SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ (५७) • भयवं पसाउ करिउं इच्छाइ अभासणम्मि कुठेतुः । इच्छाकाराऽकरणे लहुसु साहूसु कज्जेसु ।। : ...-- અર્થ : “હે ભગવન્! આપ આપની અનુકૂળતા હોય તો મારા ઉપર કૃપા કરી આ લાભ મને આપો” ઈત્યાદિ વચનો વડીલોને વિશે જો હું ન બોલું તથા નાના સાધુઓને કામ સોંપતી વખતે “આપની ઈચ્છા અનુકૂળતા છે ને ?” એ રીતે ઇચ્છાકાર ન કરું. (५८) सव्वत्थवि खलिएसुं मिच्छाकारस्स अकरणे तह य । सयमन्त्राउ वि सरिए, कहियव्वो पंच नवकारो ।। અર્થ : કોઈપણ ભૂલ થાય ત્યારે મિચ્છા મિ દુક્કડ કરવાનું ભૂલી જાઉં.આવા કોઈપણ અપરાધ મને જાતે યાદ આવે કે બીજા મને યાદ કરાવે ત્યારે પાંચ નવકાર ગણીશ. (५९) वुड्ढस्स विणा पुच्छं, विसेसवत्थु न देमि गिण्हे वा । अन्नपि अ महकज्जं वुटुं पुच्छिय करेमि सया ।। અર્થ : વડીલને પૂછયા વિના બોલપેનાદિ કોઈપણ વિશેષ વસ્તુ કોઈને આપીશ નહિ કે કોઈની પાસેથી લઈશ નહિ. બીજું પણ મોટું કામ હંમેશા વડીલોને પૂછીને જ કરીશ. (કાળ પડતો ગયો છે એટલે નાના કાર્યો માટે વડીલોને પૂછીને કરવાની બાધા બતાવી નથી.) (૬૦) સુવ્યસંયાન વિ, નિયમ સુહાવિદ પાડ્યું છે किंचिवि वेरग्गेणं गिहिवासो छड्डिओ जेहिं ।। અર્થ: જેઓએ દીક્ષા લેતી વખતે થોડાક પણ વૈરાગ્યભાવથી સંસાર છોડ્યો હોય તેઓ દુર્બલ સંઘયણવાળા હોય, શરીરના નબળા હોય તો પણ આ બતાવેલા નિયમો એમના માટે પ્રાયઃ સરળ છે, સહેલા છે. (६१) संपइकाले वि इमे काउं सक्के करेइ नो निअमे । सो साहुत्त-गिहित्तण उभयभट्ठो मुणेयव्यो ।। અર્થ : વર્તમાનકાળમાં પણ આ નિયમોનું પાલન શક્ય છે, છતાં જે સાધુઓ એ નિયમો કરતા નથી તેઓ સાધુપણાથી અને શ્રાવકપણાથી બે ય થી ભ્રષ્ટ થયેલા જાણવા. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (કુલકસંગ્રહ) ૮૯
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy