SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ (३७) गौरवं पौरवन्द्यत्वात्प्रकृष्टत्वं प्रतिष्ठया । ख्यातिं जातिगुणात् स्वस्य प्रादुष्कुर्यान्न निःस्पृहः ।। અર્થ : શહેરના લોકો, શ્રીમંતો મને વંદન કરે છે, મારા ભક્તો છે. ચારે બાજુ મારો યશ, કીર્તિ, પ્રતિષ્ઠા ફેલાય છે. હું ઉત્તમ જાતિનો છું...’ નિસ્પૃહ સાધુ આવા બધા વાક્યો દ્વારા પોતાનું ગૌરવ, પોતાની મોટાઈ, પોતાની ખ્યાતિ સાચી હોવા છતાં ય કદી પ્રગટ ન કરે. (૩૮) મૂશય્યા મૈક્ષમાન નીŕ વાસો વનં ગૃહમ્ | तथापि निःस्पृहस्याहो चक्रिणोऽप्यधिकं सुखम् ।। અર્થ : ધરતી એ જ સાધુની પથારી છે. ભીખ માંગીને લાવેલ ભોજન એ જ સાધુનું ભોજન છે. સાધુના વસ્ત્રા ય જીર્ણ છે. જંગલ એ જ સાધુનું ઘર છે. પણ આશ્ચર્ય છે કે તો ય નિઃસ્પૃહ મુનિવરને તો ચક્રવર્તી કરતા પણ વધારે સુખ છે. (३९) परस्पृहा महादुःखं निःस्पृहत्वं महासुखम् । एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयो: ।। અર્થ : : સુખ અને દુઃખની નાનામાં નાની વ્યાખ્યા આટલી જ છે કે (૧) પરવસ્તુઓની સ્પૃહા એ મહાદુઃખ છે. (૨) કોઈપણ વસ્તુની સ્પૃહા ન હોવી એ મહાસુખ છે. (४०) यथा शोफस्य पुष्टत्वं यथा वा वध्यमण्डनम् । तथा जानन् भवोन्मादमात्मतृप्तो मुनिर्भवेत् ।। અર્થ : શરીર ઉપર થયેલા સોજાથી શરીર તગડું બનેલું દેખાય પણ એ હકીકત નથી. મરેલાને કરેલો શણગાર પણ નકામો છે. એ શણગારથી મરેલાને કોઈ સુખ થતું નથી. એમ સંસારમાં વિષયસેવન વડે જે સુખ છે તે પણ સોજા જેવું, મડદાના શણગાર જેવું છે. આ જાણીને જ મુનિ તો પોતાના આત્મામાં જ તૃપ્તિ પામે. (४१) सुलभं वागनुच्चारं मौनमेकेन्द्रियेष्वपि । पुद्गलेष्वप्रवृत्तिस्तु योगानां मौनमुत्तमम् ।। અર્થ : શબ્દો ન બોલવારૂપી મૌન તો એકેન્દ્રિયોમાં પણ સુલભ છે. પણ ૨૦ *111111111 1111111HHHHHHHHHHHHHHHHHHHH જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨
SR No.022618
Book TitleJain Shastrona Chuntela Shloko Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages178
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy