SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ: ભોળા હરણિયાઓ બાજુમાં જ રહેલા જળાશયને છોડીને ઉનાળાની ગરમીમાં રેતીમાં દેખાતા ઝાંઝવાજળ પાછળ દોડે છે. ત્યાં પહોંચે, જળ ન મળે, પાછી દૂર નજર કરે, દૂર જળ દેખાય... આમ ને આમ મોત પામે. આ સંસારીઓ, ભોગલંપટ જીવો પણ શું જડ નથી? આ પાંચ ઈન્દ્રિયોના વિષયો પણ ઝાંઝવાજળ જેવા જ છે. જીવો માને છે કે આમાં સુખ છે અને પાછળ દોડે છે પણ એ જીવોની તૃષ્ણા તો આગળ ને આગળ વધતી જ જાય છે. . (२२) गुरुत्वं स्वस्य नोदेति, शिक्षासात्म्येन यावता । आत्मतत्त्वप्रकाशेन, तावत् सेव्यो गुस्त्तमः ।। અર્થ: ગુરુ પાસેથી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા લેતા લેતા જ શિષ્યો સ્વયં પોતાની જાતના ગુરુ બની જાય છે. ગ્રહણ-આસેવનશિક્ષા દ્વારા શિષ્યોમાં આત્મતત્વનો પ્રકાશ થાય છે. અને પછી તેઓ સ્વયં પોતાના ગુરુ બની જાય છે. પણ જ્યાં સુધી એ ન બને ત્યાં સુધી તો ઉત્તમગુરુની સેવા કરવી જ પડે. (ગુરુ પાસેથી શ્રુતજ્ઞાન મેળવવું એ ગ્રહણશિક્ષા છે અને પ્રતિલેખન, ગોચરી વગેરે અનુષ્ઠાનો ગુરુ પાસે શીખવા એ આસેવનશિક્ષા છે. જે સાધુને રાગ-દ્વેષ ન સતાવે, જેનાથી પ્રાયઃ કોઈ ભૂલ ન થાય એ પોતાનો ગુરુ બની ગયેલો કહેવાય.) (२३) ज्ञानी क्रियापरः शान्तो, भावितात्मा जितेन्द्रियः । स्वयं तीर्णो भवाम्भोधेः, परांस्तारयितुं क्षमः ।। અર્થ : જે સાધુ (૧) જ્ઞાની (૨) ક્રિયાતત્પર (૩) શાન્ત (૪) ભાવિતાત્મા (૫) જિતેન્દ્રિય છે એ સ્વયં આ સંસારસમુદ્રથી તરે છે અને એ જ બીજાઓને તારવા માટે સમર્થ બને છે. (२४) क्रियाविरहितं हन्त ज्ञानमात्रमनर्थकम् । गति विना पथज्ञोऽपि नाप्नोति पुरमीप्सितम् ।। અર્થ : વિગઈત્યાગ, આંબિલ, પ્રતિક્રમણાદિ ક્રિયાઓ વિનાનું માત્ર જ્ઞાન એ તો નકામું છે. રે ! ગમે તેટલો માર્ગનો જાણકાર હોય પણ એ ૧૬ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨
SR No.022618
Book TitleJain Shastrona Chuntela Shloko Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages178
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy