમાં શ્લોકબદ્ધ હોવા છતાં તે કેમ મુદ્રિત ન થયું ? તે પણ પ્રશ્ન છે. છતાં સમય-સંયોગ આવ્યો નહિ હોય. સંસ્કૃતકૃતિની પ્રેસકોપીની નોટોનો અભ્યાસ કરતા એમ લાગે છે કે ‘પૂજ્યશ્રીએ પહેલા રચના કરી દીધી હોય પછી પ્રાકૃતમાં કરી હોય ત્યાર બાદ સંસ્કૃતમાં વિશેષ નિરીક્ષણ કરી વિચારીને નવી સ્કૂરણા થતાં ક્યાંક કેટલાક શ્લોક કાઢી નાંખ્યા, કેટલાક આખા શ્લોકો જ સુધાર્યા, કેટલાક શ્લોકોના પદો બદલ્યા, શબ્દો-ધાતુઓ વગેરેમાં ફેરફાર કર્યા હોય, તે કારણે જૂના કરતા નવા શ્લોકોમાં પ્રૌઢિમાં, ગરિમા, ચંગિમા, મધુરિમા ખૂબ વધી ગઈ. તેથી આ બધું નિરીક્ષણ કરતાં જે સુધારા પાછળથી થયા છે, તે મૂળમાં લીધા છે અને જે જૂના પાઠો છે, તે બધા પાઠાંતરમાં નોંધ્યા છે, જેથી વાંચનાર બન્ને પાઠાંતરોની તુલના કરી શકે. - પ્રાકૃતમાં ગદ્યબદ્ધ છે, તેથી ચાર ઉદ્દેશામાં સંપૂર્ણ કથાનું આલેખન કર્યું છે અને અહીં સંસ્કૃતમાં સાત સર્ગમાં કથા આલેખી છે..
SR No.022620
Book TitleChandra Charitram
Original Sutra AuthorN/A
AuthorVijaychandrasuri
PublisherRander Road Jain Sangh
Publication Year2014
Total Pages356
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy