SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ ઇન્દ્રિયોના વિષયરૂપ પુદ્ગલોમાં પ્રવૃત્તિ જ ન કરવી, મનવચન-કાયાના યોગો પુદ્ગલોમાં ન પ્રવર્તે એ જ ઉત્તમ મૌન છે. (४२) यः पश्येन्नित्यमात्मानमनित्यं परसङ्गमम् । छलं लब्धुं न शक्नोति तस्य मोहमलिम्लुचः ।। અર્થ : જે આત્મા કાયમ માટે આત્માને નિત્ય તરીકે જુએ છે અને પરવસ્તુઓના સંગને અનિષ્ટ તરીકે જુએ છે, મોહરૂપી ચોર એને કદી છેતરી શકવા સમર્થ બનતો નથી. (४३) देहात्माद्यविवेकोऽयं सर्वदा सुलभो भवे । भवकोट्याऽपि तद्भेदविवेकस्त्वतिदुर्लभः ।। અર્થ : આ શરીર એ જ આત્મા છે. શરીરથી જુદો કોઈ આત્મા નથી, કેમકે એ દેખાતો નથી’ આવો અવિવેક તો સંસારમાં કાયમ માટે સુલભ છે. પણ ‘આ શરીર અને આત્મા પરસ્પર જુદા છે. શરીરમાં જ શરીરથી ભિન્ન કોઈક આત્મા રહે છે.’ એવો વિવેક તો કરોડો ભવે પણ દુર્લભ છે. (४४) मनोवत्सो युक्तिगवीं मध्यस्थस्यानुधावति । तामाकर्षति पुच्छेन तुच्छाग्रहमनः कपिः ।। અર્થ : મધ્યસ્થ મહાત્માનું મન વાછરડા જેવું છે. વાછરડું ગાયની પાછળ જ ચાલે. એમ મધ્યસ્થ સાધુનું મન સાચી યુક્તિ-સાચા પદાર્થરૂપી ગાયની પાછળ જ ચાલે. (અર્થાત્ જ્યાં જ્યારે જે સાચું હોય એ સ્વીકારે.) જ્યારે તુચ્છ કદાગ્રહવાળા સાધુઓનું મન તો વાંદરા જેવું છે. વાંદરો ગાયને પૂંછડું પકડીને ખેંચે એમ આ કદાગ્રહી જીદ્દી સાધુઓનું મન યુક્તિને પોતાની ઈચ્છા પ્રમાણે ખેંચી જાય છે. (અર્થાત્ પોતાને મનગમતી વાત જ સાચી ઠેરવવાનો પ્રયત્ન તેઓ કરે.) (४५) स्वस्वकर्मकृतावेशाः स्वस्वकर्मभुजो नराः । न रागं नाऽपि च द्वेषं मध्यस्थस्तेषु गच्छति ।। અર્થ : બધા મનુષ્યો પોતપોતાના કર્મોને પરવશ છે. પોતપોતાના કર્મ ++++++++++++||||||||||||||||↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (જ્ઞાનસાર) ૨૧
SR No.022618
Book TitleJain Shastrona Chuntela Shloko Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages178
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy