SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલવાની ક્રિયા જ ન કરે તો એ કંઈ ઈષ્ટ નગરને પામી શકતો નથી. (२५) स्वानुकूलां क्रियां काले, ज्ञानपूर्णोऽप्यपेक्षते । प्रदीपः स्वप्रकाशोऽपि, तैलपूर्त्यादिकं यथा ।। અર્થ : કેવળજ્ઞાનીઓ પણ યોગ્ય કાળે પોતાને ઉચિત એવી ક્રિયાની અપેક્ષા રાખે જ છે. (દા.ત. યોગનિરોધની ક્રિયા) ભલે ને દીપક સ્વયં પ્રકાશક હોય તો ય તે માટે એ તેલ પૂરવા વગેરે ક્રિયાની અપેક્ષા તો રાખે જ છે. (२६) बाह्यभावं पुरस्कृत्य, ये क्रियां व्यवहारतः । वदने कवलक्षेपं, विना ते तृप्तिकाङ्क्षिणः ।। અર્થ : “આંતરિક પરિણતિથી મોક્ષ મળે છે. આ બધી ક્રિયાઓ તો શરીરમાં રહેનારી છે, બાહ્યવસ્તુ છે.” આમ કહીને જેઓ ક્રિયાને માત્ર વ્યવહાર પૂરતી માની એનું ખંડન, ઉપેક્ષા કરે છે તેઓ તો “મોઢામાં કોળીયો નાંખ્યા વિના જ પેટ ભરાઈ જાય' એવી ઈચ્છાવાળા લાગે છે. પેટ ચોક્કસ ભરાય પણ કોળીયો ખાવાની ક્રિયા તો કરવી જ પડે. એમ મોક્ષ ચોક્કસ મળે પણ એ માટે સંયમ, સ્વાધ્યાયાદિ ક્રિયાઓ તો કરવી જ પડે. (૨૭) કુળવવહુનાનાર્નિત્યસ્મૃત્યા ઘ સક્રિયા છે जातं न पातयेद् भावमजातं जनयेदपि ।। અર્થ : પ્રતિક્રમણ, પ્રતિલેખન, લોચ, વિહાર, ગુરુસેવા, સ્વાધ્યાય, વૈયાવચ્ચાદિ જે શુભ ક્રિયાઓ છે એમાં બે વસ્તુ ભેગી થવી જોઈએ. (૧) ગુણવાનો પ્રત્યે બહુમાન, પ્રશંસાદિ. (૨) તે ક્રિયાનું રોજ સ્મરણ, ઉપયોગ. જો આ બે ભેગા મળે તો એ શુભ ક્રિયાઓ બે મોટા કામ કરે. (૧) આત્મામાં સર્વવિરતિ વગેરે ભાવો પ્રગટ ન થયા હોય તો એને પ્રગટ કરી આપે. (૨) પ્રગટ થઈ ચૂક્યા હોય તો એનો વિનાશ ન થવા દે, એને વધારે. (२८) क्षायोपशमिके भावे, या क्रिया क्रियते तया । पतितस्यापि तद्भावप्रवृद्धिर्जायते पुनः ।। અર્થ : મોહનીયના ક્ષયોપશમપૂર્વક સાચા ભાવની હાજરીમાં જે ક્રિયા કરાય જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (જ્ઞાનસાર) ૧૭
SR No.022618
Book TitleJain Shastrona Chuntela Shloko Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages178
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy